વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર સડસડાટ દોડી ટ્રેન, જુઓ અદભુત VIDEO
- વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર પ્રથમ વખત ટ્રેન દોડી.
- ટ્રેનને કટરાથી બનિહાલ સુધી સફળતાપૂર્વક ચલાવી.
- વીડિયો સામે આવ્યો છે, જે જોઈને ખુશ થઈ જશો
VIDEO:હિમાલય (Kashmir)અને બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પરથી પહેલીવાર ટ્રેન પસાર થઈ. કટરા બનિહાલ રેલ્વે વિભાગ પર શનિવારે પહેલીવાર ટ્રેનનું પ્રાયોગિક સંચાલન સફળ રહ્યું. આ વિભાગ પર પ્રથમ વખત, કટરા-બનિહાલ સેક્શન પર ટ્રેન (indian railway)ચલાવવામાં આવી જે આવતા અઠવાડિયે અંતિમ વૈધાનિક સલામતી નિરીક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. નિરીક્ષણ પછી, રેલ્વે સુરક્ષા કમિશનર કાશ્મીરમાં રેલ સેવા શરૂ કરવા અંગેનો રિપોર્ટ સોંપશે.
આર્ક બ્રિજ' વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ
રેલ્વેએ ગયા મહિને ટ્રેકના જુદા જુદા ભાગો પર છ ટ્રાયલ હાથ ધર્યા, જેમાં ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ્વે બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને કૌરીમાં ચેનાબ નદી પર બનેલો પ્રખ્યાત આર્ક બ્રિજનો સમાવેશ થાય છે. આ 'આર્ક બ્રિજ' વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે.
આ પણ વાંચો -
રેલવે અધિકારીએ આપી મોટી માહિતી
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) ના મુખ્ય વહીવટી અધિકારી (CAO) સંદીપ ગુપ્તાએ જણાવ્યું કે, "અમે સુરક્ષા પરીક્ષણોના ભાગરૂપે પરીક્ષણ કર્યું. અમે આ પ્રાયોગિક પરીક્ષણનો ભાગ હતા અને તે સફળ રહ્યું." તેમણે કહ્યું, "રેલ્વે સુરક્ષા કમિશનર 7 અને 8 જાન્યુઆરીએ વૈધાનિક નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરશે. કમિશનર ત્યારબાદ એક રિપોર્ટ સબમિટ કરશે જે કાશ્મીર માટે ટ્રેન સેવાઓ શરૂ કરવા પર આગળની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે. અત્યાર સુધી બધું બરાબર રહ્યું છે. અમે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે કટરા પરત ફરીશું. જ્યારે કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી ટેસ્ટ રહેશે, તો તેઓ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરશે. આ ટેસ્ટ એ તૈયારીનો એક ભાગ છે.
આ પણ વાંચો -
ટ્રેન લગભગ 1.30 વાગ્યે બનિહાલ રેલવે સ્ટેશન પર પહોંચી.
કટરા અને બનિહાલની વચ્ચે, ટ્રેન બરફથી ઢંકાયેલા પહાડોમાંથી પસાર થઈ, જ્યાં પ્રકૃતિની સુંદરતા વચ્ચે એન્જિનિયરિંગની અજાયબી જોવા મળી. અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન લગભગ 1.30 વાગ્યે બનિહાલ રેલવે સ્ટેશન પર પહોંચી. આ પ્રોજેક્ટનો હેતુ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે રેલ જોડાણ સ્થાપિત કરવાનો છે. અંજી ખાડ બ્રિજની કુલ લંબાઈ 473.25 મીટર છે, જેમાંથી વાયડક્ટ 120 મીટર છે.