Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : હાશ વડે ઢસડાઇને ચાલતા શખ્સને રખતડા શ્વાને પકડી પાડ્યો, લોકોએ કહ્યું, 'થેન્ક્યૂ'

Viral : એક શખ્સ ઢસડાતો રોડ પર ચાલે છે. તેના પર આજુબાજુના લોકોને દયા પણ આવે છે. પરંતુ એક રખડતું શ્વાન તેની હરકત પારખી જાય છે
viral   હાશ વડે ઢસડાઇને ચાલતા શખ્સને રખતડા શ્વાને પકડી પાડ્યો  લોકોએ કહ્યું   થેન્ક્યૂ
Advertisement
  • વાયરલ વીડિયોમાં રખડતા શ્વાને વ્યક્તિની ચાલાકી ખુલ્લી પાડી
  • હાથથી ઢસડાઇને ચાલતો શખ્સ ખરેખર પોતાના પગ પર ચાલી શકતો હતો
  • રખડતા શ્વાને ગણતરીના સમયમાં જ તેનો ખેલ ઉંધો પાડી દીધો હતો

Viral : સોશિયલ મીડિયા (Social Media) એક અદ્ભુત પ્લેટફોર્મ છે, કારણ કે લોકો ત્યાં અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ જોઈ શકે છે. જો એક વ્યક્તિ કોઇક વીડિયો બનાવે, અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, તો તે વીડિયો હજારો, લાખો અને કેટલાક કિસ્સામાં તો કરોડો લોકો સુધી પહોંચી શકે છે. સોશિયલ મીડિયા લોકોને આ રીતે જોડીને રાખે છે, અને જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે દરરોજ પોસ્ટ કરેલા ઘણા વિડિઓઝ જોતા જ હશો. આવો જ એક અનોખો વીડિયો હાલ વાયરલ થઇ (Viral Video) રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ ઢસડાતો રોડ પર ચાલે છે. તેના પર આજુબાજુના લોકોને દયા પણ આવે છે. પરંતુ એક રખડતું શ્વાન તેની હરકત પારખી જાય છે. અને બાદમાં જે કંઇ થાય છે, તે જોઇને તમે પણ કહેશો, થેન્ક્યૂ ડોગેશ ભાઇ.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

વાયરલ વિડિઓમાં શું બતાવવામાં આવ્યું છે ?

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિઓમાં એક માણસ જમીન પર બેઠો છે, અને તેના હાથની મદદથી ઢસડાઇને આગળ વધી રહ્યો છે. તેના હાથમાં ચપ્પલ છે, તે કેમ આવું કરી રહ્યો છે, તે વાતથી સૌ કોઇ અજ્ઞાત છે. શક્ય છે કે, તે કોઈ કારણસર અભિનય કરી રહ્યો છે, પણ તે જાણી શકાયતું નથી. વીડિઓમાં આગળ એક કૂતરો તેના પર ભસતો દેખાય છે, અને તે માણસ, ડરી ગયેલો, તેના પગ પર ઊભો છે. અને તે તેનો પ્રતિકાર કરી રહ્યો છે. આ વીડિયોમાં લોકોને લાગ્યું કે, નાટક કરતો શખ્સ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચીને કોઇ ફાયદો ઇચ્છી રહ્યો છે. પરંતું રખડતા શ્વાને ગણતરીની સેકંડોમાં જ તેને ખુલ્લો પાડી દીધો હતો.

Advertisement

ડોગેશ ભાઈના શાસનમાં કોઈ કૌભાંડ થશે નહીં

આ વાયરલ થયેલો વીડિયો Ghanta નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોનો હજારો લોકો દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી, "ડોગેશ ભાઈના શાસનમાં કોઈ કૌભાંડ થશે નહીં." બીજા યુઝરે લખ્યું, "ડોગેશ કહેતો હશે, 'લાલા, આવું ના કર.'" ત્રીજા યુઝરે લખ્યું, "તમે ક્યારેય ડોગેશ ભાઈને મૂર્ખ બનાવી શકતા નથી." આ સાથે ઘણા અન્ય યુઝર્સે પણ મનોરંજક પ્રતિક્રિયાઓ શેર કરી.

Advertisement

આ પણ વાંચો -----  Viral Afghan girl : ભારતની જીત બાદ આ યુવતી કેમ થઇ રહી છે વાયરલ?

Tags :
Advertisement

.

×