સમોસાએ પતિ-પત્નીના સંબંધનો લાવી દીધો અંત! જુઓ Video
- પીલીભીતમાં Samosa યુદ્ધ
- જમાઈ સમોસા ન લાવ્યો તો બે પરિવારો આવી ગયા આમને-સામને
- પીલીભીતમાં સમોસા વિવાદે પરિવાર તોડી નાખ્યો
- સમોસા માટે કૌટુંબિક હંગામો, વીડિયો થયો વાયરલ
સમોસા (Samosa), જેને ભારતમાં લોકો ચા સાથે લેતા હોય છે, તે હવે કૌટુંબિક ઝઘડાનું કારણ બની ગયો છે. ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં બનેલી એક અસામાન્ય ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. એક જમાઈએ તેની પત્ની માટે સમોસા લાવવાનો ઇનકાર કર્યો, અને આ નાની વાત એક ભયંકર લડાઈમાં પરિણમી, જેનું પરિણામ પંચાયત અને પછી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું.
ઝઘડાની શરૂઆત કેવી રીતે થઇ?
પીલીભીતના ભગવંતપુર ગામમાં રહેતા શિવમ અને તેની પત્ની સંગીતાના લગ્નને થોડા મહિના જ થયા હતા. એક સાંજે સંગીતાએ તેના પતિ શિવમ પાસે ગરમાગરમ સમોસા લાવવાની માંગ કરી. શિવમે આર્થિક કારણોસર સમોસા લાવવાનો ઇનકાર કર્યો, અને આ વાત પરથી બંને વચ્ચે દલીલ શરૂ થઈ. આ સામાન્ય દલીલ એટલી વધી ગઈ કે સંગીતાએ તેના માતા-પિતાને ફોન કરીને આ બાબતની જાણ કરી. આ ઘટના બાદ સંગીતાના પરિવારે શિવમ અને તેના પરિવાર પર બેલ્ટ અને લાતોથી હુમલો કર્યો. આ અચાનક હુમલાથી આખો પરિવાર આઘાતમાં આવી ગયો હતો.
પંચાયતથી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું Samosa યુદ્ધ
જ્યારે આ મામલો ગામલોકોના ધ્યાનમાં આવ્યો, ત્યારે પરિસ્થિતિને થાળે પાડવા માટે એક પંચાયત બોલાવવામાં આવી. પરંતુ, પંચાયતમાં પણ સમાધાનને બદલે બંને પક્ષો વચ્ચે ફરીથી અથડામણ થઈ. આ વખતે લડાઈ વધુ ભયંકર હતી, અને તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. અંતે, જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ, ત્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી અને આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી.
पीलीभीत जिले में समोसा न लाने पर पत्नी का पति से विवाद हो गया। पत्नी ने फोन कर अपने मायकेवालों को बुला लिया। मायके वालों ने घर में घुसकर उसके पति, ससुर से गाली-गलौज कर पिटाई कर दी। बाद में पंचायत में भी उन्हें पीट दिया।
#Pilibhit pic.twitter.com/5d2TLeGFva— Mukesh Gangwar (@mk_gangwar) September 4, 2025
સોશિયલ મીડિયા પર વાયરલ સમોસા યુદ્ધ
આ સમગ્ર લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બંને પરિવારો એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. આ વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે અને લોકો આ ઘટના પર વિવિધ પ્રકારની રમૂજી અને કટાક્ષભરી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "સમોસા સૌથી મહત્વપૂર્ણ છે; એક ન લાવવાથી ઝઘડો થઈ શકે છે," જ્યારે બીજાએ મજાકમાં પૂછ્યું, "જે જમાઈ સમોસા નથી લાવી શકતો તેનો શું ફાયદો?" કેટલાક યુઝર્સ આ ઘટનાને સાંસદ રવિ કિશનની સંસદમાં સમોસાના ભાવ ઘટાડવાની માંગ સાથે પણ જોડી રહ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયા પર મજાક અને મનોરંજનનું કેન્દ્ર બન્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એક નાનકડા મુદ્દાને કારણે બે પરિવારો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે.
આ પણ વાંચો : Helmet Tips: હેલ્મેટને બેક્ટેરિયાનું ઘર બનતું અટકાવવા આ રીતે સફાઇ કરો


