Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Social Media પર છોકરાઓની અનોખી હરકત, જુઓ Viral Video

Viral & Social : સોશિયલ મીડિયા આજના સમયમાં એવુ માધ્યમ બની ગયું છે જ્યાં દુનિયાભરના વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે. અવારનવાર લોકો કોઈ અનોખી ઘટના કે અદ્દભુત હરકતને રેકોર્ડ કરીને તેને ઇન્ટરનેટ પર શેર કરે છે.
social media પર છોકરાઓની અનોખી હરકત  જુઓ viral video
Advertisement
  • Social Media પર કાર ચઢાવવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ
  • છોકરાઓએ કારને સીડીઓ પર ચઢાવી, વીડિયો થયો વાયરલ
  • જીજાજી એકાઉન્ટનો વીડિયો બન્યો ઇન્ટરનેટ સેન્સેશન
  • છોકરાઓની અનોખી હરકત જોઈને લોકો થઇ ગયા હેરાન

Viral & Social : સોશિયલ મીડિયા આજના સમયમાં એવુ માધ્યમ બની ગયું છે જ્યાં દુનિયાભરના વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે. અવારનવાર લોકો કોઈ અનોખી ઘટના કે અદ્દભુત હરકતને રેકોર્ડ કરીને તેને ઇન્ટરનેટ પર શેર કરે છે. જો એ વીડિયો લોકોએ પસંદ કર્યો તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વીડિયોમાં શું છે ખાસ?

વાયરલ વીડિયો (Viral Video) એક બિલ્ડિંગની અંદર શૂટ થયો છે. વીડિયોમાં છોકરાઓનું એક ગ્રુપ કારને તેમના હાથથી ઉપાડી સીડીઓ પર ચઢાવતા જોવા મળે છે. વાંચવામાં પણ અજાયબી લાગે એવી આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. હવે ચોક્કસ કહી શકાય તેમ નથી કે કાર સંપૂર્ણ છે કે પછી ફક્ત તેનું બોડી (શરીર) છે. કારણ કે તેમાં એન્જિન, સીટ અને અન્ય જરૂરી પાર્ટ્સ છે કે નહીં તેની માહિતી નથી. તેમ છતાં છોકરાઓની આ હરકત લોકોએ ખુબ પસંદ કરી છે અને વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by JEEJAJI -Raj Jain (@jeejaji)

Advertisement

વીડિયો ક્યાંથી આવ્યો?

આ વીડિયો જીજાજી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને કૅપ્શન સાથે મૂકવામાં આવ્યું છે – "છોકરાઓ ઇચ્છે તો કંઈપણ કરી શકે છે." માત્ર થોડા સમયમાં જ વીડિયોને 4 હજારથી વધુ લાઇક્સ મળી ગયા છે, જે બતાવે છે કે ઇન્ટરનેટ યુઝર્સ માટે આ વીડિયો કેટલો આકર્ષક સાબિત થયો છે.

Social Media માં લોકોની પ્રતિક્રિયા

વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ યુઝર્સે તરત જ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે મજાકમાં લખ્યું – “અમેરિકાએ પહેલા શું કહ્યું હતું?”, બીજા યુઝરે પૂછ્યું – “એન્જિન ક્યાં છે?”, ત્રીજા યુઝરે ટિપ્પણી કરી – “ભાઈએ કહ્યું હતું કે કાર ક્લાસમાં લાવો, તો લાવી દીધી.”, ચોથા યુઝરે હસી લખ્યું – “આ તો ફક્ત કારનું કેબિનેટ છે.”

વાયરલ થવાનું કારણ

વીડિયોના વાયરલ થવાનું મુખ્ય કારણ એની ક્રિએટિવિટી છે. સામાન્ય રીતે કાર સીડીઓ પર ચઢાવી શકાય એમ લાગતું નથી, પરંતુ છોકરાઓએ જે રીતે કારને ઉપાડી ને સીડીઓ ઉપર લઈ ગયા તે દ્રશ્ય લોકોને ચોંકાવનારું લાગ્યું છે. હળવા મજાકભર્યા અંદાજમાં કરાયેલી ટિપ્પણીઓએ વીડિયોને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે.

આ પણ વાંચો :   '2025 તો શરૂઆત છે! વર્ષ 2026 માં બનશે વધુ ભયાનક ઘટનાઓ', Baba Vanga ની ડરામણી આગાહી

Tags :
Advertisement

.

×