Download Apps
Home » જાણો 51 સિદ્ધ શક્તિપીઠની રચના કેવી રીતે થઇ, ક્યાં આવેલા છે આ દૈવી સ્થળો

જાણો 51 સિદ્ધ શક્તિપીઠની રચના કેવી રીતે થઇ, ક્યાં આવેલા છે આ દૈવી સ્થળો

હાલમાં આસોની નવરાત્રીનો( Navratiri2022) પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સાથે જ નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ શક્તિપીઠોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિપીઠની(51 Shaktipeeth In India) પૂજાનું વિશેષ મહત્વ છે. વિશ્વમાં કુલ 51 શક્તિપીઠો છે, ભારત સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, તિબેટ અને શ્રીલંકામાં ભૂભાગમાં પણ શક્તિપીઠો આવેલી છે. આ શક્તિપીઠોની સંખ્યા એકાવન છે, તેથી તેને 51 શક્તિપીઠ કહેવાય છે. ચાલો જાણીએ તેમના સ્થાન વિશે, ત્યાં સ્થાપિત દેવીનું નામ અને ત્યાં કયો ભાગ કે આભૂષણ પડ્યું હતું. સાથે જ આ તમામ સ્થળની રક્ષા માતના ભૈરવ કરે છે. જાણો આ તમામ સિદ્ધ શક્તિપીઠની રચના કેવી રીતે થઇ  અને તેનું શું મહત્ત્વ છે.  આવો જાણીએ. 
 
ये हैं देवी के इक्‍यावन शक्ति पीठों के नाम - Know about the 51 Shakti Peeth  of Goddess

જાણો કેવી રીતે આ પવિત્ર સ્થાનો અસ્તિત્વમાં આવ્યાં  
શિવપુરાણ અનુસાર માતા સતીના પિતા પ્રજાપતિ દક્ષે એક વખત પોતાના ઘરે યજ્ઞ કર્યો હતો. દક્ષ પ્રજાપતિએ કંખલ (હરિદ્વાર)માં ‘બૃહસ્પતિ સર્વ’ નામનો યજ્ઞ રચ્યો હતો. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર અને અન્ય તમામ દેવી-દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ જાણીજોઈને તેમના જમાઇ ભગવાન શિવ પ્નત્યે દ્વેષભાવના કારણે ભગવાન શિવને યજ્ઞમાં આમંત્રણ આપ્યું  ન હતું.  જોકે નારદજી પાસેથી યજ્ઞની વાત જાણીને દેવી સતીને પોતાના પિતાના ઘરે યજ્ઞમાં જવાની ઇચ્છા થઇ. પરંતું ભગવાન શિવે દેવી સતીને યજ્ઞમાં ન જવાં  જવા વિનંતી કરી, પરંતુ દેવી સતી ન માન્યા અને ભગવાન શિવની વિનંતીનો અનાદર કરીને તેઓ પોતાના પિતા દક્ષના ઘરે યજ્ઞમાં ગયા. 
दक्ष प्रजापति के यज्ञ का विध्वंस | वीरभद्र ने कैसे राजा दक्ष का वध किया |  Bhakti Sagar - YouTube
દેવીએ પિતા પ્રજાપતિ દક્ષને ભગવાન શંકરને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું તો ભરી સભામાં સતીના પિતા પ્રજાપતિ દક્ષે ભગવાન શિવનું ઘોર અપમાન કર્યું હતું. ભરી સભામાં પોતાના પતિનું અપમાન થતું જોઈને માતા સતીને ખૂબ જ  ક્રોધ આવ્યો અને તેઓ યજ્ઞની અગ્નિમાં પોતાના પ્રાણની આહુતિ આપી.
The Shiva Tribe - Lord Shiva was furious after learning about Sati's death.  Unable to control his anger, he brought forth Virabhadra and Bhadrakali, to  behead Daksha. Even though many gods tried

ભગવાન શંકરના કોપથી ત્રણેય લોકમાં હાહાકાર થયો
ભગવાન શિવને આ વાતની જાણ થતાં જ તેમણે પોતાના ગણ વીરભદ્ર ને તત્કાળ ત્યાં મોકલ્યા. ભગવાનના ગણે પ્રજાપતિ દક્ષના યજ્ઞનો સંપૂર્ણ નાશ કર્યો અને ક્રોધાવેશમાં  દેવીના અર્ધબળેલાં મૃતહેહને જોઇ ભગવાન શંકરનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને ક્રોધમાં તાંડવ કરતાં ભગવાન શંકર સતીનું મૃત શરીર લઇ શોક અને ક્રોધાવેશમાં મગ્ન થઇ બ્રહમાંડમાં તાંડવ કરતાં વિચરણ કરવા લાગ્યાં.
What is the story of Sati and Mahadev? Who exactly is Sati? - Quora
 
ભગવાન શંકરના કોપથી ત્રણેય લોકમાં હાહાકાર થયો. અને પ્રલયનની પરિસ્થિતિ આવી ઉભી, 
The Shiva Tribe - Lord Shiva was furious after learning about Sati's death.  Unable to control his anger, he brought forth Virabhadra and Bhadrakali, to  behead Daksha. Even though many gods tried
પૃથ્વી સહિત ત્રણેય લોકમાં પ્રલય જોઇને કોઇ પણ દેવી – દેવતા સાક્ષાત્ મહાકાળ સ્વરુપ ભગવાન શંકરના ક્રોધનો સામનો કરી શકતાં ન હતા. આવી વિચલિત સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકની રક્ષા કાજે  તેમજ ભગવાન શંકરના ક્રોધને શાંત કરવા અને સતીના મોહમાંથી શંકરને બહાર લાવવા યુક્તિ કરી. 
The Shiva Tribe - Lord Shiva was furious after learning about Sati's death.  Unable to control his anger, he brought forth Virabhadra and Bhadrakali, to  behead Daksha. Even though many gods tried
ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતાસતીના અર્ધબળેલાં શરીરના ટુકડા કર્યા. જ્યારે પણ શિવ તાંડવ નૃત્યની મુદ્રામાં તેમના પગ પછાડતા, તે સમયે ત્રિલોકને સર્વનાશથી બચાવવા માટે ભગવાન વિષ્ણુ સતીના શરીરના એક એક અંગને તેમનાથી દૂર કરતાં અને આમ દૈવી શરીરના વિવિધ ભાગો પૃથ્વી પર છોડી દેતા અને તેને પૃથ્વી પર ઉતારી દીધા. 
When Sati was about to kill herself, why didn't Shiva come and rescue her?  - Quora
આમ દેવીના  શરીરના 51 અંગો કે આભૂષણો આ તમામ સ્થાનો પર આવી પડ્યાં,  તેથી જ આજે પણ આ તમામ સ્થાન પર દેવીશક્તિ સાક્ષાત સ્વરૂપે બીરાજે  છે.
 Why so many Shakti Peeths are concentrated in Bengal?

તમામ સ્થળની રક્ષાકાજે ભૈરવ એટલે શિવના ગણ જે માતાના આ સ્વરૂપ સાથે તેમની રક્ષા કરે છે 
‘તંત્ર-ચુડામણી’ અનુસાર, આ રીતે, જ્યાં પણ સતીના અંગ, કપડાં કે ઘરેણાં પડ્યાં હતા, ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિ એટલે માતાનું સ્વરૂપ જે ઉર્જારૂપે પૂજાય છે. સાથે જ આ તમામ સ્થળની રક્ષાકાજે ભૈરવ એટલે શિવના ગણ જે માતાના આ સ્વરૂપ સાથે તેમની રક્ષા કરે છે આ રીતે માતાની શક્તિપીઠ કુલ 51 જગ્યાઓ અસ્તિત્વમાં આવી . આ તમામ સ્થાનની રક્ષા ભગવાન શંકરના ગણ અને દેવીના ભૈરવ કરે છે. શિવપુરાણ અનુસાર  માતા સતી તેમના બીજા  જન્મમાં  પર્વતરાજ હિમાલયના ઘરમાં માતા પાર્વતી તરીકે થયો હતો અને તેમણે ઉગ્ર તપસ્યા કર્યા પછી, ભગવાન શિવને ફરીથી તેમના પતિ તરીકે મેળવ્યા.
Seats of Shakti (Shakti-peeth) - Hindu Janajagruti Samiti
ભારતમાં 10 શક્તિપીઠોમાંથી મોટાભાગની શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં
ભારતમાં 10 શક્તિપીઠોમાંથી મોટાભાગની શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. આ પછી ઉત્તર ભારતમાં 7 શક્તિપીઠો છે. પશ્ચિમ ભારતમાં 5, ઈશાન ભારતમાં 5, દક્ષિણ ભારતમાં 5 અને મધ્ય પ્રદેશમાં 2 શક્તિપીઠ છે. સાથે જ  કેટલીક શક્તિપીઠો ભારતના પડોશી દેશોમાં પણ છે. બાંગ્લાદેશમાં સૌથી વધુ 4 શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે સૌથી છેલ્લે પાકિસ્તાનના હિંગળાજ મંદિરમાં માતા સતીનું શિશ પડ્યું હતું. તેથી પાકિસ્તાનનું હિંગળાજ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ સિવાય બાંગ્લાદેશમાં સુગંધા દેવી શક્તિપીઠ, ચત્તલ ભવાની, યશોરેશ્વરી, કર્તોયાઘાટ શક્તિપીઠ હાજર છે. આ ઉપરાંત નેપાળમાં બે મુક્તિધામ મંદિર, ગુહ્યેશ્વરી શક્તિપીઠ છે. જ્યારે શ્રીલંકામાં- ઈન્દ્રાક્ષી શક્તિપીઠ અને તિબેટમાં માનસ શક્તિપીઠ છે. આ શક્તિપીઠોની સંખ્યા એકાવન શક્તિપીઠ કહેવાય છે. ચાલો જાણીએ તેમના સ્થાન વિશે, ત્યાં સ્થાપિત દેવીનું નામ અને ત્યાં કયો ભાગ કે આભૂષણ પડ્યું હતું.
51 શક્તિપીઠ (51 Shaktipeeth In India) 
વિશ્વમાં કુલ 51 શક્તિપીઠો છે, ભારત સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, તિબેટ અને શ્રીલંકામાં પણ શક્તિપીઠો આવેલી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ શક્તિપીઠોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે.
 51 શક્તિપીઠો, જાણો ક્યાં છે આ સિદ્ધ મંદિર

