Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : બે બસો વચ્ચે ફસાઈ ગયો શખ્સ, પછી જે થયું તે જોઇ તમે ચોંકી જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક ચમત્કારિક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બે બસો વચ્ચે આવી જાય છે, અને તે કેવી રીતે બચી જાય છે, તે જોવું ખુબ જ આશ્ચર્યજનક છે.
viral video   બે બસો વચ્ચે ફસાઈ ગયો શખ્સ  પછી જે થયું તે જોઇ તમે ચોંકી જશો
Advertisement
  • બે બસો વચ્ચે ફસાયો શખ્સ
  • શખ્સનો એક ચમત્કારિક બચાવ થયો
  • આગળ જે થયું તે જોઇ તમે ચોંકી જશો

Viral Video : આજકાલ સોશિયલ મીડિયા પર એક ચમત્કારિક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બે બસો વચ્ચે આવી જાય છે, અને તે કેવી રીતે બચી જાય છે, તે જોવું ખુબ જ આશ્ચર્યજનક છે. આ ઘટના એ સંકેત આપે છે કે કેટલીકવાર નસીબ પણ માણસની મદદ કરી શકે છે, અને એક ક્ષણનો યોગ્ય ઉપયોગ જ જીવન બચાવી શકે છે.

બે બસો વચ્ચે ફસાયો શખ્સ

વીડિયો (Video) માં જોઇ શકાય છે કે, એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો અને તે દરમિયાન એક બસ તેની સામેથી પસાર થઇ રહી હતી અને અન્ય એક બસ પૂરપાટ ઝડપે શખ્સની સામેથી પસાર થતી બસને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. અને તે દરમિયાન બંને બસો વચ્ચે તે આવી ગયો હતો. આ સંજોગોમાં, એવું લાગી રહ્યું હતું કે તે વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જશે. પરંતુ તે વ્યક્તિ અચાનક એક એવા નિર્ણય પર પહોંચ્યો, જે તેના માટે અસરકારક સાબિત થયું હતું. તેણે ઝડપી નિર્ણય લીધો અને બંને બસોને પસાર ન થાય ત્યા સુધી તે રસ્તા પર સૂઈ ગયો. બંને બસો પસાર થતાં જ તે માણસ ઊભો થઈ જાય છે અને આ રીતે તે પોતાનો જીવ બચાવે છે. આ જોઈને, પસાર થતા લોકોને વિશ્વાસ ન થયો, પરંતુ તેઓ ચોંકી પણ ગયા કે તે આ ખતરામાંથી કેવી રીતે બચી ગયો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by shambhu singh (@shambhu1264)

Advertisement

જીવનમાં ચમત્કાર અને નસીબનો પ્રભાવ

કહેવાય છે કે, 'જાકો રાખે સૈયા માર શકે ન કોઈ'. જ્યારે નસીબ તમારો સાથ આપતું હોય ત્યારે યમરાજ પણ તમારું કઇ ખરાબ કરી શકતા નથી. આ ચમત્કારિક ઘટના પછી, પસાર થતા લોકોની આશ્ચર્યચકિત પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. તે માણસની હોશિયારી અને તેની ઝડપી બચાવ વ્યૂહરચના જોઈને બધા દંગ રહી ગયા. આ વીડિયો (Video) જોયા પછી, લોકો વિચારવા મજબૂર થઈ ગયા કે ક્યારેક આવી ખતરનાક ક્ષણમાં વ્યક્તિની યોગ્ય પ્રતિક્રિયા જ તેને મૃત્યુથી બચાવી શકે છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે નાની ભૂલ કે બેદરકારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, અને ક્યારેક ચમત્કારિક ઘટનાઓ જીવન બચાવે છે. આ વીડિયો shambhu1264 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય

Tags :
Advertisement

.

×