Home » આકાશમાં ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિ, જુઓ Video, આવીજ બીજી ખગોળીય ઘટના આ દિવસે દેખાશે
આકાશમાં ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિ, જુઓ Video, આવીજ બીજી ખગોળીય ઘટના આ દિવસે દેખાશે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
155
આજે સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો નઝારો જોવા મળ્યો હતો. આ બાબતે સ્ટર્ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે મીન રાશિમાં ચંદ્ર ૨૫ અંશ, ગુરુ ૧૫ અંશ અને શુક્ર ૬ અંશની સ્થિતિ એ હોઈ ત્રણેય વચ્ચે સમાન અંતર અને એક લાઈનમાં હોઈ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.
શુક્ર અને ગુરૂનું અંતર ઘટતું જશે
આવીજ બીજી ખગોળીય ઘટના આગામી તારીખ 1 માર્ચ અને બીજી માર્ચ ના પણ જોવા મળશે ધીમે ધીમે શુક્ર અને ગુરુનું અંતર ઘટતું જશે અને બન્ને ગ્રહો એક મેકની નજીક આવી જશે. શુક્ર એ આપણી સૂર્યમાળા નો સૌથી વધુ પ્રકાશિત ગ્રહ છે જ્યારે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે આમ આવી ખગોળીય ઘટનાઓ આપણે સૌને ખાસ કરીને બાળકોના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બની શકે છે.
ખગોળરસિકોમાં રોમાંચ
અવકાશી નઝારાને લઈને લોકો રોમાંચિત થયા હતા અવારનવાર અવકાશી નજારો જોવા મળતો હોય છે. આ નઝારો ક્યારેક જ જોવા મળે છે. આવી ઘટનાને લઈને ક્ચ્છ સહિત રાજ્યના ખગોળ પ્રેમીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. લોકો પોતપોતાના ધાબા પર જઈને આ અદભુત નજારો નિહાળ્યો હતો.તેમજ વધુ જાણવા માટે તાલાવેલી દર્શાવી હતી
લોકોએ ઘટના મોબાઈલમાં કેદ કરી
આ ઘટનામાં સૌથી ઉપર ચંદ્ર, તેના નીચે ગુરૂ અને છેલ્લે શુક્ર ગ્રહ છે. ખરેખર જો આકાશ અંગે જાણવામાં આવે તો અનેક એવી ઘટનાઓ છે જે આશ્ચર્ય પમાડે તેમ છે. આ ખગોળીય ઘટનાને લોકોએ પોતાના ફોનમાં વીડિયો ઉતારીને કેદ કરી કરી હતી. અવકાશમાં દરરોજ અનેક ઘટનાઓ થતી હોય છે ત્યારે ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિ રાજ્યમાં અનેક લોકોએ નિહાળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject