Download Apps
Home » VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી

VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી

VADODARA SSG :  વડોદરા (VADODARA) માં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) આવેલી છે. આ હોસ્પિટલ અનેક કારણોસર અવાર-નવાર ચર્ચામાં રહે છે. આજરોજ SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર (TRAUMA CENTER) વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી છે. વિજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે હોસ્પિટલની લિફ્ટ ચાલુ ન હોવાથી દર્દીઓ અને તેમના સગાઓએ આજે હેરાન થવાનો વારો આવ્યો છે.

કેટલાક દર્દીના મોઢા પર તો ઓક્સિજન માસ્ક પણ લાગેલા

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) વડોદરા (VADODARA) માં આવેલી છે. અહિંયા માત્ર વડોદરા કે ગુજરાતભરમાંથી જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં માત્ર 2 જ બેરેક કાર્યરત હોવાથી એક બેરેકમાં બે મૃતદેહો મુકવાની ઘટના સામે આવી હતી. જેણે વિવાદ સર્જ્યો હતો. હજી આ મામલે કોઇ નક્કર નિરાકરણ આવે તે પહેલા જ આજે તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટની બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી હતી. જેમાં કેટલાક દર્દીના મોઢા પર તો ઓક્સિજન માસ્ક પણ લાગેલા હતા.

છઠ્ઠા માળે દર્દીને લઇ જવાનો છે, તે કેવી રીતે કરવું

એક દર્દીના પરિજન જણાવે છે કે, લિફ્ટ એક કલાકથી બંધ છે. મારા સગાને સોનોગ્રાફી કરવાની હોવાથી હું તેઓને નીચે લઇને આવ્યો હતો. જનરેટર પર હાલ સુવિધાઓ ચાલી રહી છે. લિફ્ટ બંધ છે. છઠ્ઠા માળે દર્દીને લઇ જવાનો છે, તે કેવી રીતે કરવું. અમે ખાનગી હોસ્પિટલમાં જઇ નથી શકતા. અન્ય વ્યક્તિ જણાવે છે કે, નીચેથી દર્દીઓ ઉપર નથી જઇ રહ્યા અને ઉપરથી સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નીચે નથી આવી શકતા. આમાં બેદરકારી સ્ટાફની છે.

હોસ્પિટલની જ સર્જરી કરવી પડે તેવી સ્થિતી

જો કે, દોઢએક કલાક દર્દીને સ્ટ્રેચર પર રાખેલી હાલતમાં રહ્યા બાદ પુન લાઇટ શરૂ થઇ હતી. જેને કારણે લિફ્ટ પૂર્વવત રીતે શરૂ થતા દર્દીઓ અને તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રોજે રોજ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોઇને કોઇ સમસ્યા સામે આવતા હોસ્પિટલની જ સર્જરી કરવી પડે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. દર્દીઓ અને તેમના સગાની મુશ્કેલીઓ ઘટાડવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા શું નક્કર પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો —કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?