Video: પોલીસ ચોકી ઇન્ચાર્જે વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો, જુઓ Viral Video
- વારાણસીના પોલીસ સ્ટેશનની એક ચોંકાવરની ઘટના
- પોલીસ ચોકીની ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ
- પોલીસ ઇન્ચાર્જે વિદ્યાર્થીને બેરહેમીથી માર્યો
Video : સૌ કોઈ જાણે છે કે પોલીસ આપણા રક્ષણ માટે છે અને તેમના કારણે આપણે સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. પરંતુ જો પોલીસ જ ભક્ષક બની જાય, તો? આવું જ કંઈક વારાણસીના લંકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું છે. સંકટમોચન પોલીસ ચોકીની આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં (Viral Video)વાયરલ થઈ રહી છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારતો દેખાઈ રહ્યો છે.
વીડિયોમાં શું છે ?
અહેવાલો અનુસાર વીડિયોમાં(Video), પોલીસ ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદી વિદ્યાર્થીઓને વાળ પકડીને ખેંચતા, જમીન પર પછાડતા અને લાકડીથી મારતા જોવા મળ્યા હતા. આ વીડિયો હાલ અત્યાર સૌશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે પ્રકાશમાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી અને ચોકીના ઇન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા.
આ પણ વાંચો -ગ્લોબલ ઇન્ફ્લુએન્સર Kristen Hanby ભારતની મુલાકાતે, દેશી ચંપી અને ઓટો સવારીની માણી મજા
સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે
કોઈએ ગુપ્ત રીતે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં પોલીસની દાદાગીરી જોઈને લોકો ગુસ્સે ભરાયા અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠાવવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના સાકેત નગર વિસ્તારમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે થયેલી અથડામણ સાથે સંબંધિત છે. ગયા અઠવાડિયે, વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા હતા.
આ પણ વાંચો -VIDEO: રાજસ્થાનમાં છવાઈ બરફની ચાદર,આ વિસ્તારમાં કરા પડ્યા!
આ ઘટના સંકટમોચન મંદિર પાસે આવેલી પોલીસ ચોકી પર બની હતી. પોલીસ ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદીએ એક વિદ્યાર્થીના વાળ પકડીને નીચે ફેંકી દીધા અને તેને નિર્દયતાથી માર માર્યો. વિદ્યાર્થી પોતાની નિર્દોષતાનો આગ્રહ રાખતો રહ્યો અને બજરંગબલીના નામે મુક્ત થવાની વિનંતી કરતો રહ્યો. પણ પોલીસ અધિકારી અટક્યા નહીં. તેવી જ રીતે, અન્ય એક વિદ્યાર્થી પર પણ થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો હતો.