66 વર્ષ પહેલાના સોનાના બિલે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો કિંમત
- 1959 નું Gold jewelry bill વાયરલ થઈ રહ્યું છે
- આજે 1 તોલા Gold price 72,600 રૂપિયાથી વધુ
- પોસ્ટને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લાઈક્સ મળ્યા
Viral gold bill of 1959 : એક સમય હતો જ્યારે રૂપિયાની કિંમત ઘણી મહત્વની હતી અને વસ્તુઓ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ હતી. તમે તમારા માતા-પિતા અથવા દાદા-દાદી પાસેથી એવી વાર્તાઓ સાંભળી હશે કે કેવી રીતે માત્ર એક રૂપિયામાં કેટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ હતી, જેની આજના સમયમાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યારે Gold price પણ ઘણી ઓછી હતી.
1959 નું Gold jewelry bill વાયરલ થઈ રહ્યું છે
હાલમાં જ સોશ્યિલ મીડિયા પર 1959 નું Gold jewelry bill વાયરલ થઈ રહ્યું છે. આ બિલમાં 1 તોલા Gold price દર્શાવવામાં આવી છે. આ બિલ જોતાં જ તમે આશ્ચર્યચક્તિ થઈ જશો. તે સમયે કિંમતો આજની સરખામણીમાં અકલ્પનીય હતી અને આ વાયરલ બિલ તે યુગની ઝલક આપે છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં પાણીપુરીની લારીવાળાની વર્ષે 40 લાખ રૂપિયાની કમાણી, GST વિભાગે ફટકારી નોટિસ
View this post on Instagram
આજે 1 તોલા Gold price 72,600 રૂપિયાથી વધુ
આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @upscworldofficial પર 1959 ના jewelry bill ની તસ્વીર શેર કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ બિલ એક Jewelry Shop નું છે. આજે 1 તોલા Gold price 72,600 રૂપિયાથી વધુ છે, પરંતુ 66 વર્ષ પહેલાની કિંમત સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલા આ 1959ના બિલમાં 1 તોલા Gold price માત્ર 113 રૂપિયા જણાવવામાં આવી છે.
પોસ્ટને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લાઈક્સ મળ્યા
આ બિલ મરાઠી ભાષામાં લખાયેલું છે અને મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની પ્રખ્યાત Jewelry Shopનું છે. ગ્રાહકનું નામ શિવલિંગ આત્મારામ છે, જેણે તે સમયે કુલ રૂ. 909 માં સોના-ચાંદીની વસ્તુઓ ખરીદી હતી. આ પોસ્ટને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં ઇન્ફ્લુએન્ઝરનો Instagram પર લાઈવ આપઘાત, ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