1. કિરીટ શક્તિપીઠ (Kirit Shaktipeeth)
કિરીટ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે લાલબાગ કોટ પર સ્થિત છે. અહીં સતી માતાની કિરીટ એટલે કે શિરભૂષણ અથવા મુગટ પડ્યો હતો. અહીંની શક્તિ વિમલા અથવા ભુવનેશ્વરી  છે અહીંના ભૈરવ સંવર્ત છે. કિરીટ નામ પરથી સ્પષ્ટ થાય છે કે દેવીનો મુગટ કિરીટકોન ગામમાં, મુર્શિદાબાદ જિલ્લા, પશ્ચિમ બંગાળમાં પડ્યો હતો અને તે વિમલા તરીકે ઓળખાય છે.

2. કાત્યાયની શક્તિપીઠ (Katyayani Shaktipeeth)
વૃંદાવન, મથુરાના ભૂતેશ્વરમાં કાત્યાય વૃંદાવન શક્તિપીઠ છે જ્યાં સતીના વાળ ખર્યા હતા. અહીં શક્તિ દેવી છે અને ભૈરવ ભૂતેશ છે.

3. કરવીર શક્તિપીઠ (Karveer Shaktipeeth)
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આ શક્તિપીઠ સ્થિત છે, જ્યાં માતાની ત્રિનેત્ર પડી હતી. અહીં શક્તિ મહિષાસુરમાદિની છે અને ભૈરવ ક્રોધિત છે. અહી મહાલક્ષ્મીનું અંગત નિવાસ માનવામાં આવે છે.

4. શ્રી પર્વત શક્તિપીઠ (Shri Parvat Shaktipeeth)
આ શક્તિપીઠ ના અંગે વિદ્વાનોમાં મતભેદ છે, કેટલાક વિદ્વાનો માને છે કે આ પીઠનું મૂળ સ્થાન લદ્દાખ છે, જ્યારે કેટલાક માને છે કે તે આસામના સિલેટમાં છે જ્યાં દક્ષિણા તલપ એટલે કે માતા સતીનું હાડપિંજર પડ્યું હતું. અહીં શક્તિ શ્રી સુંદરી અને ભૈરવ સુંદરાનંદ છે.

5. વિશાલક્ષી શક્તિપીઠ (Vishalakshi Shaktipeeth)
ઉત્તર પ્રદેશના વારાણસીના મીરઘાટ પર સ્થિત છે આ શક્તિપીઠ, જ્યાં માતા સતીના જમણા કાનના રત્નો પડ્યા હતા. અહીંની શક્તિ વિશાલક્ષી અને ભૈરવ કાળ ભૈરવ છે. મણિકર્ણિકા ઘાટ કાશિમાં દેવીની મણિકર્ણિકા કમરબંધ પડ્યો હોવાનું મનાય છે.  ઘાટ, કાશી, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે પડી અને તે વિશાલાક્ષી અને મણિકર્ણી તરીકે પ્રખ્યાત થઈ.

6. ગોદાવરી તટ શક્તિપીઠ(Godavari Shaktipeeth)
આંધ્રપ્રદેશના કબ્બુરમાં ગોદાવરીના કિનારે આવેલું છે આ શક્તિપીઠ છે જ્યાં માતાનો ડાબો કપલો પડ્યો હતો. અહીંની શક્તિ વિશ્વેશ્વરી અથવા રૂકમણી છે. અને ભૈરવ દંડપાણી છે.

7. સુચીન્દ્રમ શક્તિપીઠ (Suchindram Shaktipeeth)
તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળ પર સ્થિત આ શુચી શક્તિપીઠ જ્યાં સતીનો મતાંતરથી પુષ્ટ ભાગ પડ્યો હતો અહીંની શક્તિ નારાયણી છે અને ભૈરવ સમર અથવા સંકુર છે.

8. પંચ સાગર શક્તિપીઠ (Panchsagar Shaktipeeth)
આ શક્તિપીઠનું નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી, માન્યતા મુજબ મિથિલા છે, પરંતુ માતાના દાંત અહીં પડ્યા હતા. અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહારુદ્ર છે.

9. જ્વાલામુખી શક્તિપીઠ (Jwalamukhi Shaktipeeth)
જ્વાલાજી હિમાચલ પ્રદેશના કાંગડામાં છે જ્યાં દેવીની જીભ પડી હતી, તેમનું નામ સિદ્ધિદા અથવા અંબિકા છે જે હિમાચલ કાંગડામા  આવેલું છે આ શક્તિપીઠ ,જ્યાં સતીની જીભ પડી હતી. અહીં શક્તિ સિદ્ધિદા અને અહીંના ભૈરવ ઉગ્ર છે.

