Viral : 'રોકસ્ટાર રાઇડર' દાદીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, જોશ સામે ઉંમર ફીકી પડી
- સોશિયલ મીડિયા પર દાદી છવાઇ
- ઉંમર સામે જોશ જીત્યું, બેફિકર દાદીની રોકસ્ટાર રાઇડ
- લોકોએ દાદીના આત્મવિશ્વાસની સરાહના કરી
Viral : સોશિયલ મીડિયા (Social Media) ની દુનિયામાં દરરોજ કંઈક અનોખું જોવા મળે છે, પરંતુ તાજેતરમાં એક વીડિયોએ (Viral VIdeo) બધાનું ધ્યાન ખેંચ્યું, જેમાં એક દાદી રસ્તા પર બાઇક ચલાવતી (Old Age Lady Ride Two Wheeler) જોવા મળી રહી છે. સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, પણ સ્ટાઇલ એવી છે કે, ભલભલા જુવાનિયાઓ શરમાઈ જાય. આ દાદીનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media Viral Video) ભારે તરખાટ મચાવી રહ્યો છે.
💀Dadi Mogging pic.twitter.com/842QzjkoPf
— rareindianclips (@rareindianclips) August 22, 2025
દાદી સ્વેગમાં બાઇક ચલાવતી દેખાય છે
હાલ વાયરલ થઇ રહેલો વીડિયો (Social Media Viral Video) એક વૃદ્ધ મહિલાનો છે, જેની ઉંમર લગભગ 70-80 વર્ષની હોવાનો અંદાજ છે. વીડિયોમાં દાદી સંપૂર્ણ સ્વેગ સાથે (Old Age Lady Swag) રસ્તા પર બાઇક ચલાવતી જોવા મળે છે, દાદીએ સાડી પહેરેલી છે, અને બાઇકનું હેન્ડલ (Old Age Lady Ride Two Wheeler) મજબૂતીથી પકડીને હાંકી રહ્યા હોય તેવું જોવા મળે છે. આ દરમિયાન, તેમનો આત્મવિશ્વાસ ખરેખર જોવા જેવો છે. વીડિયોમાં, તેઓ એક હાથે બાઇક ચલાવતા અને બીજા હાથે કેમેરા તરફ પોઝ આપતી જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દાદીએ સાબિત કર્યું કે, તેઓ કોઈ પ્રોફેશનલ રાઇડરથી ઓછા નથી.
લોકોએ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી
વીડિયોમાં દાદીના સ્મિત અને બેફિકર શૈલીએ (Old Age Lady Ride Two Wheeler) લોકોનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના ઉત્સાહની પ્રશંસા કરતા થાકતા નથી. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, "દાદીની સામે અમારી બાઇક રાઇડીંગ સ્કિલ્સ ફિક્કી પડી ગઈ ! " જ્યારે બીજા યુઝરે લખ્યું, "દાદીએ સાબિત કર્યું કે ઉંમર ફક્ત એક નંબર છે." આ વીડિયો સોશિયલ સાઇટ X પર @rareindianclips નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, અને અત્યાર સુધીમાં હજારો લોકોએ તેને જોયો છે. વીડિયો જોયા પછી લોકો માત્ર આશ્ચર્યચકિત જ નથી થયા, પરંતુ દાદીની સ્ટાઇલના દિવાના પણ બની ગયા છે. યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક તેમને "રોકસ્ટાર દાદી" કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે, "દાદી રાઇડર છે પ્રોવાઇડર ! " એક યુઝરે મજાકમાં લખ્યું, " અરે દાદી, રોકો, અમારા પૌત્ર-પૌત્રીઓ પણ શરમાવા લાગ્યા છે. "
આ પણ વાંચો ----- આખુ ગામ વસાવી લેવાય તેટલું સાસરિયાઓએ વરરાજાને દહેજમાં આપ્યું, વીડિયો વાયરલ


