રખડતા કૂતરાઓનો વધ્યો આતંક! 8 વર્ષના બાળક પર હુમલાનો Video Viral
- રખડતા કૂતરાઓનો આતંક: 8 વર્ષના બાળક પર હુમલો
- રખડતા શ્વાનોનો ખતરો વધ્યો, બાળક પર જીવલેણ હુમલો
- ઘરની બહાર નીકળવું જોખમી બન્યું, રખડતા કૂતરાઓનો આતંક CCTV માં કેદ
Viral Video : રખડતા કૂતરાઓનો હુમલો કરવાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, અને આ મુદ્દે વહીવટીતંત્ર કે સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું નથી. ત્યારે ગલીમાં રખડતા કૂતરાઓને કારણે નાનાં બાળકો અને મહિલાઓને ઘરની બહાર નીકળવું જોખમી બની ગયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 8 વર્ષના બાળક પર 8થી 10 રખડતા કૂતરાઓએ હુમલો કર્યો. આ ઘટના એટલી ભયાનક છે કે તેને જોનારા લોકોનું હૃદય કંપી ઉઠે. વીડિયોમાં બાળક જમીન પર પડી જાય છે અને કૂતરાઓ તેને બચકું ભરવા લાગે છે.
બાળક પર કૂતરાઓનો હુમલો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક 8 વર્ષનું બાળક શેરીમાંથી પસાર થઈ રહ્યું હતું. અચાનક એક કૂતરાઓનું ટોળું તેની નજીક આવે છે અને ભસવાનું શરૂ કરે છે. ડરથી બાળક ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ કૂતરાઓ તેના પર હુમલો કરી દે છે. આ દરમિયાન વધુ કેટલાક કૂતરાઓ જોડાય છે અને બાળકને બચકું ભરવા લાગે છે. બાળક જમીન પર પડી જાય છે અને જોરથી રડવા લાગે છે, છતાં કૂતરાઓનો હુમલો ચાલુ રહે છે. આ ભયાનક દ્રશ્ય CCTV કેમેરામાં કેદ થયું, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યું છે.
आपके घर में कोई बच्चा हैं तो अवश्य ये वीडियो देखे और दूसरे को भी जागरूक करिए..!
और कृपया बच्चों को अकेला ना छोड़े जितना हो सके..! 🙏
वरना कुत्ते नोच खायेंगे .!
🙏🙏 दयनीय स्थिति..! pic.twitter.com/EEtKqJpjGa
— Sonu Bheel (@sonubheel36) July 19, 2025
સ્થાનિક લોકોની મદદથી બાળકનો જીવ બચ્યો
બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. એક પુરુષ અને કેટલીક મહિલાઓએ કૂતરાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો. લોકોને જોઇ કૂતરાઓ ભાંગી ગયા અને બાળકની માતા તેને ઉપાડીને ગળે લગાવીને રડવા લાગી. આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, સમયસર સ્થાનિક લોકોની મદદ ન મળી હોત તો આ ઘટના ગંભીર પરિણામો તરફ દોરી જાત. આ ઘટનાએ રખડતા કૂતરાઓની સમસ્યાની ગંભીરતાને ફરી એકવાર ઉજાગર કરી છે.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
આ વીડિયો @sonubheel36 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે અને તેને લાખો લોકોએ જોયો છે. ઘણા યુઝર્સે આ વીડિયોને લાઈક કરીને પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, “રખડતા કૂતરાઓનો આતંક દરેક જગ્યાએ વધી રહ્યો છે.” બીજા યુઝરે સરકારી વહીવટીતંત્ર પર આક્ષેપ કરતાં કહ્યું, “સામાન્ય લોકોની સુરક્ષાની સરકારને કોઈ પરવા નથી.” અન્ય એક યુઝરે PETA જેવી સંસ્થાઓ પર સવાલ ઉઠાવતા લખ્યું, “આવા સમયે પશુ સંરક્ષણ સંસ્થાઓ ક્યાં હોય છે?” આ વીડિયોએ સમાજમાં રખડતા કૂતરાઓની સમસ્યા પર નક્કર પગલાં લેવાની માંગને વધુ તીવ્ર કરી છે.
આ પણ વાંચો : Surat Viral News : દાંતની સારવાર કરાવવા ગયા અને ઠીક થઈ ગયા કાન!


