લગ્નના ચાર દિવસ બાદ યુવકે કેમ લીધા છૂટાછેડા? કન્યાને જોતાં જ લોકોએ માથું પકડી લીધું
- ખોઇરુલ અનમ નામના રહેવાસીએ કૂકર સાથે લગ્ન કર્યા
- તેણે સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો પણ શેર કરી
- આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં
Man Marry And Divorce A Cooker : દુનિયાભરમાં વધુને વધુ રસપ્રદ અને વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઇન્ડોનેશિયાનો એક વ્યક્તિ પોતાની વિચિત્ર હરકતો માટે આખી દુનિયામાં સમાચારમાં છે. તે માણસે એક નિર્જીવ વસ્તુ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે, માત્ર ચાર દિવસ પછી જ તેના છૂટાછેડા થઈ ગયા. આ વ્યક્તિએ આવું કેમ કર્યું? ચાલો જાણીએ તે માણસના આ વિચિત્ર કૃત્ય વિશે.
આ મામલો ઇન્ડોનેશિયાનો છે. આ સ્થળના ખોઇરુલ અનમ નામના રહેવાસીએ માણસો, પ્રાણીઓ, વૃક્ષો વગેરેને બાજુ પર રાખીને રસોડામાં રાખેલા કૂકર સાથે લગ્ન કર્યા. તેણે સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો પણ શેર કરી હતી, જે વાયરલ થઈ હતી. જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને તે વ્યક્તિએ તેની પત્ની 'કુકર' ને છૂટાછેડા આપી દીધા.
વરરાજાએ પોતે ફોટો શેર કર્યો
તે માણસે કહ્યું કે, તેના પર ઘણું દબાણ હતું અને તે સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. તેણે કહ્યું કે આ એક મોટો અને અઘરો નિર્ણય હતો. ફોટોમાં જોઈ શકાય છે કે, ખોઈરુલ ડ્રેસ પહેરીને વરરાજાની જેમ ઉભો છે અને તેના હાથમાં કુકર છે, જેને તે કિસ કરતી વખતે ફોટો પાડી રહ્યો છે. તેની પ્રેમિકા (કૂકર) સફેદ બુરખામાં દેખાઈ હતી.
આ પણ વાંચો : કોણ છે એ ચોર જેણે પોતાની ગર્લફ્રેન્ડને 4 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું? પોલીસે આશિકીનુ ભુત બહાર કાઢ્યું


