Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : વોશિંગ મશીનના ઉપયોગનો આ વીડિયો તમને વિચારતા કરી દેશે

Viral : વીડિયો વાયરલ થયો, જેમાં કોઈ વ્યક્તિ વોશિંગ મશીનનો ઉપયોગ કરીને બટાકા છોલતી હતી. હવે, એક પુરુષ તેનાથી પણ આગળ વધી ગયો છે
viral   વોશિંગ મશીનના ઉપયોગનો આ વીડિયો તમને વિચારતા કરી દેશે
Advertisement
  • વોશિંગ મશીનના જુગાડુ ઉપયોગનો વીડિયો વાયરલ
  • અગાઉ બટાકા છોલવા, અને વાસણ ધોવાનો વીડિયો વાયરલ થઇ ચૂક્યો છે
  • યુઝરે લખ્યું કે, "100 રૂપિયાનું કામ, અને 1,000 રૂપિયાનું વીજળી બિલ

Viral : સોશિયલ મીડિયાના (Social Media) બીજા કોઈ ફાયદા હોઈ શકે કે ન પણ હોય, પરંતુ એક વાત ચોક્કસ છે કે તે દર્શાવે છે કે આપણા દેશમાં કેટલા લોકો જુગાડ કરવામાં માહેર છે. દર થોડાક દિવસે, સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો કે ફોટો દેખાય છે, જે કોઈના બુદ્ધિશાળી મનને દર્શાવે છે. જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે કદાચ આવી ઘણી બધી પોસ્ટ જોઈ હશે. હાલમાં એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં વોશિંગ મશીનના (Washing Machine For Pottery) મેકર્સે પણ નહીં વિચાર્યું હોય તેવો તેનો ઉપયોગ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @aapkaculture

વાયરલ વીડિયોમાં શું છે ?

તમે સોશિયલ મીડિયા પર જુગાડના ઘણા વીડિયો જોયા હશે. થોડા દિવસો પહેલા એક જુગાડ વાયરલ (Washing Machine For Pottery) થયું હતું, જેમાં એક મહિલા વોશિંગ મશીનમાં વાસણ ધોતી હતી. તે પહેલાં, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોઈ વ્યક્તિ વોશિંગ મશીનનો ઉપયોગ કરીને બટાકા છોલતી હતી. હવે, એક પુરુષ તેનાથી પણ આગળ વધી ગયો છે. વીડિયોમાં વોશિંગ મશીન એટલું જૂનું દેખાય છે કેસ તેની બહારની બોડી તૂટી ગઇ છે. આવી હાલતમાં માણસ તેનો ઉપયોગ માટીના વાસણો બનાવવા (Washing Machine For Pottery) માટે કરે છે. હા, તમે તે બરાબર વાંચ્યું છે. એક માણસ માટીકામ બનાવવા માટે તૂટેલા વોશિંગ મશીનનો ઉપયોગ કરી રહ્યો છે.

Advertisement

વાયરલ વીડિયો અહીં જુઓ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @aapkaculture નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને અત્યાર સુધીમાં હજારો લોકો દ્વારા આ વીડિયોને લાઇક કરવામાં આવ્યો છે વીડિયો જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી કે, "કંપની આઘાતમાં છે (Washing Machine For Pottery)." બીજા યુઝરે લખ્યું કે, "હું સંમત છું, ગુરુ." ત્રીજા યુઝરે લખ્યું કે, "સમગ્ર ટેકનિશિયન સમુદાય ડરી ગયો છે." ચોથા યુઝરે લખ્યું કે, "100 રૂપિયાનું કામ, અને 1,000 રૂપિયાનું વીજળી બિલ." ઘણા યુઝર્સે મનોરંજક પ્રતિક્રિયાઓ પણ શેર કરી.

Advertisement

આ પણ વાંચો -----  Viral : ચાલુ મેટ્રોમાં યુવકે મેકઅપ બોક્સ ખોલ્યું, પછી આખું ઇન્ટરનેટ ઘેલું થયું

Tags :
Advertisement

.

×