ગ્લોબલ ઇન્ફ્લુએન્સર Kristen Hanby ભારતની મુલાકાતે, દેશી ચંપી અને ઓટો સવારીની માણી મજા
- Kristen Hanby ની ભારત મુલાકાત અને સ્ટ્રીટ મસાજ
- હાસ્યથી ભરપૂર Kristen Hanby ની ભારત મુલાકાત
- Kristen Hanby અને Jackson Doherty ની ઓટો સવારી
- India ના મસાજ અને ઓટો રિક્ષાની મજા માણતો Kristen Hanby
Kristen Hanby Viral Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વીડિયો કે કન્ટેન્ટ ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી લે છે અને ચર્ચાનો હિસ્સો બની જાય છે. તાજેતરમાં જ એક એવો વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે, જે રિલીઝ થવાની સાથે જ વાયરલ થઈ ગયો. આ વીડિયો કોઈ સામાન્ય વ્યક્તિનો નથી, પરંતુ વિશ્વવિખ્યાત યુટ્યુબર અને ગ્લોબલ ઇન્ફ્લુએન્સર Kristen Hanby નો છે. આ વીડિયોમાં એવું શું ખાસ છે કે જેના કારણે લોકો તેની ચર્ચા કરી રહ્યા છે? ચાલો, આ વિશે વિગતે જાણીએ.
Kristen Hanby ની ભારતની પ્રથમ મુલાકાત
Kristen Hanby પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા છે અને તેઓ દેશની વિવિધતા, સંસ્કૃતિ અને રંગીન જીવનશૈલીને નજીકથી અનુભવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન તેણે મુંબઈના રસ્તાઓ પર એક અનોખો અનુભવ કર્યો, જેને તેણે પોતાના ફેન્સ સાથે શેર કરવા માટે વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં તે રસ્તાની બાજુએ કામ કરતા નાઈ પાસેથી ‘દેશી ચંપી’ એટલે કે પરંપરાગત માથાની માલિશ લેતા જોવા મળે છે. આ મસાજની શૈલી એટલી જોરદાર અને ઉત્સાહથી ભરેલી હોય છે કે તે જોનારને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.
View this post on Instagram
વીડિયોની ખાસિયત
આ વીડિયોમાં Kristen ને રસ્તાની બાજુએ જમીન પર બેસાડીને માથાની માલિશ કરવામાં આવે છે. નાઈ પરંપરાગત રીતે તેના માથા પર જોરથી થપથપાવે છે, ક્યારેક એવું લાગે છે જાણે હળવી થપ્પડ મારી રહ્યો હોય. પરંતુ Kristen આ દરમિયાન હસતા-હસતા આ અનુભવનો આનંદ લઈ રહ્યો છે. આ દેશી ચંપીની ખાસ વાત એ છે કે તે સામાન્ય મસાજથી અલગ, ખૂબ જ ઉર્જા અને જોમ સાથે કરવામાં આવે છે. Kristen ને આ પરંપરાગત શૈલી ખૂબ ગમી હોય તેવું લાગે છે, અને તેની ખુશી વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
સોશિયલ મીડિયા પર ધૂમ
Kristen Hanby એ આ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @kristenhanby પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "The famous Indian street massage." આ વીડિયોને શેર કર્યાના થોડા જ કલાકોમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. યુઝર્સે આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે અને તેના પર પોતાની રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
યુઝર્સની મજેદાર ટિપ્પણીઓ
આ વીડિયો જોયા બાદ યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ખૂબ જ મજેદાર ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, "ભાઈ, સાવધાન રહેજે, આ બધું કરતી વખતે કોઈ તારું ખિસ્સું ન કાપી નાખે!" બીજાએ મજાકમાં કહ્યું, "આને મસાજ નહીં, મારપીટ કહેવું જોઈએ, જેના માટે તેણે પૈસા પણ આપ્યા." ત્રીજા યુઝરે લખ્યું, "તારે પંજાબ જવું જોઈએ, ત્યાં સ્ટ્રીટ મસાજની અસલી મજા મળે છે." ચોથાએ પ્રશંસા કરતાં લખ્યું, "ભાઈ, તું આ કરે છે તે બહુ સરસ છે." આ ટિપ્પણીઓથી ખબર પડે છે કે લોકો આ વીડિયોને જોઈને માત્ર હસી રહ્યા નથી, પરંતુ તેની રમુજી શૈલીમાં પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ઓટો સવારીનો વધુ એક વાયરલ વીડિયો
Kristen Hanby નો માત્ર આ જ વીડિયો વાયરલ થયો નથી, પરંતુ બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેને વાયરલભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં Kristen Hanby અને તેના સાથી યુટ્યુબર Jackson Doherty ભારતમાં ઓટો રિક્ષાની સવારીની મજા લેતા જોવા મળે છે. ઓટો રોકાય છે તેની સાથે જ Jackson પેપરાઝીનું સ્વાગત કરે છે, જ્યારે Kristen "હર-હર મહાદેવ" બોલતા સાંભળવા મળે છે. આ દરમિયાન Jackson નીચે ઉતરીને પોતાની ટી-શર્ટ ઉતારે છે અને શરીર બતાવીને પોતાની બોડી ફ્લોન્ટ કરે છે, જેનાથી પેપરાઝી પણ ઉત્સાહિત થઈ જાય છે. Kristen આ ખાસ પળોને પોતાના ફોનના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
Kristen Hanby અને Jackson Doherty ની લોકપ્રિયતા
Kristen Hanby અને Jackson Doherty બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. Jackson Doherty ખાસ કરીને ફેસબુક પર પ્રખ્યાત છે, જ્યાં તેના 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ રમુજી વીડિયો, વ્લોગ અને ફોટા શેર કરીને લોકોનું મનોરંજન કરે છે. આ દિવસોમાં બંને ભારતમાં છે અને તેમના અનુભવોને ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.
દેશી ચંપીથી લઈને ઓટો સવારી
Kristen Hanby અને Jackson Doherty ના આ વીડિયો ભારતની સંસ્કૃતિ અને અનોખી જીવનશૈલીને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો એક શ્રેષ્ઠ પ્રયાસ છે. દેશી ચંપીથી લઈને ઓટો સવારી સુધીના તેમના અનુભવો લોકોને મનોરંજનની સાથે ભારતની વિવિધતા જોવાની તક આપે છે. આ વીડિયોની લોકપ્રિયતા અને યુઝર્સની પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ભારતની આ સરળ પરંતુ રસપ્રદ વસ્તુઓ વિદેશી મહેમાનો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે.
આ પણ વાંચો : Junko Furuta Case : 17 વર્ષની છોકરી પર 100 છોકરાઓએ ક્રૂરતાની હદ વટાવી, 400 વખત ગુજાર્યો દુષ્કર્મ


