Home » યોગી આદિત્યનાથનો આવો ફેન તમે નહીં જોયો હોય, છાતી પર બનાવ્યું CMનું ટેટૂ
યોગી આદિત્યનાથનો આવો ફેન તમે નહીં જોયો હોય, છાતી પર બનાવ્યું CMનું ટેટૂ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
85
છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી ખૂબ ચર્ચામાં રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બુલડોઝરથી થઇ રહેલી કાર્યવાહીના કારણે ઘણી જગ્યાએ વખાણ થઇ રહ્યા છે તો ઘણી જગ્યાએ તેમની ટીકાઓ થઇ રહી છે. આ વચ્ચે એક મુસ્લિમ યુવકે એવું કામ કર્યું છે જે સાંભળી થોડીવાર માટે UPના મુખ્યમંત્રી પોતે પણ ચોંકી જશે.
આજના યુગમાં લોકો ટેટૂ કરાવવાનું ખૂબ જ પસંદ કરે છે. સામાન્ય રીતે લોકો ભગવાન કે પછી ફિલ્મી કલાકારો અથવા રમતવીરોનું ટેટૂ બનાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક એવો ફેન સામે આવ્યો છે, જેણે પોતાના શરીર પર યોગી આદિત્યનાથનું ટેટૂ કરાવ્યું છે. તેણે આ ટેટૂ પોતાની છાતી પર કરાવ્યું છે. વિસ્તારથી જણાવીએ તો, ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ યુવકે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઇને પોતાની છાતી પર ટેટૂ કરાવ્યું છે.
યુવકનું નામ યામીન સિદ્દીકી છે. જે ફર્રુખાબાદ અને મૈનપુરી જિલ્લાની સરહદ પર સ્થિત તહસીલ અલીગંજના કસ્બા સરાય ઓગસ્ટનો રહેવાસી છે. 23 વર્ષીય મુસ્લિમ યુવકનું કહેવું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેના રોલ મોડલ છે. કહેવાય છે કે, યુવક પહેલા સપા સમર્થક હતો પરંતુ હવે તેનો ઝુકાવ યોગી આદિત્યનાથ તરફ વળ્યો છે. તેનું કહેવું છે કે, મુખ્યમંત્રીના કામથી ખુશ હોવાથી તેણે પોતાની છાતી પર યોગી આદિત્યનાથની તસવીરનું ટેટૂ કરાવ્યું છે. તેણે કહ્યું કે, તે મુખ્યમંત્રી યોગીના જન્મ દિવસ પર ખાસ ભેટ આપવા માંગે છે. તેથી તેણે તેના શરીર પર ટેટૂ કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, યામીન પોતાને મુખ્યમંત્રી યોગીનો જબરા ફેન કહે છે. એટલા માટે તેણે પોતાની છાતી પર યોગીનું ટેટૂ કરાવ્યું છે. જોકે, જ્યારે તેના અન્ય મુસ્લિમ મિત્રોને આ ટેટૂ વિશે ખબર પડી ત્યારે તેઓએ તેની ટીકા કરી અને નારાજગી વ્યક્ત કરી, પરંતુ યામીને આ બધી બાબતોને નજરઅંદાજ કરવાનું વધુ સારું માન્યું. તેમના મતે ટીકાકારો તેમનું કામ કરી રહ્યા છે અને તેઓ તેમનું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો – યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે જમીયત ઉલમા-એ-હિંદની સુપ્રીમમાં અરજી, જાણો શું માગ કરી?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject