ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Wedding Video : લગ્નમંડપમાં કન્યાનો સ્વેગ, વરરાજા પર નોટોનો કર્યો વરસાદ

સોશિયલ મીડિયા પર એક અનોખો લગ્ન વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કન્યા સ્ટેજ પર પહોંચતા જ વરરાજા પર નોટોનો વરસાદ કરે છે. પરંપરાથી હટકે દેખાતો કન્યાનો આ આત્મવિશ્વાસભર્યો અંદાજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. નેટીઝન્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને વીડિયો સતત ટ્રેન્ડમાં છે.
10:05 AM Dec 10, 2025 IST | Hardik Shah
સોશિયલ મીડિયા પર એક અનોખો લગ્ન વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કન્યા સ્ટેજ પર પહોંચતા જ વરરાજા પર નોટોનો વરસાદ કરે છે. પરંપરાથી હટકે દેખાતો કન્યાનો આ આત્મવિશ્વાસભર્યો અંદાજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. નેટીઝન્સ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને વીડિયો સતત ટ્રેન્ડમાં છે.
Viral_Wedding_Video_Gujarat_First

Viral Wedding Video : સોશિયલ મીડિયાની દુનિયા અજાયબીઓથી ભરેલી છે. તમે સોશિયલ મીડિયાના કોઇપણ પ્લેટફોર્મ પર જઇને વીડિયો જ્યારે પણ સ્ક્રોલ કરો, ત્યારે તમને કંઈક નવું, અજીબ કે મજેદાર જોવા મળે જ છે. અહીં દરરોજ લાખો વીડિયો અપલોડ થાય છે, પણ વાયરલ તો એ જ થાય છે જેમાં કંઈક 'હટકે' હોય. હાલમાં ઈન્ટરનેટ પર એક એવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેણે વર્ષો જૂની લગ્નની પરંપરાને એક મજેદાર ટ્વિસ્ટ આપી દીધો છે. શું છે આ વીડિયોમાં જાણો આ આર્ટિકલમાં.

પરંપરામાં ફેરફાર: કન્યાનો ‘સ્વેગ’

ભારતીય લગ્નોમાં પરંપરાઓનું આગવું મહત્વ હોય છે. આપણે સૌએ અનેક લગ્નોમાં જોયું હશે કે જ્યારે જયમાળાનો સમય થાય કે કન્યા સ્ટેજ પર આવે, ત્યારે વરરાજા પોતાની ખુશી વ્યક્ત કરવા નોટોનો વરસાદ કરતા હોય છે. પરંપરાગત રીતે આ કામ પુરુષોનું માનવામાં આવે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગંગા ઉલટી વહેતી જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા સ્ટેજ પર પહોંચે છે, પણ તે શરમાઈને ઊભી રહેવાને બદલે પૂરા આત્મવિશ્વાસ સાથે હાથમાં નોટોની ગડ્ડી લે છે. તે વરરાજાના માથે પ્રેમથી નોટો ફેરવે છે અને પછી બિન્દાસ્ત અંદાજમાં તે નોટો હવામાં ઉડાવી દે છે. કન્યાનો આ 'દબંગ' અને 'દિલદાર' અંદાજ જોઈને ત્યાં હાજર લોકો અને હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

કોણ છે આ નસીબદાર વર-કન્યા? (Viral Video)

વીડિયોમાં દેખાતા વર અને કન્યાના નામ કે તેમના ગામ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ કન્યાના ચહેરા પરની ખુશી અને વરરાજાના ચહેરા પરનું સ્મિત ઘણું બધું કહી જાય છે. કન્યા જે રીતે નોટો ઉડાવી રહી છે, તે દર્શાવે છે કે આજના સમયમાં યુવતીઓ પણ પોતાના આનંદને વ્યક્ત કરવામાં પાછળ નથી રહેતી. આ વીડિયો 'X' (અગાઉનું ટ્વિટર) પ્લેટફોર્મ પર @ArunKoslii નામના યુઝરે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "જો પત્ની હોય તો આવી હોય." આ લખાય છે ત્યાં સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

વીડિયો પર લોકોની કોમેન્ટ્સ વાંચવા જેવી

એક યુઝરે મજાકમાં લખ્યું, "ભાઈ, આ તો લેડી પ્લેબોય લાગે છે!" બીજા યુઝરે વખાણ કરતા કહ્યું, "વાહ ભાભીજી! તમારી સ્ટાઈલ તો જોરદાર છે, હું તમારી સાથે સહમત છું." જ્યારે ત્રીજા યુઝરે ભવિષ્યવાણી કરતા કહ્યું, "લાગે છે કે હવે ઘરનો બધો વહીવટ અને જવાબદારી આ કન્યા જ સંભાળી લેશે." આ બધા વચ્ચે સૌથી લોકપ્રિય કોમેન્ટ પણ સામે આવી જેમા યુઝર્સે કહ્યું, "શું વાત છે! ભાઈનું તો નસીબ ખુલી ગયું, આવી દિલદાર પત્ની મળી ગઇ છે."

આ પણ વાંચો :  21 વર્ષ જૂના કર્મચારીને કંપનીએ કાઢી મુક્યો, અસાધ્ય બિમારી સાથે ધરણા શરૂ

Tags :
Bride confidenceBride showers moneyBride’s swagFunny wedding clipGroom lucky momentGujarat FirstIndian wedding trendMoney Rainnetizens reactionsSocial Mediasocial media viralTrending VideoUnique wedding traditionVideoviral videoViral wedding videoWedding celebrationWedding humourWedding stage moment
Next Article