ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video : ફેમસ કોચ ખાન સરે પોતાના લગ્નની કરી જાહેરાત, વીડિયો થયો વાયરલ

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ફેમસ કોચ અને યુટ્યુબર ખાન સર (Khan Sir) એ લગ્ન કરી લીધા છે. તેમણે પોતે વીડિયોમાં લગ્નની જાહેરાત કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
07:13 PM May 27, 2025 IST | Hardik Prajapati
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ફેમસ કોચ અને યુટ્યુબર ખાન સર (Khan Sir) એ લગ્ન કરી લીધા છે. તેમણે પોતે વીડિયોમાં લગ્નની જાહેરાત કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
Khan Sir Gujarat First

Viral Video : ભારતના ફેમસ કોચ અને યુટ્યુબર ખાન સર (Khan Sir) એ લગ્ન કરી લીધા છે. તેમણે પોતે જ એક વીડિયોમાં આ લગ્નની જાહેરાત કરી છે. તેઓ વિદ્યાર્થીઓને લગ્નની પાર્ટી આપવા માટેની તારીખ પણ જણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં Viral થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

ખાન સરે જાતે આપી માહિતી

ફેમસ કોચ અને યુટ્યુબર Khan Sir એ એક વીડિયોમાં પોતાના લગ્નની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે લગ્ન કરી લીધા છે. હવે તેઓ વિદ્યાર્થીઓને લગ્નની પાર્ટી પણ આપવાના છે. તેમણે પાર્ટી માટે 6 જૂનની આસપાસની તારીખ નક્કી કરશે તેમ જણાવ્યું છે. પોતાના લગ્નની જાહેરાત કરતી વખતે તેમણે એક મોટી વાત કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું આ વાત વિદ્યાર્થીઓને એટલા માટે જણાવું છું કે, મારુ અસ્તિત્વ તેમના લીધે છે.

આ પણ વાંચોઃ  Viral Video : પત્નીનો થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ કરી સ્પષ્ટતા

અભિનંદન આપતી વિશિષ્ટ કોમેન્ટ્સ

ખાન સર પોતે પોતાના લગ્નની જાહેરાત કરે છે તે વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટિઝન્સ અભિનંદન પણ આપી રહ્યા છે. આ અભિનંદન માટે યુઝર્સ વિશિષ્ટ કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં Khan Sir ની અભિવ્યક્તિની શૈલી યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ખાન સરને તેમના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન. બીજા યુઝરે લખ્યું કે, મેડમનો ફોટો બતાવો. ત્રીજા યુઝરે લખ્યું કે, લગ્ન માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ચોથા યુઝરે લખ્યું કે, આ જ કારણ છે કે આ માણસ સફળ છે. ખાન સરની લગ્નની જાહેરાતનો વીડિયો X પર @BhanuNand યુઝરે પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે ખાન સરે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા.

આ પણ વાંચોઃ  Viral Video: એક પગ કબરમાં.....પણ કાકાથી નથી છુટી રહી બે પેગ મારવાની લત- વીડિયો જોઈને તમે પણ હસશો

Tags :
announcing marriageFamous Coachgot marriedGujarat FirstGUJARAT FIRST NEWSKhan SirKhan Sir's marriageOperation Sindoorviral video colorful commentsYouTuber
Next Article