world's oldest woman : વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા 116 વર્ષની થઈ, ભારત સાથે છે ખાસ સંબંધ
- વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનો ઉજવાયો જન્મદિવસ (world's oldest woman)
- એથેલ એથેલ કેટરહામ નામની મહિલાની ઉંમર છે 116 વર્ષ
- રાજા એડવર્ડ VII ના શાસનકાળની છેલ્લી જીવિત મહિલા
- 1760માં 60 વર્ષની ઉંમરે તેના પતિનું થયુ હતુ મૃત્યુ
world's oldest woman: વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા એથેલ કેટરહામે 21 ઓગસ્ટના રોજ પોતાનો 116મો જન્મદિવસ ઉજવ્યો. બ્રાઝિલિયન નન સિસ્ટર ઇનાહ કેનાબારો લુકાસના મૃત્યુ પછી, તે હવે સત્તાવાર રીતે વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બની ગઈ છે.
એથેલ કેટરહામનો જન્મ 21 ઓગસ્ટ, 1909 ના રોજ, ટાઇટેનિક જહાજ ભંગાણના ત્રણ વર્ષ પહેલા થયો હતો. તે રાજા એડવર્ડ VII ના શાસનકાળની છેલ્લી જીવિત મહિલા છે. કિશોરાવસ્થામાં (18 વર્ષની ઉંમરે), તે એક લશ્કરી પરિવાર માટે 'ઓ પેર' તરીકે કામ કરવા માટે ભારત ગઈ હતી. તેણીએ આ ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર એકલા કરી હતી.
ભારતથી પાછા ફર્યા પછી તરત જ, તેણી તેના ભાવિ પતિ નોર્મન કેટરહામને એક ડિનર પાર્ટીમાં મળી. બંનેના લગ્ન 1933 માં થયા. લગ્ન પછી, આ દંપતી હોંગકોંગ અને જિબ્રાલ્ટરમાં પણ તૈનાત હતું. 1976 માં 60 વર્ષની વયે તેના પતિનું અવસાન થયું. આજે, એથેલને ત્રણ પૌત્રો અને પાંચ પ્રપૌત્રો છે.
Ethel Caterham is the last living person born during the first decade of the 20th century (born 1909). pic.twitter.com/gHFFILx4yY
— History Calendar (@historycalendar) June 23, 2025
116મો બર્થ ડે પરિવાર સાથે ઉજવ્યો (world's oldest woman)
સરેના લાઇટવોટરમાં એક કેર હોમમાં રહેતી એથેલે પોતાનો 116મો જન્મદિવસ પરિવાર સાથે ખૂબ જ સાદગીથી ઉજવ્યો. તેણીએ બધી શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો. કેર હોમે કહ્યું કે એથેલ આ વર્ષે કોઈ ઇન્ટરવ્યુ આપી રહી નથી, પરંતુ રાજા ચાર્લ્સ III સાથે વાત કરવા માટે અપવાદ કરવા તૈયાર છે. નોંધનીય છે કે ગયા વર્ષે રાજાએ તેણીને તેના 115મા જન્મદિવસ પર અભિનંદન આપતો પત્ર લખ્યો હતો, જેમાં તેણે તેને "ખરેખર નોંધપાત્ર સિદ્ધિ" ગણાવી હતી.
અત્યાર સુધીની સૌથી વૃદ્ધ વ્યક્તિનો રેકોર્ડ (world's oldest woman)
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સૌથી વૃદ્ધ મહિલાનો ખિતાબ ફ્રેન્ચ મહિલા જીની કેલ્મેન્ટ પાસે છે, જેનું 1997 માં 122 વર્ષ અને 164 દિવસની ઉંમરે અવસાન થયું હતું.
આ પણ વાંચો : આખુ ગામ વસાવી લેવાય તેટલું સાસરિયાઓએ વરરાજાને દહેજમાં આપ્યું, વીડિયો વાયરલ


