Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Darjeeling : બે હાથીઓ વચ્ચે થઈ લડાઈ, એકનું મોત; વન વિભાગે જણાવ્યું ઝઘડાનું કારણ

દાર્જિલિંગના જંગલમાં બે હાથીઓ વચ્ચે થયેલી લોહિયાળ લડાઈમાં એક મકાના હાથીનું મોત થયું છે. આ લડાઈ કેમ થઈ હતી તે અંગે વન અધિકારીઓએ જણાવ્યું છે.
darjeeling   બે હાથીઓ વચ્ચે થઈ લડાઈ  એકનું મોત  વન વિભાગે જણાવ્યું ઝઘડાનું કારણ
Advertisement
  • બાગડોગરાના જંગલોમાં બે હાથીઓ વચ્ચે લડાઈ
  • જંગલોમાં મકાના હાથીનું શબ મળી આવ્યું
  • વનવિભાગના અધિકારીઓએ દુઃખ વ્યક્ત કર્યું

Darjeeling forests : શા માટે પ્રાણીઓ લડે છે? એવું માનવામાં આવે છે કે પ્રદેશને લઈને જંગલી પ્રાણીઓ વચ્ચે ઘણીવાર લોહિયાળ લડાઈ થઈ છે. સિંહ, દીપડા અને હાથીઓમાં પણ આવું થાય છે. ત્યારે દાર્જિલિંગના કુર્સિયોંગ ડિવિઝનના બાગડોગરાના જંગલોમાં હાથીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અધિકારીએ કહ્યું કે આ લડાઈ કદાચ પ્રદેશને લઈને થઈ હશે.

એક અધિકારીએ જણાવ્યું કે, દાર્જિલિંગના કુર્સિયોંગ ડિવિઝનમાં બાગડોગરાના જંગલોમાં મકાના હાથી (દાંતુ વગરનો નર હાથી) નું શબ મળી આવ્યું છે. આસિસ્ટન્ટ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (SDFO) રાહુલ દેબ મુખર્જીના જણાવ્યા મુજબ, એક ટસ્ક્ડ હાથી અને એક મકાના હાથી વચ્ચે લડાઈ થઈ હતી, જે પછી જંગલમાં એક હાથી મૃત હાલતમાં મળી આવ્યો છે.

Advertisement

હાથીઓની લડાઈ અંગે અધિકારીઓએ શું કહ્યું?

અધિકારીએ કહ્યું કે બે પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ પ્રાદેશિક મુદ્દાઓને કારણે થયો હતો. તેમણે કહ્યું કે લડાઈમાં મકાના હાથી ઘાયલ થયો હતો. SDFOએ કહ્યું કે બાગડોગરાના જંગલમાં ટસ્ક્ડ હાથી અને મકાના હાથી વચ્ચે લડાઈ થઈ હતી. ટસ્ક્ડ હાથી સ્થાનિક છે, જ્યારે મકાના હાથી આસપાસના જંગલોમાંથી આવ્યો હશે. લડાઈ પછી મકાના હાથી ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘણું લોહી વહી ગયું.

Advertisement

આ પણ વાંચો : Himachal Pradesh : મંડીનો ત્સેચુ મેળો પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનુ કેન્દ્ર , લામા નૃત્ય છે મુખ્ય આકર્ષણ

હાથીનો મૃતદેહ મળી આવ્યો

રવિવારે સવારે હાથીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ હવે વન અધિકારીઓ આ લડાઈમાં સામેલ હાથી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વનવિભાગ વતી દુઃખ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે અમે ઘાયલ હાથીને બચાવી શક્યા નથી. પોસ્ટમોર્ટમ પછી, હાથણીના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

પલામુમાં પણ સંઘર્ષ થયો હતો

આ પહેલા પલામુ ટાઈગર રિઝર્વના બેટલા જંગલ વિસ્તારમાં પણ બે હાથીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં એક હાથીને ગંભીર ઇજા પહોંચી હતી. આ હાથીની વન વિભાગની ટીમ અને તબીબો દ્વારા સંયુક્ત રીતે સારવાર કરવામાં આવી હતી પરંતુ આ હાથીને પણ બચાવી શકાયો ન હતો. પોસ્ટમોર્ટમ બાદ હાથીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રેલ્વે ફાટક બંધ હતું તો ખભા પર બાઈક ઉઠાવી પાર કર્યો ટ્રેક, જુઓ Video

Tags :
Advertisement

.

×