Viral Video : બેડમિન્ટન રમતી વખતે કરંટ લાગવાથી ધો.10ના વિદ્યાર્થીનું થયું મૃત્યુ, વીડિયો થયો વાયરલ
- બેડમિન્ટન રમતી વખતે ધો. 10નો વિદ્યાર્થી કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો
- મુંબઈની પાસે નાયગાંવમાં આ કરુણ બનાવ બન્યો હતો
- આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે
Viral Video : મુંબઈની પાસે નાયગાંવમાં કેટલાક છોકરાઓ બેડમિન્ટન (Badminton) રમી રહ્યા હતા. આ વખતે AC ના વાયરિંગથી વિદ્યાર્થીને કરંટ લાગવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં વિદ્યાર્થી બેડમિન્ટન રમતી વખતે ફસાયેલ શટલકોક કાઢવા જતા AC ના વાયરિંગના સંપર્કમાં આવી ગયો હતો. જેથી તેને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાક્રમ
મુંબઈની નજીક આવેલા નાયગાંવમાં કેટલાક છોકરાઓ બેડમિન્ટન રમતા હતા. બેડમિન્ટન રમતી વખતે તેમનું શટલકોક એક ફ્લેટની બારીમાં ફસાઈ ગયું હતું. ફસાયેલા શટલકોકને કાઢવા માટે ધો.10નો એક વિદ્યાર્થી ફ્લેટની બારીમાં ચઢ્યો હતો. આ દરમિયાન તે AC ના વાયરિંગના સંપર્કમાં આવી ગયો હતો. તેને વીજળીનો કરંટ લાગ્યો અને તે બારીમાં ફસાઈ ગયો હતો. આ ફસાયેલ વિદ્યાર્થીના એક મિત્રએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વીજળીના કરંટને લીધે ઉછળીને દૂર પડ્યા હતા. આ ઘટના મુંબઈને અડીને આવેલા નાયગાંવના એક કોમ્પ્લેક્સમાં બની હતી. મૃતક વિદ્યાર્થી 15 વર્ષનો આકાશ સંતોષ સાહુ (Akash Santosh Sahu) 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
वसई,मुंबई : वसई के नायगांव इलाके में शुक्रवार शाम एक दर्दनाक हादसे में 10वीं कक्षा के छात्र आकाश साहू (15) की करंट लगने से मौत हो गई। वह सोसाइटी परिसर में दोस्तों संग बैडमिंटन खेल रहा था। नायगांव पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। pic.twitter.com/bDnpQvu13P
— मुकेश त्रिपाठी- Mukesh Tripathi/✍️ (@mukesht37) July 12, 2025
આ પણ વાંચોઃ સ્ટંટનો અંત ભયાનક! કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જુઓ Video
પોલીસ કાર્યવાહી
10મા ધોરણનો વિદ્યાર્થી આકાશ સોસાયટીના કમ્પાઉન્ડમાં તેના મિત્રો સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. આ દરમિયાન શટલકોક પહેલા માળે આવેલા ફ્લેટની બારીમાં ફસાઈ ગયું હતું. જેને નીકાળવા જતી વખતે આકાશને AC ના વાયરિંગને લીધે કરંટ લાગ્યો હતો. CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વીજળીનો કરંટ લાગ્યા બાદ આકાશ બેભાન થઈ ગયો હતો. તેના 4 મિત્રો તેની પાસે દોડી ગયા હતા. મિત્રોના અનેક પ્રયત્નો છતાં આકાશમાં કોઈ હલન ચલન જણાતું નથી. આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરીને અક્સમાતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે, AC માંથી નીકળતો કરંટ આટલો જોરદાર અને જીવલેણ કેવી રીતે બન્યો અને આ માટે કોણ જવાબદાર છે ?


