Viral Video : ભારે વરસાદમાં શાકભાજી વેચતી ગરીબ અને લાચાર મહિલાની મદદે આવ્યો 'દેવદૂત'
- ભારે વરસાદમાં શાકભાજી વેચતી મહિલાને દેવદૂતનો ભેટો થયો
- મહિલાની લાચારી જોઈ એક વ્યક્તિનું હૃદય પીગળી ગયું
- બધી જ શાકભાજી ખરીદીને કિંમત રોકડ રકમમાં ચૂકવી દીધી
- આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 2 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે
Viral Video : અત્યારે ભારતમાં ચોમાસુ વરસાદ વરસી રહ્યો છે. જો કે મેઘરાજાએ ક્યાંક મહેર તો ક્યાંક કહેરની સ્થિતિ પેદા કરી દીધી છે. વરસાદને લીધે એક તરફ ખેડૂતો ખુશ છે તો બીજી તરફ ગરીબો, બેઘર અને ફૂટપાથ પર વસ્તુઓ વેચતા નાના વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવી જ એક ગરીબ મહિલા ભારે વરસાદમાં શાકભાજી (Vegetables) વેચવા માટે હાલાકી ભોગવી રહી હતી. આ મહિલા આવતા જતા દરેકને શાકભાજી ખરીદવા માટે આજીજી કરતી હતી. જો કે દરેકે તેને અવગણી હતી. આ સ્થિતિમાં લાચાર ગરીબ મહિલા રડવા લાગી હતી. બસ તે જ ક્ષણે એક વ્યક્તિએ આવીને તેને મદદ કરી હતી.
કેવી રીતે મદદ કરી ?
વરસતા વરસાદમાં એક ગરીબ અને લાચાર મહિલા શાકભાજી વેચી રહી હતી. આ મહિલાના અથાક પ્રયત્નો વચ્ચે તેને શાકભાજી વેચવામાં સફળતા મળતી નહતી. તેણી થાકી હારીને પોતાની દરિદ્રતા અને લાચારી પર રડવા લાગી હતી. આ જ સમયે એક વ્યક્તિ તેની પાસે આવે છે. આ વ્યક્તિ તેની બધી જ શાકભાજી ખરીદી લે છે. શાકભાજીની કિંમત જેટલા રોકડા રુપિયા આ મહિલાના હાથમાં મુકી દે છે. મહિલા પાસેથી શાકભાજી ખરીદીને આ વ્યક્તિ નજીક ઉભેલી ગાયને આ શાકભાજી ખવડાવી દે છે. જે સૂચવે છે કે આ દેવદૂત (Angel) સમાન વ્યક્તિને શાકભાજીની કોઈ જરુર નથી પરંતુ વરસતા વરસાદમાં ગરીબ મહિલાની લાચારી જોઈને તેનું હૃદય દ્રવી ઉઠે છે. આ વ્યક્તિ ખૂબ જ ભાવૂક થઈને ગરીબ મહિલાને મદદ કરવા માટે આ ખરીદી કરે છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Elon Musk ની કંપની SpaceX નું સ્ટારશીપ રેકોટ બન્યું અગન ગોળો
વીડિયો થયો વાયરલ
શાકભાજી વેચતી ગરીબ મહિલાને ભારે વરસાદમાં મદદરુપ થતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @iamhussainmansuri નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 2 કરોડથી વધુ વ્યૂઝ મળી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો પર ખૂબ ભાવુક કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, માનવતા હજૂ સુધી મરી પરવારી નથી. બીજા યુઝરે લખ્યું કે, આ ખરીદાર સાચે જ દેવદૂત છે. ત્રીજા યુઝરે લખ્યું કે, ગરીબ મહિલાને ભર વરસાદમાં સાચી મદદ મળી. ચોથા યુઝરે લખ્યું કે, આવા જ દિલદારોની દેશમાં જરુર છે.
આ પણ વાંચોઃ Viral Video : કોબ્રાના પેટમાંથી 1 ફૂટ લાંબી છરીને બહાર કાઢીને રેસ્ક્યૂ કરાતો વીડિયો થયો વાયરલ


