Viral Video : શા માટે નાના બાળકોએ મોબાઈલ ન વાપરવો જોઈએ ? નાના બાળકોએ જ આપેલા જવાબો થયા વાયરલ
- મોબાઈલના વધુ પડતા ઉપયોગના ગેરફાયદા નાના બાળકોએ વર્ણવ્યા
- નાના બાળકોના નિર્દોષ જવાબોનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- એક શાળાના નાના વિદ્યાર્થીઓનો વીડિયો યુઝર્સનું મન મોહી રહ્યો છે
Viral Video : વર્તમાનમાં માતા-પિતાના પોતાના નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે મથામણ કરતા હોય છે. નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માતા-પિતા અનેક કારણો પણ સમજાવતા હોય છે. નાના બાળકો આ જ કારણોને મગજમાં સ્ટોર કરી લેતા હોય છે. એક શાળામાં જ્યારે નાના બાળકોને મોબાઈલ કેમ વધુ ન વાપરવો જોઈએ તેમ પુછવામાં આવ્યું ત્યારે તેમણે નિર્દોષતાપૂર્વક મગજમાં સ્ટોર કરેલા જવાબો આપ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ (Viral) થઈ રહ્યો છે.
નિર્દોષ જવાબો
એક શાળામાં નાના બાળકોને જ્યારે મેડમ દ્વારા પુછવામાં આવ્યું કે, શા માટે નાના બાળકોએ મોબાઈલ ન વાપરવો જોઈએ ? આ સવાલના જવાબમાં નાના બાળકોએ બહુ નિર્દોષતાપૂર્વક મજાના જવાબો આપ્યા હતા. તેમણે નિર્દોષતાથી આપેલા જવાબો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો એક શાળાનો છે. જેમાં નાના બાળકો સ્કૂલ યુનિફોર્મમાં બહુ શિસ્તપૂર્વક શિક્ષિકાને શા માટે મોબાઈલ ન વાપરવો જોઈએ તેના કારણો જણાવી રહ્યા છે. બાળકોના આ નિર્દોષ જવાબો યુઝર્સ અને નેટિઝન્સનું મન મોહી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ રંગબેરંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
कितने प्यारे बच्चे हैं, मोबाइल देखने के नुकसान बता रहे हैं 😅😁 pic.twitter.com/Du7haW3UtF
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 31, 2025
આ પણ વાંચોઃ AEROPLANE માં ઇન્ફ્લૂએન્ઝરના બોલ્ડ અવતારે ઇન્ટરનેટ ગાંડુ કર્યું
રંગબેરંગી કોમેન્ટ્સ
આ વિડીયો 31 જુલાઈના રોજ X હેન્ડલ @ChapraZila પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ ક્લિપનું કેપ્શન આપવામાં આવ્યું હતું કે, કેટલા સુંદર બાળકો, મોબાઈલ જોવાના ગેરફાયદા જણાવી રહ્યા છે. આ સમાચાર લખાય ત્યાં સુધી પોસ્ટને 1 લાખ 21 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 3000 લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે સેંકડો લોકોએ તેને રીટ્વીટ કર્યો છે, તો કેટલાકે કોમેન્ટ સેક્શનમાં રંગબેરંગી પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે, આ બાળકો ઘરે જઈને સૌથી પહેલા મોબાઈલ જ જોશે. બીજા યુઝરે લખ્યું કે,બહુ ક્યૂટ વીડિયો છે. ત્રીજા યુઝરે લખ્યું કે, માતા-પિતા બાળકોને મોબાઈલથી દૂર રાખવા કેવા કેવા કારણો આપે છે ?
આ પણ વાંચોઃ Russia Earthquake: ભૂકંપ દરમિયાન રશિયન ડોક્ટરોએ સર્જરી બંધ ન કરી, હોસ્પિટલમાં ઓપરેશનનો જુઓ Viral Video


