નાના બાળકોએ બિહારના 'પરંપરાગત લોકનૃત્ય'ની કરી નકલ, કાગળના પૈસા પણ ઉડાવ્યા, લોકોએ કહ્યું- અત્યાર સુધીનો સૌથી દુઃખદ વીડિયો
- બાળકોએ પરંપરાગત લોકનૃત્યની નકલ કરી
- વીડિયોએ નેટીઝન્સમાં ચિંતા અને નિરાશાની લહેર ઉભી કરી
- વીડિયોએ ઇન્ટરનેટ પર નવી ચર્ચા શરૂ કરી
Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે ટ્વિટર (હવે X) પર 'બિહાર'નો હોવાનો દાવો કરીને બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કથિત રીતે સગીર બાળકોને પરંપરાગત લોકનૃત્ય 'લૌંડા નાચ' રજૂ કરતા અને ઉત્સાહપૂર્વક કાગળની ચલણી નોટો ફેંકતા દર્શાવવામાં આવ્યા છે. જો કે, મનોરંજનને બદલે આ વીડિયોએ નેટીઝન્સમાં ચિંતા અને નિરાશાની લહેર ઉભી કરી છે. લોકો કહી રહ્યા છે- આ જોઈને ખૂબ જ દુખ થાય છે.
વીડિયોએ ઇન્ટરનેટ પર ચર્ચા શરૂ કરી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચારેબાજુ ફેલાયેલા ગંદા પાણી વચ્ચે કેટલાક બાળકો સૂકી જગ્યાએ મસ્તી કરી રહ્યા છે. તેઓએ અડધા વિસ્તારને સાડીથી ઢાંકી દીધો છે અને એક નાનું સ્ટેજ બનાવ્યું છે જેના પર બે બાળકો નૃત્ય કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય બાળકો વડીલોનું અનુકરણ કરી રહ્યા છે અને તેમના પર કાગળની ચલણી નોંટો ફેંકી રહ્યા છે. આ વીડિયોએ ઇન્ટરનેટ પર નવી ચર્ચા શરૂ કરી છે. લોકોએ પ્રશાસનને અપીલ કરી છે કે તેઓ આ બાળકોને પરંપરાગત પરંતુ અભદ્ર પ્રકારના મનોરંજનને આધિન થવાને બદલે તેમના શિક્ષણ અને સારા ભવિષ્યને પ્રાથમિકતા આપે.
આ પણ વાંચો : Maharashtra:મને હળવાશમાં ન લો, મારો ઈશારો સમજી લો: એકનાથ શિંદે
લૌંડા નાચ શું છે?
આ બિહારનું એક લોકપ્રિય લોકનૃત્ય છે જે તહેવારો દરમિયાન, ખાસ કરીને લગ્નોમાં, સ્ત્રીઓના પોશાક પહેરીને પુરુષ નર્તકો દ્વારા રજૂ કરવામાં આવે છે. તે રાજ્યની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, પરંતુ બાળકો પર આ રીતે અસર થતી જોઈને સવાલો ઉઠી રહ્યા છે.
I don't even have a funny caption for this one. This is just sad.
I repeat... It's about culture. pic.twitter.com/rxbAgDh9fb— karanbir singh 🫶 (@karanbirtinna) February 20, 2025
યુઝરે શું કહ્યું ?
@karanbirtinna હેન્ડલ સાથે વિડિયો શેર કરતા યુઝરે લખ્યું કે, મારી પાસે આને કેપ્શન આપવા માટે શબ્દો નથી. આ દુઃખદ છે. હું ફરી કહું છું, આ આપણી સંસ્કૃતિ છે. અપેક્ષા મુજબ, આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને તેના પર પ્રતિક્રિયાઓનો મારો શરૂ થયો. એક યૂઝરે કહ્યું કે, બાળકો જે જુએ છે તે શીખે છે. આ નિર્દોષ મન ક્યારે ઝેરી બની જશે તે આપણે ક્યારેય જાણતા નથી. અન્ય યુઝરે કમેન્ટ કરી કે, તેમને શિક્ષણની જરૂર છે. અન્ય એક યુઝરે લખ્યું, બિહારમાં ઓર્કેસ્ટ્રા કલ્ચર છે, જ્યાં અશ્લીલ ડાન્સ કરવામાં આવે છે અને આ રીતે પૈસાનો વરસાદ થાય છે. બાળકો આ બધું જોઈને શીખી રહ્યાં છે.
આ પણ વાંચો : Trumpના દાવાથી ભારત ભડક્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- આ ખૂબ જ ચિંતાજનક