10. ભૈરવ પર્વત શક્તિપીઠ (Bhairavparvat Shaktipeeth)
આ શક્તિપીઠ ના અંગે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક ગુજરાતમાં ગિરીનાર પાસે ભૈરવ પર્વત માને છે, તો કેટલાક તેને મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે ક્ષિપ્રા નદીના કિનારે વાસ્તવિક શક્તિપીઠ માને છે, જ્યાં માતાના ઉપલા હોઠ પડી ગયા છે. અહીંની શક્તિ અવંતી અને ભૈરવ લમ્બાકર્ણ છે.

11. અટહાશ શક્તિપીઠ (Attahas Shaktipeeth)
અટહાશ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લબપુરમાં સ્થિત છે. જ્યાં માતાજીનો નીચલો હોઠ પડી ગયો હતો. અહીં શક્તિ ફુલારા અને ભૈરવ વિશ્વેષા છે.પશ્ચિમ બંગાળના અટ્ટહાસમાં ફુલ્લરા દેવીના હોઠ પડ્યા હોવાની માન્યતા છે.

12. જનસ્થાન શક્તિપીઠ (Janasthan Shaktipeeth)
મહારાષ્ટ્રના નાસિકના પંચવટીમાં સ્થિત છે આ જનસ્થાન શક્તિપીઠ, જ્યાં માતાની ચિન પડી હતી. અહીંની શક્તિ ભ્રમરી અને ભૈરવ વિક્રતાક્ષ છે.
13. કાશ્મીર શક્તિપીઠ અથવા અમરનાથ શક્તિપીઠ (Kashmir Shaktipeeth or Amarnath Shaktipeeth)
દેવીનું ગળનો ઉપરી ભાગ અમરનાથ, પહેલગાંવ, કાશ્મીર પાસે પડ્યું અને તે અહીં દેવી મહામાયાના રૂપમાં સ્થાપિત થયાં છે.  અહીં શક્તિ મહામાયા અને ભૈરવ ત્રિસંધ્યેશ્વર છે.

14.નંદીપુર શક્તિપીઠ (Nandipur Shaktipeeth)
પશ્ચિમ બંગાળના સાંથ્યમાં સ્થિત છે આ પીઠ, જ્યાં દેવીના શરીરની ગરદન પડી હતી. અહીંની શક્તિઓ નંદિની અને ભૈરવ નંદકેશ્વર છે.
15. શ્રી શૈલ શક્તિપીઠ (Shri Shail Shaktipeeth)
આંધ્રપ્રદેશમાં કુર્નૂલની નજીક શ્રી શૈલનું શક્તિપીઠ છે, જ્યાં માતાનું ગ્રિવા પડી હતી. અહીંની શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ સમવરાનંદ અથવા ઈશ્વરાનંદ છે.

16. નલહાટી શક્તિપીઠ (Nalhati Shaktipeeth)
પશ્ચિમ બંગાળના બોલપુરમાં નલહાટી શક્તિપીઠ છે જ્યાં માતાનું પેટ પડ્યું હતું. અહીંની શક્તિઓ કાલિકા અને ભૈરવ યોગીશ છે.

