ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video:ભારતને મળ્યો નવો 'સ્ટીવ સ્મિથ'! બેટિંગ જોઈને ચોંકી જશો

ભારતને મળ્યો નવો 'સ્ટીવ સ્મિથ એમ્પાયરે શેર કર્યો વીડિયો સ્મિથની સ્ટાઈલની કોપી કરી Viral Video : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith) તેની એકદમ અલગ જ બેટિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે હંમેશા ક્રિઝ પર આગળ પાછળ થઈને...
09:18 AM Jan 09, 2025 IST | Hiren Dave
ભારતને મળ્યો નવો 'સ્ટીવ સ્મિથ એમ્પાયરે શેર કર્યો વીડિયો સ્મિથની સ્ટાઈલની કોપી કરી Viral Video : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith) તેની એકદમ અલગ જ બેટિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે હંમેશા ક્રિઝ પર આગળ પાછળ થઈને...
VIRAL VIDEO

Viral Video : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith) તેની એકદમ અલગ જ બેટિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે હંમેશા ક્રિઝ પર આગળ પાછળ થઈને શોટ્સ લગાવે છે અને આ રણનીતિ તેના માટે ફાયદામાં પણ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video)થયો છે જેમઆ એક યુવા ભારતીય પ્લેયર તેના જ અંદાજમાં બેટિંગ કરીને ચારેબાજુથી પ્રસંશા મેળવી રહ્યો છે. આમ તો સ્મિથની સ્ટાઈલની કોપી (steve smith batting style)કરવી એ અશક્ય છે પણ આ યુવકે કરી બતાવ્યું છે.

 

એમ્પાયરે શેર કર્યો વિડીયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરતા રિચાર્ડ કેટલબરોએ આ વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે આ યુવા બેટ્સમેન બોલનો બચાવ કર્યા પછી બેટને આગળની તરફ લાવે છે બિલકુલ એવી રીતે જેવી રીતે સ્ટીવ સ્મિથ કરે છે. ત્યારબાદ તેણે બોલને ઓફ સ્ટમ્પની બહાર જવા દેવા માટે એક અલગ રીત અપનાવી. તેની બેટિંગ સ્ટાન્સ પણ સ્ટીવ સ્મિથ જેવી જ હતી. આના પરથી કહી શકાય કે ભારતમાં ફક્ત વિરાટ કોહલી અને રોહિત શર્માના જ નહીં, સ્ટીવ સ્મિથના પણ ચાહકો છે.

આ પણ  વાંચો -અચાનક શરૂ થઇ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા, ઘણા ગામોથી આવી ફરિયાદ

ઇતિહાસ બનાવવાથી 1 રન દૂર

ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ તે પહેલા સ્ટીવ સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીમાં 9,685 રન બનાવ્યા હતા અને તેને 10,000 રનનો આંકડો પાર કરવા માટે 315 રનની જરૂર હતી. ભારત સામેની સીરિઝમાં તેણે 5 મેચમાં 2 સદી સહિત 314 રન બનાવ્યા હતા. એટલે કે સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડે પહોંચવાથી માત્ર એક જ રન દૂર છે. તે ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાનો ૧૫મો અને ટેસ્ટ મેચોમાં ૧૦,૦૦૦ રન બનાવનાર કુલ ચોથો ખેલાડી બનશે. તેણે અત્યાર સુધી ૩૪ સદી અને ૪૧ અડધી સદી ફટકારી છે.

Tags :
Australia Cricket TeamCricket Newscricket news in GujaratCricket RecordsCricket Viral VideoGujarat FirstHiren daveSteve Smithsteve smith batting stylesteve smith centuriessteve smith highest scoresteve smith newSteve Smith recordsteve smith test averagesteve smith test runsviral video
Next Article