Download Apps
Home » Human Trafficking Racket : વિમાન ભાડે રાખનાર અને વિઝા કરાવનારની શોધ શરૂ

Human Trafficking Racket : વિમાન ભાડે રાખનાર અને વિઝા કરાવનારની શોધ શરૂ

  • CID Crime ની તપાસમાં થયાં અનેક ઘટસ્ફોટ
  • હવાલા ઓપરેટરની પોલીસે કરી શરૂ કરી શોધ
  • US નો નવો રૂટ વાયા UAE France Nicaragua Mexico

માનવ તસ્કરી (Human Trafficking Racket) ના કૌભાંડનો ફ્રાંસમાં (France) પર્દાફાશ થયા બાદ ગુજરાત પોલીસે (Gujarat Police) તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. 300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં 66 ગુજરાતીઓ હોવાની સત્તાવાર જાહેરાત આજે સીઆઈડી ક્રાઈમે (CID Crime) કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરાવતી ગુજરાતની ટોળકીના 15 જેટલાં એજન્ટોના નામ સામે આવ્યાં છે. મહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા કિરણ પટેલ (Kiran Patel) અને તેના સાથીદાર શશી રેડ્ડી ઉર્ફે શશી હૈદરાબાદી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર છે. Human Trafficking Racket માં સામેલ એજન્ટો બાદ તેમની સાથે જોડાયેલી ટ્રાવેલ એજન્સી (Travel agency) અને હવાલા ઓપરેટર (Hawala Operator) હવે પોલીસના નિશાના પર છે.

શું છે સમગ્ર મામલો ?
Human Trafficking Racket via Maxico to US

Human Trafficking Racket via Maxico to US

રોમાનિયન ચાર્ટર કંપની (Romanian Charter Company) લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris-Vatry Airport) પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ (Nicaragua) જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીયો હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ (Anti-Organized Crime Unit JUNALCO) એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશ Nicaragua ખાતે જઈ રહ્યા હતા.

કરોડો કમાવવા એજન્ટોએ રોકાણ કર્યું

303 પ્રવાસી ભરેલા વિમાનમાં 260 ભારતીય અને તેમાં 66 ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા હતા. મોટાભાગના પ્રવાસી મહેસાણા (Mahesana) ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) અને આણંદ (Anand) ના છે. જેમણે ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રત્યેક પ્રવાસીના 60 થી 80 લાખ રૂપિયા એજન્ટોએ નક્કી કર્યા હતા. જે રકમ અમેરિકા પહોંચ્યા બાદ ચૂકવવાની હતી. એજન્ટ ટોળકીએ અમદાવાદથી વાયા દુબઈ (Dubai) નિકારાગુઆ અને મેક્સિકો (Mexico) થઈને US મોકલવાનું ષડયંત્ર ઘડયું હતું. અમેરિકા વાંચ્છુઓ પાસેથી એકપણ રૂપિયો લેવાયો ન હતો. આ ઉપરાંત પ્રવાસી દીઠ 1,000 થી 3,000 હજાર ડૉલર ખર્ચ માટે એજન્ટોએ આપ્યા હતા.

એર ટિકિટ-વિઝા કરનારી એજન્સી સાણસામાં આવશે

ફ્રાંસ ખાતે Human Trafficking Racket ના ષડયંત્રનો પર્દાફાશ થતાં  66 ગુજરાતીઓના પાસપોર્ટ નંબરના આધારે સરનામા મેળવી સીઆઈડી ક્રાઈમ (CID Crime)ની જુદીજુદી ટીમોએ તપાસ આરંભી છે. 55 પ્રવાસીઓની પૂછપરછમાં તમામ લોકો 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરના ગાળામાં દુબઈ પહોંચ્યા હતા. તમામ પ્રવાસીઓના દુબઈના વિઝા કેવી રીતે – કોણે મેળવ્યા ? તેમજ એર ટિકિટ પેટે ટ્રાવેલ એજન્સીને કઈ રીતે – કોણે રકમ ચૂકવી ? તેની માહિતી મેળવવામાં આવી છે.

Human Trafficking Racket via Maxico to US

Human Trafficking Racket via Maxico to US

CBI ની મદદ લેવાશે

તપાસ દરમિયાન એક પણ પ્રવાસીના પાસપોર્ટમાં નિકારાગુઆ (Nicaragua) ના વિઝા સ્ટેમ્પ લાગેલા મળ્યા નથી. UAE ના Fujairah Airport થી વાયા ફ્રાંસ Vatry Airport થઈને નિકારાગુઆના માનાગુઆ એરપોર્ટ (Managua Airport) ખાતે ઉતરનારી Legend Airlines ની ચાર્ટડ ફલાઈટ (Chartered Flight) ને કોણે અને કેવી રીતે પેમેન્ટ કર્યું તેની માહિતી મેળવવા CID Crime એ CBI (Central Bureau of Investigation) ને પત્ર લખ્યો છે. કબૂતરબાજીના ષડયંત્રમાં મૂળ સુધી જવા માટે ગુજરાત પોલીસ પ્રયત્નશીલ બની છે.

આ પણ વાંચો : Gujarat Police : ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાંથી બમણો દારૂ પકડાયો

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો