Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિચિત્ર! 2025 માં ઉડેલું પ્લેન 2024 માં થયું લેન્ડ, જાણો ટાઇમ ટ્રાવેલ કરનારા પ્લેનની કહાની

2024 જઇ ચુક્યું છે અને 2025 ચાલી રહ્યું છે. જો કે કોઇ વ્યક્તિ તમને તેમ કહે કે તે 2025 માંથી 2024 માં ગયો તો તમે ક્યારેય સાચુ નહીં માનશો નહીં.
વિચિત્ર  2025 માં ઉડેલું પ્લેન 2024 માં થયું લેન્ડ  જાણો ટાઇમ ટ્રાવેલ કરનારા પ્લેનની કહાની
Advertisement
  • કૈથ પેસિફિકની ફ્લાઇટ સાથે બની ઘટના
  • 2025 માં ઉડેલી ફ્લાઇટ 2024 માં લેન્ડ થઇ
  • ટાઇમ ટ્રાવેલની ઘટના પાછળનું રહસ્ય ખુબ જ રસપ્રદ

નવી દિલ્હી : 2024 જઇ ચુક્યું છે અને 2025 ચાલી રહ્યું છે. જો કે કોઇ વ્યક્તિ તમને તેમ કહે કે તે 2025 માંથી 2024 માં ગયો તો તમે ક્યારેય સાચુ નહીં માનશો નહીં. આવી જ એક ફ્લાઇટની વાત કરવી છે જે 2025 માં ઉડી અને લેન્ડ થઇ ત્યારે 2024 ચાલી રહ્યું હતું. આ ટાઇમ ટ્રાવેલની ઘટના નથી પરંતુ આ એક ભૌગોલિક ઘટના છે જેના વિશે જાણીને તમે જરૂર આશ્ચર્ય પામશો.

2024 પૂર્ણ થઇ ચુક્યું છે અને 2025 ચાલી રહ્યું છે. જો કે કોઇ તમને કહે કે એક ફ્લાઇટ 2025 માં ઉડ્યન કરી અને 2024 માં લેન્ડ તઇ તો કદાચ તમે આશ્ચર્યચકિત થઇ જશો. ટાઇમ ટ્રાવેલના કિસ્સા તો તમે અનેક સાંભળ્યા હશે. જ્યાં સમયમાં પાછળ જવાની વાત હોય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે. જે કોઇ ટાઇમ ટ્રાવેલ જેવી લાગે છે. જો કે આ સાચુ ટાઇમ ટ્રાવેલ નથી. જાણો શું છે સમગ્ર મામલો...

Advertisement

આ પણ વાંચો : Ahmedabad : લુખ્ખા તત્વો સુધરી જજો! બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું બુલડોઝર!

Advertisement

કૈથે પેસિફિકની ફ્લાઇટ CX880 એ બદલ્યો સમયનો ખેલ
કૈથે પેસિફિકની ફ્લાઇટ CX880 એ 1 જાન્યુઆરી 2025 ના દિવસે ઉડ્યન કરી અને 31 ડિસેમ્બર 2024 ના રોજ લોસ એન્જલસમાં લેન્ડ કર્યું. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે, પરંતુ તેની પાછળનું કારણ છે ઇન્ટરનેશનલ ડેટલાઇન

ઇન્ટરનેશનલ ડેટલાઇન શું છે?
ઇન્ટરનેશનલ ડેટ લાઇન એક કાલ્પનિક રેખા છે જે પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલી છે. આ રેખા ધરતીને બે અલગ અલગ તારીખોમાં વહેંચે છે. જ્યારે કોઇ વિમાન આ રેખાને પાર કરે છે તો તારીખ બદલી જાય છે. પશ્ચિમની તરફ જતા તારીખ એક દિવસ આગળ વધી જાય છે. જ્યારે પૂર્વ તરફ જતા તારીખ એક દિવસ પાછળ જતી રહે છે.

આ પણ વાંચો : Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!

સરળ શબ્દોમાં સમજો
માની લો કે 1 જાન્યુઆરીએ સવારે હોંગકોંગથી ફ્લાઇટ પકડો છો અને તમારી ફ્લાઇટ ઇન્ટરનેશનલ ડેટ લાઇનને પાર કરીને લોસ એન્જલસ પહોંચે છે તો ત્યાં 31 ડિસેમ્બર હશે. તમને એવો અનુભવ થશે કે જાણે તમે સમયમાં પાછળ આવી ચુક્યા છો. જો કે આ ઇન્ટરનેશનલ ડેટ લાઇનના કારણે જ શક્ય બને છે.

યાત્રીઓએ કરી બે વખત નવા વર્ષની ઉજવણી
કૈથે પેસિફિકની આ ફ્લાઇટમાં બેઠેલા યાત્રીઓ માટે આ યાત્રા ખુબ જ ખાસ રહી હતી. તેમણે નવા વર્ષની ઉજવણી પહેલા તો હોંગકોંગમાં કરી અને ત્યાર બાદ લોસ એન્જલસમાં જઇને ફરી એકવાર નવા વર્ષની ઉજવણી કરી. આ તેમના માટે યાદગાર અનુભવ હતો.

આ પણ વાંચો : Bangladesh ની કોર્ટે ફરી ચિન્મય કૃષ્ણ દાસને આંચકો આપ્યો, જામીન અરજી ફગાવી

ઇન્ટરનેશનલ ડેટ લાઇન કેમ હોય છે ખાસ?
ઇન્ટરનેશનલ ડેટલાઇન સમગ્ર વિશ્વની તારીખો નિશ્ચિત કરવામાં મદદ કરે છે. જો કે તેને કોઇ કાયદેસરનો દરજ્જો પ્રાપ્ત નથી. આ રેખા સીધી નથી પરંતુ દેશો અને તેના ભુગોળ અનુસાર સરકતી રહે છે. દાખલા તરીકે રશિયા અને અલાસ્કા વચ્ચે જિગજેગ પસાર થાય છે. આ અનોખી સફર યાત્રીઓને ટાઇમ ટ્રાવેલનો અનુભવ કરાવે છે અને આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બને છે.

Tags :
Advertisement

.

×