Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્લેનમાં મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડમાં કેમ રાખવામાં આવે છે? વાંચો કારણ

Why Airplane mode important : Pilot નો અનુભવ મુસાફરોને જાગૃત કરવાનો છે
પ્લેનમાં મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડમાં કેમ રાખવામાં આવે છે  વાંચો કારણ
Advertisement
  • US મુજબ ફ્લાઇટમાં ફોન એરોપ્લેન મોડ પર સ્વિચ કરવો
  • રેડિયો તરંગોને કારણે અમુક ખામીનો અનુભવ થયો
  • Pilot નો અનુભવ મુસાફરોને જાગૃત કરવાનો છે

Why Airplane mode important : શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લેનમાં ચડતી વખતે તમારા ફોનને એરોપ્લેન મોડ પર રાખવાની સલાહ કેમ આપવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં એક Pilot એ જણાવ્યું કે આ પગલું શા માટે જરૂરી છે. તેનો આ માહિતી શેર કરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રેડિયો તરંગોને કારણે અમુક ખામીનો અનુભવ થયો

સોશિયલ મીડિયા પર @perchpoint તરીકે ઓળખાતા એક Pilot એ પોતાના વીડિયોમાં કહ્યું છે કે, જો તમે આ નિયમનું પાલન કરવાનું ભૂલી જશો તો આકાશમાંથી વિમાન નીચે પણ નહીં આવે અને વિમાનમાં કોઈ ખામી પણ આવશે નહીં. પરંતુ જો તમે તમારા ફોનને એરોપ્લેન મોડ પર નહીં રાખો, તો પાઇલોટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચેના રેડિયો સંચારમાં દખલ કરી શકે છે. જો પ્લેનમાં 70, 80 કે 150 લોકો સવાર હોય અને તેમાંથી 3-4 ના ફોન રેડિયો તરંગો વિમાનમાં આવે છે. તો તેનાથી પાયલોટના હેટસેટમાં ખામી સર્જાય શકે છે.

Advertisement

આ પણ વાંચો: Lucknow ના સિનેમા હોલમાં Pushpa-2 ના શો દરમિયાન લાત અને મુક્કા ચાલ્યા, Video Viral

Advertisement

Pilot નો અનુભવ મુસાફરોને જાગૃત કરવાનો છે

પોતાના અનુભવને શેર કરતા Pilot એ કહ્યું કે તાજેતરની ફ્લાઇટ દરમિયાન, જ્યારે તે તેના હેડસેટનો ઉપયોગ કરીને સૂચનાઓ લઈ રહ્યો હતો. ત્યારે તેણે રેડિયો તરંગોને કારણે અમુક ખામીનો અનુભવ થયો હતો. પાયલોટને કાનમાં એવું સંભળાતું હતું કે, કાનમાં મચ્છર અવાજ કરી રહ્યો હોય. યુએસ કાયદા મુજબ ફ્લાઇટ દરમિયાન મુસાફરોએ તેમના ફોનને એરોપ્લેન મોડ પર સ્વિચ કરવું આવશ્યક છે. Pilot નો અનુભવ મુસાફરોને જાગૃત કરવાનો છે. જેઓ આ નિયમને કાવતરું માને છે. આ માત્ર પાઇલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે સુરક્ષિત અને સ્પષ્ટ સંચાર સુનિશ્ચિત કરવા માટે છે.

આ પણ વાંચો: NISER : ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, બ્રહ્માંડનું આશ્ચર્યજનક રહસ્ય શોધી કાઢ્યું...

Tags :
Advertisement

.

×