Cyclist viral video : શુ આ ખરેખર 'યમરાજનો ભત્રીજો' છે? સાયકલ સવારનો આ જીવલેણ સ્ટંટ જુઓ.
- સોશિયલ મીડિયા પર વધુ એક સાયકલ સ્ટંટનો વીડિયો વાયરલ (viral video dangerous stunt)
- યુવક જીવના જોખમે સાયકલ પર કરી રહ્યો છે ભયંકર સ્ટંટ
- મોતને હાથતાળી આપતો હોય તેમ ગાડીની એકદમ નજીકથી થાય છે પસાર
Cyclist viral video : આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોવાથી, દિવસનો થોડો સમય તો તેઓ ચોક્કસપણે સોશિયલ મીડિયા પર વિતાવે છે. બાળકોથી લઈને વડીલો સુધી, દરેક કોઈને કોઈ પ્લેટફોર્મ પર સક્રિય હોય છે.
જો તમે પણ સોશિયલ મીડિયા પર નિયમિતપણે સક્રિય રહેતા હો, તો તમે જાણતા જ હશો કે દરરોજ અસંખ્ય વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેણે દર્શકોને આશ્ચર્ય અને ભયભીત કરી દીધા છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે, પરંતુ તે સામાન્ય રીતે સાયકલ ચલાવવાને બદલે અત્યંત જોખમી સ્ટંટ કરી રહ્યો છે. તે સામેથી આવતી ગાડીઓ અને બાઈકની બરાબર સામે સાયકલ લઈને જાય છે અને છેલ્લી ક્ષણે એકદમ નજીકથી કટ મારીને પોતાની સાયકલને બાજુમાંથી કાઢે છે. આ ડેરીંગ સ્ટંટ તે એક કે બે વાર નહીં, પરંતુ વારંવાર કરે છે.
Yamraj ka bhatija 💀 pic.twitter.com/kJeyBRH75z
— 🐼 (@Siimplymee1234) September 12, 2025
જીવલેણ સ્ટંટથી લોકો હેરાન ( viral video dangerous stunt)
દરેક વખતે તે મોતને હાથતાળી આપતો હોય તેમ ગાડીની એકદમ નજીકથી પસાર થાય છે. તેનો આ જીવલેણ સ્ટંટ મોતને ખુલ્લું આમંત્રણ આપવા જેવું જ છે અને જો ક્યારેય પણ ટાઈમિંગનો સહેજ પણ ફેરફાર થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. જોકે, વીડિયોમાં સદનસીબે એવું કંઈ થતું નથી અને તેથી જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
આ વીડિયોને X (પહેલાંનું ટ્વિટર) પર @Siimplymee1234 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, 'યમરાજનો ભત્રીજો.' આ વીડિયો જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, 'અરે ભાઈ, આટલો શું મરવાનો શોખ છે?' જ્યારે બીજા યુઝરે લખ્યું, 'આ ખૂબ જ ખોટું છે.' અન્ય એક યુઝરે તો સીધું જ પૂછ્યું, 'શું આને જલ્દી મરવાની ઈચ્છા છે?' ચોથા યુઝરે કહ્યું, 'આ ડરે કે ન ડરે, સામેવાળો વ્યક્તિ ચોક્કસ ડરી જશે.'
AI દ્વારા બનાવેલો વીડિયો? (Cyclist viral video)
જોકે, કેટલાક યુઝર્સે આ વીડિયોને એડિટેડ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. આ પ્રકારના જોખમી સ્ટંટ માત્ર કરનાર વ્યક્તિ માટે જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Viral : ઇન્ટરનેટ પર નાદાન પત્નીનો વીડિયો છવાયો, યુઝર્સે કહ્યું,'આવો સાથી બધાને મળે'


