Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : બિરયાનીના વખાણ કરતા ઘાયલ આશિકે કહ્યું, 'કિસીસે પ્યાર....!'

Viral : વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ વોટ્સએપ ચેટનો છે. તેમાં જોવા મળે છે કે, ફૂડની ડિલિવરી થઇ ગયા પછી, ફૂડ ડિલિવરી બોય મેસેજ કરે છે
viral   બિરયાનીના વખાણ કરતા ઘાયલ આશિકે કહ્યું   કિસીસે પ્યાર
Advertisement
  • શોપના માલિક અને ગ્રાહક વચ્ચેની વાત વાયરલ
  • માલિક બિરયાની અંગે પુછે છે ગ્રાહક તુટેલા દિલ સાથે સલાહ આપે છે
  • કોમેન્ટ બોક્સમાં યુઝર્સને મજા પડી જાય તેવી કોમેન્ટોનો મારો થાય છે

Viral : દરરોજ લોકો સોશિયલ મીડિયા (Social Media) પર અલગ અલગ વસ્તુઓ પોસ્ટ કરતા રહે છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર છો, અને દરરોજ થોડો સમય સક્રિય રહો છો, તો તમારી ટાઈમલાઈન (Time Line) પર પણ અનેક પ્રકારની પોસ્ટ્સ આવતી જ હશે. તેમાં ક્યારેક રમુજી અને આશ્ચર્યજનક વીડિયો જોવા મળે છે અને ક્યારેક એક બીજા કરતા સારા ફોટા પણ મળી આવે છે. આ ઉપરાંત, ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીનશોટ વાયરલ (Viral Screen Shot) થતા જોવા મળે છે. હાલમાં પણ એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, અને તેમાં બે લોકો વચ્ચે વાતચીત જોવા મળે છે. જેમાં બિરયાનીના વખાણ કર્યા બાદ ઘાયલ આશિકની લાગણી છલકાઇ જાય છે. અને તે પ્રેમમાં પડવા અંગેની સલાહ આપીને પોતાનું મન હળવું કરે છે.

વાયરલ સ્ક્રીનશોટમાં તમે શું જોયું ?

હાલમાં વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ વોટ્સએપ ચેટનો (WhatsApp Chat Viral) છે. તેમાં જોવા મળે છે કે, ફૂડની ડિલિવરી થઇ ગયા પછી, ફૂડ ડિલિવરી બોય મેસેજ કરે છે કે, તમારું ભોજન પહોંચાડી દેવામાં આવ્યું છે. આ પછી ગ્રાહક મેસેજ કરે છે કે હા, બિરયાની સારી હતી. હવે આ પછી ડિલિવરી બોય તેને સલાહ માંગે છે કે જો કોઈ સૂચન હોય તો સુધારી શકાય છે. જો કે, આ વાતચીતમાં અચાનક ગ્રાહક લખે છે, 'ક્યારેય કોઈના પ્રેમમાં ના પડતો.' આ વાંચ્યા પછી, તે આભાર લખીને વાતચીતનો અંત કરે છે.

Advertisement

વાયરલ પોસ્ટ અહીં જુઓ

તમે હમણાં જ જે પોસ્ટ અંગે વાત કરી તે X પ્લેટફોર્મ પર @Riocasm નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ પોસ્ટ જોઈ છે. પોસ્ટ જોયા પછી, લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું - ગુડબાય સર, હું ક્યારેય કોઈને પૂછીશ નહીં. બીજા યુઝરે લખ્યું - દિલ તૂટેલા પ્રેમી પાસેથી કંઈ પણ પૂછો, પીડા વ્યક્ત થાઇ જ જાય છે. ત્રીજા યુઝરે લખ્યું - મેં એક સૂચન માંગ્યું, તેણે જીવનનો પાઠ આપ્યો. અન્ય યુઝરે લખ્યું - ભાઈ, તેણે બિરયાની પછી બે પેગ ખાધા હશે, તે તેના ભૂતપૂર્વને યાદ કરી રહ્યો હશે.

Advertisement

આ પણ વાંચો ----- Western Toilet એ ગામડાના છોકરાને મૂંઝવ્યો, નિર્દોશ હરકત જોઇ યુઝર્સ બોલ્યા - આ તો અમારી સાથે પણ..!

Tags :
Advertisement

.

×