Viral Video: ટ્રાફિકની વચોવચ પર વેસ્ટર્ન અને ટ્રેડિશન ડાન્સ કોમ્પિટિશન, થઈ ગઈ Police complaint
- પંજાબના Ludhiana માં 2 છોકરીઓએ Reel વાયરલ કરવા ભર્યુ જોખમી પગલું
- ભર ટ્રાફિક વચ્ચે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને કર્યો ડાન્સ
- સ્થાનિકોએ કંટાળીને નોંધાવી દીધી પોલીસ ફરિયાદ
Punjab: લુધિયાણામાં જાહેર માર્ગ પર 2 છોકરીઓએ Reel બનાવી છે. તેમણે ભરચક ટ્રાફિકમાં ડાન્સ કર્યો હતો. જો કે આ Reelબનાવવા માટે તેમણે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા. આ રીતે ટ્રાફિકની વચોવચ રિલ્સ બનાવવાને લીધે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે પોલીસે નિવેદન પણ આપ્યું છે.
ટ્રાફિકની વચોવચ ડાન્સ કોમ્પિટિશન
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની હોડ અને દોડ હવે જોખમી થતી જાય છે. પંજાબના Ludhianaમાં 2 યુવતીઓએ Reel બનાવવા માટે કંઈક એવું કર્યુ કે તેમના પર પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ રિલ્સ પર યુઝર્સ પણ રંગબેરંગી કોમેન્ટ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ Veer Pahadia ની કરોડોની કાર પર આવી ગયું ડોગીનું દિલ, વીડિયો થયો વાયરલ
કઈ રીતે બનાવી Reel ?
પંજાબના Ludhianaમાં ગ્યાસુપર ચોક પર ભર ટ્રાફિકની વચ્ચે 2 છોકરીઓએ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ વેર પહેરીને ડાન્સ કર્યો. આ ડાન્સમાં પણ તેમણે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. Viral Video માં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને યુવતીઓ ડાન્સ કરી રહી છે અને આસપાસથી ઝડપી વાહનો પસાર થઈ રહ્યા છે. આ જોખમી રિલ બનાવવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. કેટલાક સ્થાનિકોએ તો પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. ટ્રાફિક પોલીસ અનુસાર રસ્તા પર આ પ્રકારનું શૂટિંગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે અને આવું કરનાર છોકરીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક સ્થાનિક લોકોએ Police complaint પણ નોંધાવી છે.
યુઝર્સની રંગબેરંગી કોમેન્ટ
આ વીડિયો 17 એપ્રિલના રોજ @1000thingsinludhiana નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 2 લાખ 65 હજાર વ્યૂઝ અને ત્રણ હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, આ રીલ નથી, આ એક મહારોગ છે ! બીજા યુઝરે લખ્યું કે, હવે આ રીતે Reel બનાવવી જાહેર ઉપદ્રવ બનતો જાય છે, આ બંનેની તાત્કાલિક ધરપકડ કરો. 3જા યુઝરે લખ્યું કે, લોકો રીલ્સ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. કેટલાક લોકોની કોમન સેન્સ મૃત્યુ પામી ચૂકી છે.
આ પણ વાંચોઃ Rajasthan : પુત્રનું ઓપરેશન કરાવવા આવેલા પિતાની ડોક્ટરોએ ભૂલથી કરી નાખી સર્જરી!