Viral Video : કોબ્રાના પેટમાંથી 1 ફૂટ લાંબી છરીને બહાર કાઢીને રેસ્ક્યૂ કરાતો વીડિયો થયો વાયરલ
- કર્ણાટકમાં એક cobra 1 ફુટ લાંબી છરી ગળી ગયો
- આ કોબ્રાનું રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- cobra ના પેટમાંથી છરી કાઢ્યા બાદ તેને સહીસલામત જંગલમાં છોડી મુકવામાં આવ્યો
Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખતરનાક કોબ્રા (cobra) ના પેટમાંથી 1 ફૂટ લાંબી છરીને બહાર કાઢીને તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ ટીમે કાળજીપૂર્વક ઓપરેશન કરીને કોબ્રાના પેટમાંથી છરી કાઢી અને સાપનો જીવ બચાવ્યો છે. કર્ણાટકના કારવારના હેજ ગામના એક ઘરના રસોડામાં પડેલ છરી એક કોબ્રા ગળી જતાં ચકચાર મચી ગઈ હતી.
સમગ્ર ઘટનાક્રમ
કર્ણાટકના કારવારના હેજ ગામના એક ઘરના રસોડામાં એક કોબ્રા ઘુસી ગયો હતો. કોબ્રાએ રસોડામાં પડેલ 1 ફૂટ લાંબી છરી (1 foot long knife) ને શિકાર સમજીને ગળી ગયો હતો. કોબ્રાના જડબા બહુ લચીલા હોવાથી આ આખી છરી ગળી ગયો હતો. આ ઘટના બાદ ઘરના લોકોએ સાપ જોયો, ત્યારે તેમણે તરત જ સ્નેક કેચરને બોલાવ્યો. સાપ બચાવનાર થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયો અને પશુચિકિત્સક (veterinarian) ની મદદથી કોબ્રાની સારવાર શરૂ કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડોક્ટર અને બચાવ ટીમે ખૂબ જ કાળજીપૂર્વક કોબ્રાના પેટમાંથી છરી કાઢી છે.
વાયરલ વીડિયો
કોબ્રાના રેસ્ક્યૂ ઓપરેશનનો વાયરલ વીડિયો x પર @Madrassan_Pinky અને @path2shah નામના એકાઉન્ટ્સ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના પર યુઝર્સ રેસ્કયૂ ટીમની પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય રીતે સાપ ફક્ત જીવંત શિકારને ગળી જાય છે. આ ઘટનામાં સૌથી મહત્વની બાબત બચાવ ટીમની ઝડપી અને સાચી કાર્યવાહી હતી, જેના કારણે સાપનો જીવ બચી ગયો છે.
આ પણ વાંચોઃ શખ્સ સામાન વેચી રહ્યો છે કે ધમકાવી રહ્યો છે? જુઓ આ Viral Video