17. મિથિલા શક્તિપીઠ (Mithila Shaktipeeth)
તેનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે. ત્રણ જગ્યાએ મિથિલા શક્તિપીઠના સ્થાનમાં તફાવત છે, એટલે કે નેપાળમાં જનકપુર, બિહારમાં સમસ્તીપુર કે સહરસા, જ્યાં માતાની ડાબી પાંખ પડી હતી. અહીંની શક્તિઓ ઉમા અથવા મહાદેવી અને ભૈરવ મહોદર છે.
18. રત્નાવલી શક્તિપીઠ (Ratnavali Shaktipeeth)
આનું નિશ્ચિત સ્થાન અજાણ છે, બંગાજા રજિસ્ટર મુજબ, તે ચેન્નાઈ, તમિલનાડુ, રત્નાવલી શક્તિપીઠમાં ક્યાંક સ્થિત છે જ્યાં માતાની ડાબી આંખ પડી હતી. અહીં શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે.
19. અંબાજી શક્તિપીઠ (Ambaji Shaktipeeth)
અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતાતાલુકામાં આવેલું એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અહીંયાં અંબાજી માતાનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. માતા સતીનું હ્રદય અહીં પડ્યું હતું. અહીં સાક્ષાત જગદંબા બિરાજે છે. અહીંના ભૈરવ કાળ ભેરવ છે. ગુજરાતના અંબાજી મંદિરમાં દેવીનું હૃદય પડ્યું હતું અને અહીં માતા અંબાજી સ્વરૂપે બીરાજમાન  છે.
20. જાલંધર શક્તિપીઠ (Jalandhar Shaktipeeth)
પંજાબના જલંધરમાં સ્થિત માતાનું જલંધર શક્તિપીઠ આવેલું છે. જ્યાં માતાનું ડાબું સ્તન પડી ગયું હતું. અહીંની શક્તિ ત્રિપુરામાલિની છે અને ભૈરવ ઉગ્ર છે.
21. રામગીરી શક્તિપીઠ (Ramgiri Shaktipeeth)
આ શક્તિપીઠની સ્થિતિ અંગે વિદ્વાનોમાં પણ મતભેદ છે. કેટલાક ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં અને કેટલાક મધ્યપ્રદેશના મૈહરમાં માને છે, જ્યાં માતાનું જમણું સ્તન પડ્યું હતું. અહીંની શક્તિઓ શિવાની અને ભૈરવ ચંદ છે.
22. વૈધનાથ શક્તિપીઠ (Vaidhnath Shaktipeeth)
ઝારખંડમાં ગિરિડીહ, દેવઘર, આવેલું વૈદ્યનાથ શક્તિપીઠ છે, જ્યાં માતાનું ધડ પડ્યું હતું. અહીંની શક્તિ જયદુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે. એક માન્યતા મુજબ સતીનો અગ્નિસંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યો હતો.
23. વર્કરેશ્વર શક્તિપીઠ (Varkreshwar Shaktipeeth)
માતાનું આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સૈન્યમાં આવેલી છે જ્યાં માતાનું કપાળ પડી ગયું હતું. અહીંની શક્તિઓ મહિષાસુરમર્દિની અને ભૈરવ વક્રનાથ છે.વક્રેશ્વર પશ્ચિમ બંગાળમાં કપાળ પડ્યું અને અહીં તેમને મહિસ્મર્દિની કહેવામાં આવે છે.
24. કન્યાકુમારી શક્તિપીઠ (Kanyakumari Shaktipeeth)
તમિલનાડુના કન્યાકુમારીમાં આ સ્થાન ત્રણ સમુદ્ર હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંગમ પર આવેલું છે ,આ કન્યાકાશ્રમ શક્તિપીઠ જ્યાં માતાની પીઠ પડી હતી. અહીંની શક્તિ શર્વાણી કે નારાયણી છે અને ભૈરવ નિમશી કે સ્થાનું છે.
25. બહુલા શક્તિપીઠ (Bahula Shaktipeeth)
પશ્ચિમ બંગાળમાં કટવા જંકશન પાસે કેતુગ્રામમાં આવેલું છે આ બહુલા શક્તિપીઠ જ્યાં માતાનો ડાબો હાથ પડ્યો હતો. અહીંની શક્તિ બહુલા છે અને ભૈરવ ભિરુક છે. બહુલ, અજેયા નદી કિનારો, કેતુગ્રામ, કટુઆ, વર્ધમાન જિલ્લો, પશ્ચિમ બંગાળથી 8 કિમી દૂર છે જ્યાં દેવીનો ડાબો હાથ પડ્યો હતો અહીં દેવી બહુલાદેવી કહેવાય છે .
26. ઉજ્જયિની શક્તિપીઠ (Ujjaini Shaktipeeth)
મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આ પવિત્ર સ્થાન શિપરાનદીના બંને કાંઠે સ્થિત છે આ ઉજ્જૈની હરસિદ્ધિ શક્તિપીઠ છે જ્યાં માતાની કોણી પડી હતી. અહીંની શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ માંગલ્ય કપિલમ્બર છે.
