Santa Claus એ વિદેશમાં હરે રામ હરે કૃષ્ણના સૂર છેડ્યા, જુઓ Video
- Christmas Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા
- Santa Claus પણ હરે રામ હરે કૃષ્ણ ભજન ગાવાનું શરૂ કર્યું
- Videoને @jpsin1 નામના એકાઉન્ટ પરથી શેર કરાયો
Santa Claus Singing Hare Rama Hare Krishna : 25 મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં Christmas નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. તો ભારતમાં પણ આ તહેવાર અલગ રીતે ઉજવવામાં આવે છે. લોકો વિવિધ પ્રકારની સજાવટ કરે છે અને Christmas Tree બનાવે છે. તો વિદેશની વાત કરીએ તો તે મોટા પાયે નાતાલના તહેવારને ઉજવવામાં આવે છે. જેવી રીતે ભારતમાં દિવાળી અને ઈદ મનાવવામાં આવે છે, તે રીતે વિદેશની ધરતીઓ પર નાતાલના તહેવારને શાનથી ઉજવવામાં આવે છે.
Christmas Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા
તો નાતાલના તહેવારમાં ખાસ કરીને અમુક વ્યક્તિએ Santa Clausના પોશાક પહેરીને જાહેર સ્થળો પર આવે છે. તે ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં લોકો Santa Clausના પોશાકમાં બાળકોને અને અન્ય લોકોને નાતાલ માટે અભિનંદન પાઠવે છે. તે ઉપરાંત Santa Claus એ એક ખાસ પ્રકારનું ગીત ગાયને મનોરંજન ફેલાવે છે. અને દરેક વ્યક્તિને બાથ ભરે છે અને મેરી Christmas કહે છે. ત્યારે આવા ઘણા Christmas Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જ્યાં લોકો જોરશોરથી પાર્ટી કરી રહ્યા છે.
આ પણ વાંચો: Wandi Wang નો વીડિયો જોઈને બાળપણની યાદો તાજી થઈ જશે
अगर यह वीडियो भारत का होता तो मीडिया की सनसनीखेज हैडलाइन होती
“हिंदू संगठनों ने सांता क्लाज को जबरजस्ती हरे रामा हरे कृष्णा बोलने पर मजबूर किया" 😂😂😂 pic.twitter.com/rqOWhmKQ3W
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) December 26, 2024
Santa Claus પણ હરે રામ હરે કૃષ્ણ ભજન ગાવાનું શરૂ કર્યું
પરંતુ હાલમાં જ એક અલગ પ્રકારનો Video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને તમને નવાઈ લાગશે. આ Videoમાં Santa Claus મેરી Christmas નહીં પરંતુ હરે રામ હરે કૃષ્ણ કહી રહ્યો છે. વિદેશોમાં પણ હવે ઘણા લોકો ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થતા જોવા મળે છે. વિદેશના ઘણા ઇસ્કોન મંદિરોમાં તમે હજારો વિદેશી ભક્તોને ભારતીય પોશાક પહેરી, કપાળ પર ચંદન અને હાથમાં મંજીરા સાથે ભજન ગાતા જોઈ શકો છો. નાતાલના અવસર પર પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. જે Video આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Videoને @jpsin1 નામના એકાઉન્ટ પરથી શેર કરાયો
વિદેશમાં નાતાલના તહેવારના દિવસે કેટલાક વિદેશીઓ ભારતીય સ્તોત્રો પર નાચતા અને ગાતા જોવા મળે છે. આમાં કેટલાક વિદેશીઓ Santa Clausના વેશમાં એક કારમાં જઈ રહ્યા હોય છે. ત્યારે ભજન ગાતા વિદેશીઓની સાથે Santa Claus પણ હરે રામ હરે કૃષ્ણ ભજન ગાવાનું શરૂ કરે છે. આ Video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ Videoને @jpsin1 નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. આ Videoને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: મહિલાના Viral Video એ અમેરિકાને હચમચાવી નાખ્યું, જુઓ Video


