Viral Photos : દુનિયાની સૌથી ખતરનાક પરિસ્થિતિમાં સૌથી પ્રેમાળ ક્ષણના ફોટોઝ થયા વાયરલ
- ખતરનાક કુદરતી પરિસ્થિતિમાં કર્યુ પ્રપોઝ
- પ્રેમીએ અતિ ઝડપે ફૂંકાતા વાવાઝોડામાં પ્રેમિકાને પ્રપોઝ કર્યુ
- પ્રપોઝના વાયરલ ફોટોઝ પર યુઝર્સ કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ્સ
Viral Photo : પોતાના પ્રેમની રજૂઆત કરવી એ કોઈપણ માટે સૌથી મહત્વની ક્ષણ હોય છે. આ ક્ષણને યાદગાર બનાવવા પ્રેમીઓ અવનવી અભિવ્યક્તિ કરતા હોય છે. આવા જ એક પ્રેમીએ પોતાના પ્રેમની અભિવ્યક્તિ માટે સૌથી ખતરનાક પરિસ્થિતિ પસંદ કરી છે. જો કે આ પ્રેમની અભિવ્યક્તિના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર કરી રહ્યા છે રંગબેરંગી કોમેન્ટ્સ.
યાદગાર ક્ષણ
બે પ્રેમીઓ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિની ક્ષણ કાયમ માટે યાદગાર બની જતી હોય છે. આવું જ એક યાદગાર પ્રપોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક પ્રેમી ખતરનાક ઝડપે ફૂંકાતા વાવાઝોડામાં પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરે છે. બ્રાયસ શેલ્ટન (Bryce Shelton) અને પેગી બાર્ડોમાસ (Peggy Bardomas) નામના આ બંને પ્રેમીઓ ઘણા વર્ષોથી ઓનલાઈન મિત્રો હતા. બંનેનો રસનો વિષય હવામાન હતો. તેથી પ્રેમી બ્રાયસ શેલ્ટને પોતાની પ્રેમીકા પેગી બાર્ડોમાસને પ્રપોઝ કરવા માટે એક એવી પરિસ્થિતિ પસંદ કરી જેનાથી સામાન્ય લોકો ખૂબ ડરતા હોય છે. પ્રેમી બ્રાયસે ખતરનાક ઝડપે અમેરિકાના સાઉથ ડકોટા (South Dakota) માં ફૂંકાતા વાવાઝોડામાં પ્રેમીકાને પ્રપોઝ કર્યુ.
How on earth could this day ever be topped. Experienced this in South Dakota with the love of my life and now FIANCE as he proposed in the most epic way imaginable. Cannot wait to spend the rest of my life with you @BryceShelton01 ❤️😭 pic.twitter.com/YwaaLF9tMm
— Paige Berdomas🌪 (@tornadopaigeyy) June 29, 2025
આ પણ વાંચોઃ માતાની બોલિંગ સામે ક્લીન બોલ્ડ થયો શ્રેયસ ઐયર, જુઓ સરપંચનો Out થતો Video
ફોટોઝ થયા વાયરલ
અમેરિકાના સાઉથ ડાકોટામાં એક પ્રેમીએ તોફાની હવામાનમાં અને ખતરનાક વાવાઝોડા વચ્ચે તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યુ છે. વાવાઝોડા વચ્ચે આ પ્રપોઝની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. @BrandonCopicWx નામના યુઝરે આ ફોટો X પર પોસ્ટ કર્યો અને લખ્યું - @BryceShelton01 અને @tornadopaigeyy ને તેમની સગાઈ બદલ અભિનંદન ! અત્યાર સુધીમાં આ પોસ્ટને 1 કરોડ 70 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે પોસ્ટને 38 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. આ પ્રપોઝના ફોટોઝ જોયા પછી યુઝર્સ અને નેટિઝન્સ આ ઘટના પર રંગબેરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પ્રપોઝ કરવા માટે ખતરનાક કુદરતી વાતાવરણ પસંદ કર્યુ. બીજા યુઝરે લખ્યું કે, પ્રેમીની સાહસવૃત્તિને સલામ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ બંને પ્રેમીઓ આ પ્રપોઝ મોમેન્ટ ક્યારેય ભૂલી નહીં શકે. ચોથા યુઝરે લખ્યું કે, પ્રેમિકા ડરી જાય તેવી સ્થિતિમાં પ્રપોઝ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ?