27. મણિવેદિકા શક્તિપીઠ (Manivedika Shaktipeeth)
રાજસ્થાનના પુષ્કરમાં સ્થિત છે આ મણિદેવિકા શક્તિપીઠ જે ગાયત્રી મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં માતાના કાંડા પડ્યા હતા. અહીં શક્તિ ગાયત્રી છે અને ભૈરવ શર્વનંદ છે.
28. પ્રયાગ શક્તિપીઠ (Prayag Shaktipeeth)
ઉત્તર પ્રદેશના અલ્હાબાદમા સ્થિત છે. અહીં માતાના હાથની આંગળીઓ પડી ગઈ હતી. જો કે, સ્થાનો અંગે અભિપ્રાયનો તફાવત છે. એવું માનવામાં આવે છે કે તે અક્ષયવત, મીરાપુર અને આલોપી સ્થળોએ પડી હતી. ત્રણેય શક્તિપીઠની શક્તિ લલિતા છે અને ભૈરવ ભવ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ, સંગમ, અલ્હાબાદમાં દેવીના લલિતાના હાથની આંગળી પડી હતી
29. ઉત્કલ શક્તિપીઠ (Utakal Shaktipeeth)
ઓરિસ્સાના પુરી અને યાજપુરમા એવું માનવામાં આવે છે કે અહીં માતાની નાભિ પડી હતી. અહીંની શક્તિઓ વિમલા અને ભૈરવ જગન્નાથ પુરુષોત્તમ છે. દેવીની નાભિ  ઉત્કલ ઓરિસ્સામાં પડી અને અહીં દેવી  વિમલા તરીકે બીરાજમાન છે. 
30. કાંચી શક્તિપીઠ (Kanchi Shaktipeeth)
તમિલનાડુના કાંચીવરમમાં સ્થિત છે આ માતાનું કાંચી શક્તિપીઠ ,જ્યાં માતાનું હાડપિંજર શરીર પડ્યું હતું. અહીંની શક્તિ દેવગરભ અને ભૈરવ રુરુ છે. તમિલનાડુના કન્યાશ્રમ, ભદ્રકાલી મંદિર, કુમારી મંદિરમાં દેવીની પીઠ પડી હતી તેથી દેવીને અહીં શ્રવણી કહેવામાં આવે  છે. .
31. કાલમાધવ શક્તિપીઠ (Kalmadhav Shaktipeeth)
આ શક્તિપીઠ વિશે કોઈ નિશ્ચિત સ્થળ જાણીતું નથી. પરંતુ,ભારત-નેપાળ સરહદ જે મિથિલા તરીકે ઓળખાય છે. અહીં માતાનો ડાબો નિતંબ અહીં પડી ગયો હતો. અહીંની શક્તિ કાલી અને ભૈરવ અસિતંગ છે.
32. શોનદેશ શક્તિપીઠ (Shondesh Shaktipeeth)
મધ્યપ્રદેશના અમરકંટકમાં નર્મદા મંદિર શોન શક્તિપીઠ છે. અહીં માતાના દક્ષિણ નિતંબ પડ્યો હતો. બીજી માન્યતા એ છે કે બિહારમાં સાસારામનું તારાચંડી મંદિર શોના ન્યુટ્રા શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે સતીની જમણી આંખ અહીં પડી હતી. અહીંની શક્તિ નર્મદા અથવા શોનાક્ષી અને ભૈરવ ભદ્રસેન છે.
33. કામાખ્યા શક્તિપીઠ (Kamakhya Shaktipeeth)
કામગીરી અસામ ગુવાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે આ શક્તિપીઠ જ્યાં માતાની યોનિ પડી હતી. અહીંની શક્તિ કામાખ્યા અને ભૈરવ ઉમાનંદ છે. દેવીના શરીરનો યોનિ ભાગ કામગિરી, કામાખ્યા, નીલાંચલ પર્વત, ગુવાહાટી, આસામમાં પડ્યો અને દેવી માતા કામાખ્યા તરીકે પ્રખ્યાત થઈ.
34. જયંતી શક્તિપીઠ (Jayanti Shaktipeeth)
જયંતી શક્તિપીઠ મેઘાલયની જયંતિયા ટેકરી પર સ્થિત છે, જ્યાં માતાની ડાબી જાંઘ પડી હતી. આહીંની શક્તિ જયંતિ અને ભૈરવ ક્રમદીશ્વર અહીં છે.
35. મગધ શક્તિપીઠ (Magadh Shaktipeeth)
બિહારની રાજધાની પટનામાં સ્થિત પટનેશ્વરી દેવીને શક્તિપીઠ માનવામાં આવે છે જ્યાં માતાની જમણી જાંઘ પડી હતી. અહીંની શક્તિઓ સર્વાનંદકરી અને ભૈરવ વ્યોમકેશ છે.
36. ત્રિસ્તોતા શક્તિપીઠ (Tristotaa Shaktipeeth)
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના શાલવાડી ગામમાં તીસ્તા નદી પર આવેલું છે આ ત્રિસ્તોતા શક્તિપીઠ છે જ્યાં માતાનો ડાબો પગ પડ્યો હતો. અહીંની શક્તિ ભ્રમરી છે અને ભૈરવ ભગવાન છે. ત્રિસોર્સ, સલબારી ગામ, બોડા મંડલ, જલપાઈગુડી, પશ્ચિમ બંગાળમાં, માતાનો ડાબો પગ પડી ગયો અને તે ભ્રામરી દેવી કહેવાઇ છે.
