કાચબાઓએ બોલાવી અંડર વોટર બેઠક, વીડિયો વાયરલ, પ્રાકૃતિક ગોઠવણની સરાહના
- કાચબાઓની પાણીમાં મળેલી બેઠકનો વીડિયો વાયરલ
- કાચબાઓની પરિષદ ચાલી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા
- સોશિયલ મીડિયા પર લોકોએ અલગ અલગ પ્રકારે કોમેન્ટ કરી
Turtle Underwater Meeting : કુદરતમાં (Nature) જ અસંખ્ય સુંદર અને અનોખી કહાનીઓ છુપાયેલી છે, જે આપણને દરેક વખતે આશ્ચર્યચકિત કરે છે. પરંતુ માણસ પોતાના સ્વાર્થ માટે આ અમૂલ્ય વારસાને નુકસાન પહોંચાડી રહ્યો છે, જે દુખદ છે. છોડ અને પ્રાણીઓની દુનિયાને સતત નુકસાન થઈ રહ્યું છે. છતાં, સમય સમય પર કુદરત આપણને એવી લ્હાવા આપે છે, જે હૃદયને શાંતિ અને ચહેરા પર સ્મિત લાવે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (Social Media Viral Video) થઇ રહ્યો છે, જેમાં કાચબાઓની એક અનોખી (Turtle Underwater Meeting) બેઠકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Turtles meeting 😂😂 pic.twitter.com/T5o0u4YUPu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 18, 2025
કાચબાઓની અનોખી 'ગોળમેજ' બેઠક
આ વીડિયોમાં, કાચબાઓનું ટોળું ગોળ વર્તુળમાં ઊભું (Turtle Underwater Meeting) છે, અને તેમની વચ્ચે બે કાચબા મીટિંગ કરતા જોવા મળે છે. આ દ્રશ્ય એટલું મનોહર અને સુંદર છે કે તેને જોઈને એવું લાગે છે કે, કાચબાઓ માણસો જેવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો 18 ઓગસ્ટના રોજ @natureisamazing દ્વારા તેના X હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને બે લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, 25 હજારથી વધુ કોમેન્ટ્સ આવી છે, અને 22 હજારથી વધુ લોકોએ તેને સેવ કરીને શેર કર્યો છે.
લોકોની રમુજી ટિપ્પણીઓ
આ વીડિયો સોશિયલ સાઇટ X પર @AMAZlNGNATURE નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો તેના પર વિવિધ રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જ્યારે એક યુઝરે વીડિયો પર ટિપ્પણી કરીને લખ્યું, "શું કોઈ વૈજ્ઞાનિક મને કહી શકે છે કે, આ કાચબા શું (Turtle Underwater Meeting) કરી રહ્યા છે?" બીજાએ લખ્યું, "X સામે કેસ થવો જોઈએ, આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન છે !" કેટલાક લોકોએ તેને 'અહમ મીટિંગ' નામ આપ્યું છે. ઘણા યુઝર્સે કહ્યું કે, આ કાચબાનું કુદરતી વર્તન હોઈ શકે છે, જેમાં તેઓ એકબીજા સાથે સંબંધ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં હોય છે. જો કે, મોટાભાગના લોકો આ વીડિયોને હળવાશથી અને રમુજી રીતે લઈ રહ્યા છે અને તેને મોટા પાયે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો ------ 10 વખત ભાગી ગયેલી મહિલાએ પંચાયતમાં પ્રસ્તાવ મુક્યો, હું 15-15 દિવસ પતિ અને પ્રેમી સાથે રહીશ, જાણો પછી શું થયુ?


