Viral Video : મહિલા ફોરેસ્ટ ઓફિસરે માત્ર 6 મિનિટમાં 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાનું રેસ્ક્યૂ કર્યુ, વીડિયો થયો વાયરલ
- કેરળમાં 16 ફૂટના લાંબા કિંગ કોબ્રાનું રેસ્ક્યૂ એક મહિલા ફોરેસ્ટ ઓફિસરે કર્યુ
- આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- યુઝર્સ અને નેટિઝન્સ મહિલા ઓફિસરની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે
Viral Video : કેરળના જંગલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ફોરેસ્ટ ઓફિસર અતિશય ઝેરી મનાતા 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાનું રેસ્ક્યૂ કરી રહી છે. આ મહિલા ઓફિસર છે જી. એસ. રોશની (G.S. Roshni) . આ મહિલા બહાદુરી પૂર્વક નાનકડા ઝરણાના છીછરા પ્રવાહમાંથી માત્ર સ્નેક સ્ટિક વડે ખૂબ કુનેહપૂર્વક 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાનું રેસ્ક્યૂ કરે છે. આ વીડિયો નિવૃત્ત વન અધિકારી સુશાંત નંદા (Sushant Nanda) દ્વારા શેર કરવામાં આવ્યો છે.
કુનેહપૂર્વક કરાયું રેસ્ક્યૂ
કેરળના જંગલમાં નાનકડા ઝરણાથી સજ્જ એક મનોરમ્ય વિસ્તાર છે. જ્યાં સામાન્ય રીતે સ્થાનિકો અને ગ્રામ્યજનો સ્નાન માટે અવારનવાર આવતા હોય છે. આ સ્થળે ઝરણાના કિનારે એક વિશાળ કિંગ કોંબ્રા પહોંચી જતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ સત્વરે વન વિભાગને જાણ કરી હતી. ખબર મળતા જ મહિલા ફોરેસ્ટ ઓફિસર જી. એસ. રોશની મદદનીશ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેણીએ કુનેહપૂર્વક 16 ફૂટ લાંબા કોબ્રાનું રેસ્ક્યૂ કર્યુ હતું. રેસ્ક્યૂ કરાયા બાદ કોબ્રાને દૂર જંગલના અંતરિયાળ વિસ્તારમાં સહી સલામત છોડી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO: દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો,કરતૂત CCTVમાં કેદ
યુઝર્સ અને નેટિઝન્સ કરી રહ્યા છે પ્રશંસા
મહિલા ફોરેસ્ટ ઓફિસર જી. એસ. રોશનીએ કેરળના જંગલોમાં 16 ફૂટ લાંબા કોબ્રાનું કુનેહપૂર્વક રેસ્ક્યૂ કર્યુ તે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદા (Sushant Nanda) એ શેર કર્યો છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, જંગલની રાણીઓને સલામ. ફોરેસ્ટ ઓફિસર જી.એસ. રોશની (G.S. Roshni) એ 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાને બચાવ્યો. આ પહેલી વાર હતું જ્યારે તે આ પ્રજાતિના સાપને સંભાળી રહી હતી, જ્યારે તેણી પહેલાથી જ 800 થી વધુ સાપને બચાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે રોશનીના હિંમત અને શાંત સ્વભાવની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, રાણીએ રાજાને સંભાળ્યો, તે ખરેખર પ્રેરણાદાયી છે. બીજાએ લખ્યું, IFS અધિકારીઓ અને ફોરેસ્ટ ગ્રાઉન્ડ સ્ટાફ જ વાસ્તવિક ફરજ બજાવે છે. તેમને IAS કરતા વધુ સન્માન મળવું જોઈએ. ત્રીજા યુઝરે કહ્યું, તેની બહાદુરીને સલામ. પીટીઆઈ અનુસાર, જી.એસ. રોશની છેલ્લા 8 વર્ષથી કેરળ વન વિભાગમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં 800 થી વધુ ઝેરી અને બિન-ઝેરી સાપને બચાવી ચૂકી છે, પરંતુ આ તેણીનો પહેલો કિંગ કોબ્રા રેસ્ક્યુ હતો અને તેણે આ કામ કુનેહપૂર્વક કર્યુ.
આ પણ વાંચોઃ Viral Video : ડેટ્રોઈટમાં અનોખા અંતિમ સંસ્કાર કરાયા, 4 લાખ રુપિયાનો વરસાદ કર્યો