37. ત્રિપુરા સુંદરી શક્તિપીઠ (Tripura Sundari Shaktipeeth)
ત્રિપુરા ના રાધા કિશોર ગામમાં આવેલું છે આ સુંદરી શક્તિપીઠ ત્રિપુરાના જ્યાં માતાનો દક્ષિણ પગ પડ્યો હતો. અહીંની શક્તિ ત્રિપુરા સુંદરી અને ભૈરવ ત્રિપુરુષ છે.રાધાકિશોરપુર ગામ પાસે, ઉદરપુર, ત્રિપુરા પાસે માતાબાઠી પર્વત શિખર પર દેવીનો જમણો પગ પડ્યો અને દેવી ત્રિપુર સુંદરી બની.
38. વિભાશા શક્તિપીઠ (Vibhasha Shaktipeeth)
પશ્ચિમ બંગાળના મિદનાપુરના તામરાલુક ગામમાં સ્થિત છે આ વિભાશા શક્તિપીઠ જ્યાં ડાબા પગની ઘૂંટી પડી હતી. અહીંની શક્તિઓ કપલિની, ભીમરૂપા અને ભૈરવ સર્વાનંદ છે..બહુલ, અજેયા નદી કિનારો, કેતુગ્રામ, કટુઆ, વર્ધમાન જિલ્લો, પશ્ચિમ બંગાળથી 8 કિમી દૂર છે જ્યાં દેવીનો ડાબો હાથ પડ્યો હતો અહીં દેવી બહુલાદેવી કહેવાય છે . 
39. કુરુક્ષેત્ર શક્તિપીઠ (Kurukshetra Shaktipeeth)
હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન ના નજીક દ્વૈપાયન સરોવર પાસે આવેલું છે આ કુરુક્ષેત્ર શક્તિપીઠ, જે શ્રીદેવિકુપ ભદ્રકાળી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં માતાના જમણા પગ પડી ગયા હતા. અહીંની શક્તિઓ સાવિત્રી અને ભૈરવ સ્થાનુ છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં માતજીની એડી પડી  અને અહીં  માતા સાવિત્રીના મંદિરની સ્થાપના થઇ.
40. યુગદ્યા શક્તિપીઠ, ક્ષીરગ્રામ શક્તિપીઠ (Yugadhya Shaktipeeth)
પશ્ચિમ બંગાળના બર્ડમેન જિલ્લાના ક્ષીરગ્રામમાં સ્થિત છે, આ યુગદ્યા શક્તિપીઠ, અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડી ગયો હતો. અહીંની શક્તિ જુગાડ્યા છે અને ભૈરવ ક્ષીર ખંડક છે.ઉજ્જિનીથી ગુસ્કુર સ્ટેશન થઈ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં દેવીના જમણા હાથનું કાંડું પડ્યું અને અહીં  મંગલ ચંદ્રિકા દેવીની સ્થાપના થઇ   પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના જુગાડ્યા, ખીરગ્રામમાં દેવીના જમણા પગનો અંગૂઠો પડ્યો અને તેનું નામ જુગડ્યા પડ્યું.
41. વિરાટ અંબિકા શક્તિપીઠ (Virat Shaktipeeth)
રાજસ્થાનના જયપુરના ગુલાબી શહેર વૈરાટગ્રામમાં સ્થિત છે આ વિરાતા શક્તિપીઠ જ્યાં સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. અહીં ની શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત છે.
42. કાલીઘાટ શક્તિપીઠ (Kalighat Shaktipeeth)
પશ્ચિમ બંગાળના કોલકાતા ના કાલીઘાટમાં કાલીમંદિરના નામે આ પ્રખ્યાત શક્તિપીઠ છે જ્યાં માતાના પગનો ડાબો અંગૂઠો અને અન્ય 4 આંગળીઓ પડી હતી. અહીં ની શક્તિ કાલિકા અને ભૈરવ નકુલેશ છે.   તે જ સમયે, કાલીપીઠ, કાલીઘાટ, કોલકાતામાં દેવીના જમણા પગનો અંગૂઠો પડ્યો અને અહીં  માતા કાલિકાનું પ્રાગટ્ય થયું.પગનું હાડકું નલહાટી, બીરભૂમ, પશ્ચિમ બંગાળમાં પડ્યું અને અને અહીં  દેવીનું નામ કાલિકા દેવી રાખવામાં આવ્યું.
43. માનસ શક્તિપીઠ (Manas Shaktipeeth)
તિબેટમાં માનસરોવરના કિનારે આવેલું છે આ માનસ શક્તિપીઠ જ્યાં માતાની જમણી હથેળી પડી હતી. અહી ની શક્તિ દ્રક્ષયની અને ભૈરવ અમર છે.માનસ, કૈલાશ પર્વત, માનસરોવરમાં તિબેટની નજીક એક પથ્થરના રૂપમાં વિરાજમાન છે. અહીં તેનો જમણો હાથ પડી ગયો અને તેને દાક્ષાયણી દેવી કહેવામાં આવી.
44. લંકા શક્તિપીઠ (Lanka Shaktipeeth)
