Viral Video : 6 વર્ષની પાકિસ્તાની બાળકીનાં Pull shot ને જોઈ લોકોએ રોહિત શર્માને યાદ કર્યો
- પાકિસ્તાની 6 વર્ષની બાળકીનો ક્રિકેટ રમતા વીડિયો વાઇરલ (Viral Video)
- વીડિયોમાં બાળકી શાનદાર પુલ શોટ રમતા જોવા મળી
- લોકો તેની તુલના ભારતીય ક્રિકેટર રોહિત શર્મા સાથે કરી
- લોકોએ પાકિસ્તાની ક્રિકેટર્સ પર ઘણી રમુજી ટિપ્પણીઓ પણ કરી
Viral Video : તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાની છોકરીનાં વાઇરલ વીડિયોએ ધૂમ મચાવી છે, જેને ક્રિકેટ ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વાઇરલ થયેલા વીડિયોમાં, માત્ર 6 વર્ષની પાકિસ્તાની બાળકી (Pakistani Girl) ક્રિકેટ રમતી જોવા મળે છે, જેમાં તે શાનદાર બેટિંગ કરતી વખતે એક અદ્ભુત પુલ શોટ રમી રહી છે.
આ પણ વાંચો - પન્ના ટાઈગર રિઝર્વમાં વ્લોગ બનાવવો પડ્યો મોંઘો, સામે વાઘ આવી જતા ''હાલ થયા બેહાલ''
માત્ર 6 વર્ષની બાળકીને આટલા જોરદાર શોટ મારતા જોઈને ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને હવે લોકો તેની તુલના ભારતીય ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) સાથે કરી રહ્યા છે. રોહિત શર્મા ક્રિકેટ જગતમાં તેના શક્તિશાળી પુલ શોટ માટે જાણીતો છે. વીડિયોમાં, એક ઘરમાં એક શખ્સ બાળકી તરફ પ્લાસ્ટિકનો બોલ ફેંકતો જોવા મળે છે, જેના પર બાળકી એક પછી એક જોરદાર શોટ મારી રહી છે. 6 વર્ષની ઉંમરે આટલી વિસ્ફોટક બેટિંગ કરતી બાળકીએ ખરેખર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ પણ વાંચો - World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog
ઇંગ્લિશ ક્રિકેટ અમ્પાયરે શેર કર્યો વીડિયો, 12 લાખથી વધુ લોકોએ જોયો
આ વીડિયો ઇંગ્લિશ ક્રિકેટ અમ્પાયર રિચાર્ડ કેટલબરોએ (Richard Kettleborough) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર શેર કર્યો હતો અને તેમણે લખ્યું હતું કે, "પાકિસ્તાનની 6 વર્ષની પ્રતિભાશાળી સોનિયા ખાન જે રોહિત શર્માની જેમ પુલ શોટ રમે છે." પાકિસ્તાની છોકરીનાં આ વીડિયોને 9 લાખથી વધુ લોકોએ જોયો છે. તે જ સમયે, લગભગ 12,000 લોકોએ તેને લાઈક કર્યું છે.
"આ છોકરીને પાકિસ્તાની ક્રિકેટર બાબરથી બદલો"
આ 16 સેકન્ડની ક્લિપ (Viral Video) પર લોકોએ ઘણી રમુજી ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે મજાકમાં લખ્યું, "આ છોકરીને પાકિસ્તાની ક્રિકેટર બાબરથી (Babar Azam) બદલો." જ્યારે બીજા એક વ્યક્તિએ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર કટાક્ષ કરતા કહ્યું, "આ છોકરી બધા પાકિસ્તાની ખેલાડીઓ કરતાં વધુ સારી રમે છે." એક યુઝરે તો એમ પણ કહ્યું કે, હાલની પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડમાં જે રીતે રમી રહી છે તે જોતાં, આ છોકરીને મેચોમાં રમવા માટે મોકલવી જોઈએ. કદાચ તે તેમના માટે એક કે બે મેચ જીતી શકે!
આ પણ વાંચો - Fast Tomato Cutter: અત્યંત ચપળતાથી ટામેટા કાપતા માણસનો વીડિયો જોઈ નેટિઝન્સ ચોંકી ગયા