Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : માત્ર 2 રુપિયાની રાખડી કેવી રીતે 50 રુપિયાની બની જાય છે, જૂઓ આ વાયરલ વીડિયોમાં...

બજારમાં 5થી લઈ 5000 રુપિયા સુધીની રાખડીઓ વેચાઈ રહી છે. જેમાં સસ્તી રાખડીઓને મોંઘી કરીને પણ વેચવામાં આવતી હોય છે. આવો જ એક વીડિયો થઈ રહ્યો છે વાયરલ.
viral video   માત્ર 2 રુપિયાની રાખડી કેવી રીતે 50 રુપિયાની બની જાય છે  જૂઓ આ વાયરલ વીડિયોમાં
Advertisement
  • સોશિયલ મીડિયામાં રાખડી વેચવાનો વીડિયો થયો વાયરલ (Viral Video)
  • કેવી રીતે 2 રુપિયાની રાખડી 50 રુપિયામાં વેચાય છે તે જૂઓ
  • આ વીડિયોને અત્યાર સુધી 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે

Viral Video : આ વર્ષે બજારમાં 5થી લઈને 5000 રુપિયા સુધીની રાખડીઓ વેચાતી જોવા મળી છે. બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે. જેમાં રુદ્રાક્ષ, સ્ટોન, સુખડ, મોતી, કાર્ટૂન, લાઈટ વાળી રાખડીઓનો સમાવેશ થાય છે. મિનિમલ ડિઝાઈનવાળી ટ્રેન્ડી રાખડીઓની પણ મોટા પાયે ખરીદી થઈ રહી છે. જો કે સસ્તી રાખડીને મોંઘી કરીને વેચતા વેપારીઓની પણ ભરમાર છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જણાવાયું છે કે સસ્તી રાખડીઓને કેવી રીતે મોંઘી કરીને વેચવામાં આવે છે.

સસ્તી રાખડીને મોંઘી કરીને વેચવાની ટ્રિક દર્શાવતો Viral Video

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સસ્તી રાખડીને મોંઘી કરીને વેચવાની ટ્રિક દર્શાવાઈ છે. જેમાં એક દુકાનદાર રક્ષાબંધન માટે રાખડીઓનું પેકેજિંગ કરવાનો જાદુ બતાવે છે. તે જણાવે છે કે કેવી રીતે 2 રૂપિયાની રાખડી 50 માં અને 10 રૂપિયાની રાખડી 100 માં સારી પેકેજિંગ સાથે વેચી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દુકાનદારો રાખડીઓ વેચીને ગ્રાહકો પાસેથી નફો મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. તે સ્થિતિમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025 : રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત પદ્ધતિ અને યોગ્ય મંત્ર વિશે જાણી લો

Viral Video પર રંગબેરંગી કોમેન્ટ્સ

સસ્તી રાખડીને મોંઘી કરીને વેચવાનો કિમીયો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વ્લોગર @jasveersinghvlogs દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર યુઝર્સ અને નેટિઝન્સ રંગ બે રંગી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ગ્રાહકો પણ આ રીલ્સ જુએ છે. બીજાએ કહ્યું, પેકિંગ એ બિઝનેસનો અસલી રાજા છે. ત્રીજાએ લખ્યું, 100માં 10 રાખડી કોણ ખરીદશે. ગ્રાહક પાગલ નથી, તે બધું જાણે છે. જ્યારે અન્ય એકે લખ્યું, ભાઈ, હું બોક્સ સાથે રાખડી નહીં લઉં.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2025 : રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત પદ્ધતિ અને યોગ્ય મંત્ર વિશે જાણી લો

Tags :
Advertisement

.

×