શ્રીલંકામાં આવેલું છે આલંકા શક્તિપીઠ જ્યાં નૂપુર એટલે કે માતાના પગની ઘૂંટીઓ પડી હતી. અહીં ની શક્તિ ઈન્દ્રક્ષી છે અને ભૈરવ રક્ષેશ્વર છે. પરંતુ, તે જાણી શકાયું નથી કે તે શ્રીલંકાના કયા સ્થળે પડ્યો હતો. શ્રીલંકામાં એક મત મુજબ મંદિર ત્રિંકોમાલીમાં  જ્યાં આજે  માત્ર એક જ સ્તંભ બચ્યો હતો. તે પ્રસિદ્ધ ત્રિકોણેશ્વર મંદિર પાસે છે  અહીં દેવીની પાયલ પડી હતી. તેણીને ઇન્દ્રાક્ષી કહેવામાં આવે છે
45.ગંડકી શક્તિપીઠ (Gandaki Shaktipeeth) 
નેપાળમાં ગંડકી નદીના ઉદ્ગમ સ્થાને આવેલું છે આ ગંડકી શક્તિપીઠ જ્યાં સતીનો દક્ષિણ કપોલ પડ્યો હતો.  ગંડકી નદી  કિનારે નેપાળના પોખરા સ્થિત મુક્તિનાથ મંદિરમાં દેવીનું મસ્તક પડી ગયું અને અહીં દેવી ગંડકી ચંડી તરીકે વિખ્યાત થયાં અહીં ની શક્તિ ‘ગંડકી’ અને ભૈરવ ‘ચક્રપાણી’ છે.
46. ગુહેશ્વરી શક્તિપીઠ (Guhyeshwari Shaktipeeth)
નેપાળના કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર પાસે સ્થિત છે આ ગુહેશ્વરી શક્તિપીઠ , જ્યાં માતા સતીના બંને ઘૂંટણ પડી ગયા હતા.ગુજયેશ્વરી મંદિર, નેપાળ, પશુપતિનાથ મંદિરની બાજુમાં છે જ્યાં દેવીના બંને ઘૂંટણ પડી ગયા હોવાનું કહેવાય છે. અહીં દેવીનું નામ મહાશિરા છે.અહીં ની શક્તિ ‘મહામાયા’ છે અને ભૈરવ ‘કપાલ’ છે.
47. હિંગળાજ શક્તિપીઠ (Hinglaj Shaktipeeth)
હિંગલાજ પાકિસ્તાનના કરાચીથી લગભગ 125 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત છે, જ્યાં દેવીનું બ્રહ્મરંધ્ર (માથાનો ઉપરનો ભાગ) પડ્યો હતો. અહીં દેવીની સ્થાપના કોટ્ટરી નામથી સ્થાપિત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે આ માતા હિંગલાજ શક્તિપીઠ જ્યાં માતાનું બ્રહ્મરાંધ્ર (માથાનો ઉપરનો ભાગ) પડ્યો હતો. અહીં ની શક્તિ કોત્રી અને ભૈરવ ભીમલોચન છે.
48. સુગંધ શક્તિપીઠ (Sugandha Shaktipeeth)
સુગંધ, બાંગ્લાદેશમાં શિકારપુર, બરીસાલથી 20 કિમી દૂર, સોંધ નદીના કિનારે, ગિરી દેવીની નાસિકા પડી, અહીં આ શક્તિ પીઠ બની જેનું નામ સુનંદા છે.બાંગ્લાદેશના ખુલનામાં સુગંધા નદીના કિનારે આવેલું છે આ ઉગ્રતર દેવી શક્તિપીઠ જ્યાં માતાની નાસિકાઓ પડી હતી. અહીંના દેવું સુનંદા (માતંતરરી સુગંધા) છે અને માતાના ભૈરવ ત્ર્યંબક છે.
49. કર્તોયા શક્તિપીઠ (Kartoya Shaktipeeth)
બાંગ્લાદેશના ભવાનીપુરના બેગડામાં કર્તોયા નદીના કિનારે આવેલું છે આ કર્તોયાઘાટ શક્તિપીઠ જ્યાં માતાનો ડાબો તલપ પડ્યો હતો. અહીં દેવી અપર્ણાના રૂપમાં અને શિવ વામન ભૈરવના રૂપમાં રહે છે. કાલાજોર ભોરભોગ ગામ, ખાસી પર્વત, જૈનતિયા પરગના, સિલ્હેટ જિલ્લો, બાંગ્લાદેશમાં જ્યાં તેમની ડાબી જાંઘ પડી ત્યાં દેવીની સ્થાપના જયંતિના નામે કરવામાં આવી છે.
50. ચટ્ટલ શક્તિપીઠ (Chatal Shaktipeeth)
બાંગ્લાદેશના ચિટગાવમાં આવેલી છે આ ચટ્ટલની ભવાની શક્તિપીઠ જ્યાં માતાનો જમણો હાથ પડ્યો હતો. અહીંની શક્તિ ભવાની અને ભૈરવ ચંદ્રશેખર છે. છત્રાલ, ચંદ્રનાથ પર્વત શિખર, સીતાકુંડ સ્ટેશન પાસે, ચિત્તાગોંગ જિલ્લો, બાંગ્લાદેશ જમણા હાથ પર પડ્યો અને ભવાની નામ આપ્યું. 
51. યશોર શક્તિપીઠ (Yashor Shaktipeeth)
બાંગ્લાદેશના જેસોર ખુલનામાં આવેલી છે, આ માતાની યશોરેશ્વરી શક્તિપીઠ જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી. અહીં ની શક્તિ યશોરેશ્વરી અને ભૈરવ ચંદ્ર છે. યશોર, ઈશ્વરીપુર, ખુલના જિલ્લમાં અહીં દેવી યશોરેશ્વરી નામે વિખ્યાત છે.
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો