Home » લિવ ઈનમાં રહેતી દીકરીના ઘરે જઈને પિતા અને કાકાએ કર્યું ન કરવાનું કામ
લિવ ઈનમાં રહેતી દીકરીના ઘરે જઈને પિતા અને કાકાએ કર્યું ન કરવાનું કામ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
113
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પરિણીત યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એક યુવકને ભારે પડયું છે. યુવકના સાથે રહેતી યુવતીના પરિવારજનો એજ ઘરમાં ઘૂસી યુવકને ઢોર માર મારી યુવતીને લઇને ફરાર થઇ ગયા હતા.
બનાવની પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતાં 28 વર્ષિય યુવકનું અપહરણ કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવા અંગે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નિકોલના આમ્રર્પણ આવાસ યોજનામાં છેલ્લા એક મહિનાથી ભાડે રહેતા પાર્થ પરમાર નામના યુવકને 2018માં કોલેજમાં દીપીકા નામની યુવતી સાથે પરિચય થયો હતો. દીપિકાને પોતાના પતિ સાથે મનમેળ ન થતા 4એપ્રિલ 2022ના રોજ તેણે પાર્થ પરમાર સાથે રહેવાનો સમજૂતી કરાર કોર્ટમાં કરાવ્યો હતો. જે બાદ તે બંને નિકોલ ખાતે સાથે રહેતાં હતા જોકે શનિવારની સાંજે પાર્થ પરમારના ઘરે તેનો ભાણિયો આવતા તેણે દરવાજો ખોલતા જ દીપિકાના પિતા અરજણભાઈ ચાવડા તેમજ કાકા રમેશભાઈ ચાવડા અને અન્ય ચાર ઈસમો યુવકના ઘરમાં પરાણે ઘૂસી ગયા હતા અને યુવકને તેમજ દિપિકાને માર મારી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.
બે અલગ અલગ ગાડીમાં યુવતી અને યુવક અને અવાવરૂ જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા. ભોગ બનનાર પાર્થને યુવતીના પિતાએ હથોડી દ્વારા ખભા ઉપર માર માર્યો હતો, અને તેના કાકા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને પાર્થ પરમારનો મોબાઇલ પણ લૂંટી લીધો હતો. આરોપીઓએ યુવકને એટલો માર માર્યો હતો કે તે બેભાન થઇ ગયો હતો. 108ને ફોન કરતા યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે નિકોલમાં અપહરણ અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુનો કર્યા બાદ યુવતીને સહિત તમામ આરોપીઓ સુરેન્દ્રનગર નજીક ધાંગધ્રા ફરાર થયા હોવાથી પોલીસે ધાંગધ્રા ખાતે પણ ટીમ રવાના કરી હતી. જોકે આરોપીઓ ત્યાં મળી ન આવતા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહત્વનું છે કે યુવકના પિતાના જણાવ્યા અનુસાર યુવતીને અગાઉ પણ તેના પરિવારને સોંપવામાં આવી હતી જોકે તે ફરી તેમના દીકરા પાર્થ જોડે રહેવાં માંગતી હોવાથી કાયદેસર સાથે રહેવા માટે કોર્ટમાં સમજૂતી કરાર કરાવ્યો હતો. હવે પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આ કેસની વધુ તપાસ કરી રહી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject