પતિને ઉંઘની ગોળી આપી, રાત્રે પાડોશીના ઘરે પહોંચી રોમાન્સ કર્યો અને એક હત્યા કરી નાખી
- સમગ્ર મામલે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કેસ દાખલ કરાયો
- કામ આપવા દરમિયાન બંનન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
- પ્રેમ ક્યારે બ્લેકમેઇલિંગમાં બદલી ગયો મહિલાને ખબર જ ન રહી
નવી દિલ્હી : હત્યારોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે ઇકબાલના બ્લેકમેલિંગથી કંટાળી ચુકી હતી. ઇકબાલ બ્લેકમેલ કરીને તેને ફિઝિકલ રિલેશન બનાવવા માટે મજબુર કરતો હતો. જેથી કંટાળીને તે રાત્રે નિશ્ચય કરી લીધો કે હવે ઇકબાલ રહેશે અથવા તો પછી તે આત્મહત્યા કરશે.
પતિને સુવડાવી તેના ઘરે પહોંચી
પતિે સુવડાવીને પાડોશીના ઘરે પહોંચી, કિસ કર્યા બાદ તેનું ગળુ દબાવી દીધું હતું. આ વાત છે બરેલીની જ્યાં બ્લૈકમેલિંગથી પરેશાન એક મહિલાએ પોતાના પાડોશી ઇકબાલની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ મહિલા દબાયેલા પગે પોતાના ઘરે આવી અને સુઇ ગઇ જેવું કંઇ બન્યું જ ન હોય. બીજા દિવસે જ્યારે ઇકબાલનું શબ મળ્યું તો હડકંપ મચી ગયો હતો. પહેલા તો આરોપી મહિલાએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો જો કે બાદમાં તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.
આ પણ વાંચો : LIVE: Delhi Assembly Election LIVE :દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સંદીપ દીક્ષિતે આપ્યો મત, સિસોદિયાએ કર્યો મોટો દાવો
ભોજપુરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
સમગ્ર મામલો બરેલીના ભોજપુરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં રુબીના નામની મહિલા પોતાના પતિને ઘરેમાં સુવડાવીને પાડોશી ઇકબાલના ઘરે પહોંચી હતી. અહીં ઇકબાલ રુબીનાને પરાણે સંબંધ બનાવવા માટે મજબુર કરવા લાગ્યો. રુબીનાના નજીક આવી ગયો. આ દરમિયાન રુબીનાએ તક જોઇને ઇકબાલનું ગળુ દબાવી દીધું હતું. હત્યા બાદ તેના શબને સીડીઓ પર છોડીને પોતાના ઘરે જઇને સુઇ ગઇ હતી.
ઇકબાલના બ્લેકમેલિંગથી પરેશાન હતી મહિલા
રુબીનાએ પોલીસને જણાવ્યું કે, તે ઇકબલના બ્લેકમેલિંગથી કંટાળી ચુકી હતી. ઇકબાલ બ્લેકમેલ કરીને તેને શારીરિક સંબંધો બાંધવા માટે મજબુર કરી રહ્યો હતો. રુબિના ઇકબાલ જરી જરદોજી કારીગર હતો. તે તેના ગામ આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તેમની વચ્ચે સંબંધો બંધાયા હતા. બંન્નેએ એક બીજાના નંબર લીધા હતા ત્યાર બાદ ફોનમાં વાત થવા લાગી હતી. ત્યાર બાદ ઇકબાલે તેને પ્રેમની જાળમાં ફસાવી હતી. તેને ચેતવણી આપી કે પોતાના પતિને જણાવી દેશ અને તેનું ઘર બર્બાદ કરી દેશે.
આ પણ વાંચો : PM મોદી આજે મહાકુંભ પહોંચી સંગમમાં પવિત્ર સ્નાન કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રુબિનાએ કહ્યું કે, ઇકબાલની યાતનાઓથી કંટાળી ચુકી હતી
રુબિનાએ જણાવ્યું કે, મારા નાના બાળકો છે, જેના કારણે ઇકબાલની તમામ યાતનાઓ સહન કરી. તેણે અનેક વખત શારીરિક સંબંધ બનાવવા માટે બ્લેકમેલ કરી. જો કે તે કંટાળી ચુકી હતી. જેના કારણે ઇકબાલની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. બુધવારે ઇખબાલ પોતાની પત્નીને પીયર છોડવા ગયો હતો. જ્યારે તે પરત આવી રહ્યો હતો તો તેની સાથે વાત કરી અને કહ્યું કે, મળવા માંગે છે.
ધંધાર્થી વેપારી સાથે જ થયો પ્રેમ સંબંધ
35 વર્ષીય રુબીનાએ ઇકબાલ પાસે જવા માટે પતિને ઉંઘની ગોળી આપીને સુવડાવી દીધો હતો મોડી રાત્રે 12 વાગ્યે ઇકબાલના ઘરે પહોંચી હતી. ઇકબાલ સંબંધ બનાવવા માટે નજીક આવી રહ્યો હતો ત્યારે રુબીનાએ એક હાથે ઇકબાલનું મોઢા પર રાખ્યો અને બીજા હાથે તેનું ગળુ દબાવી દીધું હતું. 29 જાન્યુઆરીએ બનેલી ઘટના અંગે પોલીસે આખરે આજે ખુલાસો કર્યો ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : National Games: આ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો નવો રેકોર્ડ


