UP News: આ મહિલા કંડક્ટર બાળકને છાતીએ બાંધી આપે છે મુસાફરોને ટિકીટ, વાંચો વધુ
ઉત્તર પ્રદેશ(UP)માં મહિલા કંડક્ટરે પુરુ પાડ્યું મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
- બાળકને છાતીએ બાંધી બજાવે છે પોતાની ફરજ
- મુસાફરો મહિલાના કરી રહ્યા છે વખાણ
UP News: ઘર કામ કરતી મહિલાઓ માટે ઘર અને પ્રોફેશનલ જવાબદારીઓ સંભાવળવી એક મોટો પડકાર છે. છતાં લાખો મહિલાઓ છે જે તેમના ઘર અને વ્યાવસાયિક જીવનને સારી રીતે સંભાવળવામાં સફળ રહે છે. જાલૌનની રહેવાસી નિધિ તિવારી આનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગમાં બસ કંડક્ટર(Bus Conductor) તરીકે કામ કરે છે. તે તેમના ઘર અને વ્યાવસાયિક જીવનને એક સાથે સારી રીતે સંભાળ રાખે છે. કેવી રીતે આવો જાણીએ આ આર્ટિકલમાં.
વીડિયોમાં શું દેખાઈ છે?
નિધિ તિવારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની છાતીએ બાળકને દુપટ્ટાથી બાંધીને પોતાની ફરજ નિભાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નિધિ તિવારી બસની અંદર પોતાના બાળકને દુપટ્ટાથી છાતીએ બાંધેલું છે. તેના એક હાથમાં ટિકિટ મશીન પણ છે, અને મુસાફરોને ટિકીટ આપતી દેખાઈ છે.
કોણ છે નિધિ તિવારી?
જાણકારી અનુસાર નિધિ તિવારી જાલૌનના ઈટ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની રોડવેઝ બસ સેવાના ઓરાઈ ડેપોમાં મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. નિધિ તિવારીના જણાવ્યા અનુસાર તેનો પતિ મોહિત ઈ-રિક્ષા ડિસ્ટ્રિબ્યુટર માટે કામ કરે છે. આ દંપતીના પ્રેમલગ્ન થયા હતા. તેમને એક પુત્ર છે, જે હવે લગભગ એક વર્ષનો છે. બાળકને ફરજ દરમિયાન સાથે લાવવાનું કારણ એટલું જ છે કે પારિવારીક સ્થિતિ જોઈને અલગ રહે છે. પરિવારમાં અન્ય કોઈ બાળકની કોઈ સંભાળ લઈ શકતું નથી.
લોકો કરી રહ્યા છે સરાહના
નિધિએ કહ્યું કે તેનો પતિ કામ માટે બહાર છે. તેનો દીકરો ખૂબ નાનો છે, અને તે તેને એકલો છોડી શકતી નથી. તેથી તે તેની માતાની જવાબદારીઓ સાથે તેનું કામ સંભાળે છે. નિધિએ વધુમાં કહ્યું કે તે સવારે 6 વાગ્યે તેના બાળક સાથે નીકળી જાય છે અને ઓરાઈ ડેપો પહોંચે છે. ત્યાંથી તે ઝાંસી જતી બસમાં કામ કરે છે. જ્યારે બાળકને રસ્તામાં ભૂખ લાગે છે, ત્યારે તે તેને બોટલથી દૂધ પીડાવે છે અને બીજા હાથથી મુસાફરોને ટિકિટ આપે છે. માતૃત્વની ફરજો અને નોકરીની જવાબદારીઓને નિભાવવાની ઉત્સુકતાની લોકો સરાહના કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Bhuj News: જેલમાં કેદીઓ મોબાઈલ વાપરતાં પકડાયા, ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી
આ પણ વાંચોઃ અમદાવાદ સ્થિત શરદ પવારની પાર્ટી NCPના કાર્યાલય પર IT વિભાગના દરોડા


