Viral : ખોરાક રાંધતા કૂકરનો 'જુગાડુ' ઉપયોગ ભારે વાયરલ, વાહવાહી મળી
- પ્રેશર કુકરનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
- લોકોએ કહ્યું, આ ટેક્નોલોજી અમેરિકાની પહોંચની બહાર છે
- અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે
Viral : દરરોજ, સવારથી સાંજ સુધી, લોકો સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો અને ફોટા પોસ્ટ કરે છે. આ બધા વીડિયોમાં, એવા વીડિયો પણ છે જે લોકોની જુગાડ ક્ષમતા દર્શાવે છે. ક્યારેક, આ જુગાડ લોકોને આશ્ચર્યચકિત કરે છે અને પ્રશંસા પણ મેળવે છે, હાલમાં ખોરાત રાંધવા માટે જાણીતા કુકરના જુગાડુ ઉપયોગનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેમાં ક્યારે વિચાર્યું નહીં હોય તે રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હજારો ઇન્ટરનેય યુઝર્સ દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો છે. અને સેંકડો યુઝર્સે તેની પ્રશંસા કરી છે.
ये Technology ! भारत से बाहर नही जानी चाहिए ....🙄🙄😱😜🤣
अजीब लोग रहते हैं भारत में गजब" दिमाग है....😳😱😜😂
भाई Technology को बंद-करवा ,, कर ही मानेगा ...😱😂🤣 pic.twitter.com/8fm9vMushZ
— Faruk Pathan (@Faruk_pathan01) October 1, 2025
વાયરલ વીડિયોમાં જુગાડ છવાયું
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્ટવ પર મૂકવામાં આવેલ કૂકર બતાવવામાં આવ્યો છે. તેમાં શું રાંધાઈ રહ્યું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે, કૂકરમાં સીટીની જગ્યાએ પાઇપ લગાવવામાં આવી છે. આ પાઇપ હવે ત્યાંથી બીજી બાજુ સુધી વિસ્તરે છે. વીડિયોને વધુ જોવાથી ખબર પડે છે કે, લોકો સાયકલમાં હવા ભરવા માટે આ પાઇપનો ઉપયોગ કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે, લોકો સાયકલમાં હવા ભરવા માટે આ જુગાડનો ઉપયોગ કરી રહ્યા છે, આ પ્રકારનો કુકરનો ઉપયોગ હજી સુધી સામે આવ્યો નથી. જેથી આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને ધૂમ મચાવી રહ્યો છે.
મજેદાર કોમેન્ટ સામે આવી
આ વીડિયો X પ્લેટફોર્મ પર @Faruk_pathan01 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોનો હજારો ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા નિહાળવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું, "આને જુગાડ ટેકનોલોજી કહેવાય છે. આ બાબતમાં દુનિયામાં કોઈ આપણી સાથે સ્પર્ધા કરી શકે નહીં." બીજા યુઝરે લખ્યું, "આ એક શોધ છે, ભાઈ. કાં તો કૂકર ફૂટશે અથવા સાયકલનું ટાયર ફાટશે." ત્રીજા યુઝરે લખ્યું, "ભાઈ, કેવો અદ્ભુત જુગાડ, આ અમેરિકનોની પહોંચની બહાર છે."
આ પણ વાંચો ----- Viral : યુવકે વરસાદમાં ગરબાની રમઝટ બોલાવી, યુઝરે કહ્યું, 'કોઇ તો રોકો'


