Download Apps
Home » સુરતમાં નરાધામે હૈવાનીયતની કરી બધી હદો પાર, સાડા 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરાયું

સુરતમાં નરાધામે હૈવાનીયતની કરી બધી હદો પાર, સાડા 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરાયું

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાડા 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બાદ પોલીસ દોડતી થઇ હતી. પોલીસે તાત્કાલિક બાળકીને શોધી કાઢી હતી. બાળકી લોહી લુહાણ હાલતમાં મળતા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસને જાણ થતા પોલીસે બાળકીનું અપહરણ કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની શોધખોળ શરૂ કરી હતી.ચોકબજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનારા અંકિત ઓમ પ્રકાશ ગૌતમ નામના નરાધમની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાડા ચાર વર્ષની બાળકીનું કરાયું અપહરણ

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તાર માંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકીના ગુમ થવાની ગંભીરતા જણાતા તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું. વિવિઘ જગ્યાએ પૂછપરછ કાર્ય બાદ સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક નરાધમ બાળકીનું અપહરણ કરી લઈ જતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

બાળકી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી લોહી લુહાણા હાલતમાં મળી

ત્યારબાદ પોલીસની ટીમને બાળકી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી લોહી લુહાણા હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં ડોક્ટરની તપાસમાં બાળકી સાથે દુષ્કર્મમાં થયું હોવાનું સામે આવતા તાત્કાલિક જ પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે અને બાળકીના ઘરથી અખંડાનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને અવાવરું જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન બાળકીના કપડા મળી આવ્યા હતા.ત્યારબાદ પોલીસે બાતમીના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી ની સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતો હતો અને એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતો હતો. 20 ફેબ્રુઆરી 2024 ના રોજ તે પંડોળ વિસ્તારમાં ફરતો હતો ત્યારે તેને આ બાળકી ઘર નજીક રમતી દેખાઈ હતી અને ત્યારબાદ તે બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હોવાની તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે અને અવાવરું જગ્યા પર જઈ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકી રડવા લાગતા તે બાળકીને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સિરસા ગામનો વતની છે.સમગ્ર મામલે હાલ પોલીસે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ – રાબિયા સાલેહ 

આ પણ વાંચો — માનસિક દિવ્યાંગ પુત્ર પરત ન ફરતાં પિતા અને બહેને પોસ્ટર લઈ શોધખોળ હાથ ધરી

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો