Elon musk એ સ્ટારશિપ વિસ્ફોટનો Video શેર કર્યો
- 'સફળતાની કોઈ ગેરંટી નથી, પણ મનોરંજનની સંપૂર્ણ ગેરંટી': Elon musk
- ટેક્સાસમાં રોકેટ બૂસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
- ખરતા તારાઓ જમીન પર પડી રહ્યા હતા તેવું લાગ્યું
Elon musk ના સ્પેસએક્સના નવા સ્ટારશિપ રોકેટ બૂસ્ટરમાં લોન્ચ થયા પછી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બૂસ્ટરના ઘણા ટુકડા થઈ ગયા હતા જેમાં પૃથ્વી પર આવી રહેલો આ કાટમાળ ઉલ્કા વર્ષા જેવો દેખાતો હતો. આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટારશિપ રોકેટ બૂસ્ટરની નિષ્ફળતા અને તેના વિસ્ફોટનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાયરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. અત્યાર સુધીમાં તેને 45 મિલિયન વખત જોવામાં આવ્યું છે
Success is uncertain, but entertainment is guaranteed! ✨
pic.twitter.com/nn3PiP8XwG— Elon Musk (@elonmusk) January 16, 2025
'સફળતાની કોઈ ગેરંટી નથી, પણ મનોરંજનની સંપૂર્ણ ગેરંટી'
આ વીડિયો સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાત એ છે કે એલોન મસ્ક દ્વારા વીડિયો સાથે આપવામાં આવેલ કેપ્શન. રોકેટ બૂસ્ટરના કાટમાળ પડતાંનો વીડિયો શેર કરતાં તેણે કેપ્શન આપ્યું - સફળતા નિશ્ચિત નથી, પરંતુ મનોરંજનની ખાતરી છે. તેમણે આ નિષ્ફળતાનો મજાકિયા રીતે ફાયદો ઉઠાવ્યો અને આ ઘટનાનો એક રોમાંચક વીડિયો શેર કર્યો.
ખરતા તારાઓ જમીન પર પડી રહ્યા હતા
આ વીડિયોમાં, એક રોકેટ આકાશમાં ઊંચે ઉડતું જોવા મળે છે અને અચાનક વિસ્ફોટ સાથે તેના ટુકડા થઈ જાય છે. પછી આ કાટમાળ સેંકડો ટુકડાઓમાં તૂટીને પૃથ્વી તરફ આવવા લાગે છે. આ દ્રશ્ય એવું લાગે છે કે જાણે તારા તૂટીને જમીન પર પડી રહ્યા હોય. આ ખરેખર એક અદ્ભુત દૃશ્ય હતું.
ટેક્સાસમાં રોકેટ બૂસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
આ ટેસ્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા તે અલગ વાત છે. આ મિશનની નિષ્ફળતાને કારણે તેની સાથે સંકળાયેલા લોકોના ઘણા પૈસા અને મહેનત વેડફાઈ ગઈ છે. તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ હતું. તેને અમેરિકાના ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ થયાની થોડી જ મિનિટોમાં, તે ટુકડાઓમાં વિસ્ફોટ થઈ ગયું હતુ.
આ પણ વાંચો: Alert: આ બે iPhone મોડેલ હેક થઈ શકે છે, ચાર્જિંગ પોઈન્ટ હેકર્સ માટે આશીર્વાદ!


