ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વંદે ભારત ટ્રેનના કાચ પર કેમ હથોડો મારી રહ્યો છે આ શખ્સ? Viral Video ની સચ્ચાઈ આવી સામે

વંદે ભારત ટ્રેનના કાચને હથોડોથી તોડી રહ્યો છે આ શખ્સ વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડની ઉઠી માંગ ઘણા યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો Viral Video : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન દુર્ઘટના (Train Accidents) ના મામલાઓ...
03:53 PM Sep 11, 2024 IST | Hardik Shah
વંદે ભારત ટ્રેનના કાચને હથોડોથી તોડી રહ્યો છે આ શખ્સ વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડની ઉઠી માંગ ઘણા યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો Viral Video : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન દુર્ઘટના (Train Accidents) ના મામલાઓ...
Vande Bharat train window

Viral Video : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન દુર્ઘટના (Train Accidents) ના મામલાઓ સામે આવી રહ્યા છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાના કિસ્સાઓ વચ્ચે ઘણા એવા વીડિયો (Video) પણ સામે આવી રહ્યા છે જેની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. જીહા, સોશિયલ મીડિયા (Social Media) માં વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) થી જોડાયેલો એક વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે જે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ ટ્રેનના કાચ પર હથોડા મારી રહ્યો છે. આ વીડિયો જોઇ તમે પણ વિચારશો કે આવું કરવા પાછળનું કારણ શું છે. એક તરફ જનતા વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડની માંગ કરી રહી છે. સાથે જ એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ કાચ બદલવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

શું છે વાયરલ વીડિયોમાં?

અંદાજે 14 સેકન્ડના આ વીડિયો (Video) માં જોવા મળે છે કે એક યુવક પાર્ક કરેલી ટ્રેનના કાચ પર ત્યાં સુધી હથોડીથી મારી રહ્યો છે જ્યાં સુધી તિરાડ ન પડી જાય. કહેવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મામલો ક્યા રેલવે સ્ટેશનનો છે અને હથોડી વડે કાચ તોડવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું નામ શું છે. ઘણા યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

ધરપકડની માંગ

વાયરલ પોસ્ટ પર એક વ્યક્તિએ લખ્યું, 'તેમની વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ અને તેને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 10-15 વર્ષની જેલની સજા થવી જોઈએ.' અન્ય એકે લખ્યું, 'તેની બને તેટલી વહેલી ધરપકડ થવી જોઈએ.' ખાસ વાત એ છે કે વંદે ભારત પર પથ્થરમારાના અનેક મામલા સામે આવ્યા છે. તાજેતરમાં, કાલિંદી એક્સપ્રેસના માર્ગ પર એક ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવ્યો હતો.

અન્ય સિદ્ધાંત

એક સોશિયલ મીડિયા યુઝરે આ માહિતીની પુષ્ટિ કરવાની માંગ કરી છે. તેણે કહ્યું, 'સર, કૃપા કરીને પોસ્ટ કરતા પહેલા સમાચારની પુષ્ટિ કરો. તૂટેલા કાચને બદલવાની પ્રક્રિયામાં આ પણ એક પદ્ધતિ છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું, 'ટ્રેન કોચ કેર સેન્ટરમાં છે, પ્લેટફોર્મ પર નહીં. તે કાચ બદલવા માટે તેને તોડી રહ્યો છે. તે કોન્ટ્રાક્ટરનો કર્મચારી છે, જેને બારીના કાચ બદલવાનું કામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ઉદ્ઘાટન પહેલા તૂટ્યો કાચ

Tags :
Gujarat FirstHardik ShahLatest Viral VideoTrain Viral VideoVande Bharat Express NewsVideo Viralviral video
Next Article