Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરીના ધંધામાં ખોટ જતાં, વેપારીનું અપહરણ કરીને રૂપિયા એક કરોડની ખંડણી માંગી

જમીન વેચવાનું કહીને દહેગામના (Dahegam) વેપારીનું અપહરણ (Kidnap) કરીને રૂપિયા એક કરોડની ખંડણી (Ransom) માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખંડણીના એક કરોડ રૂપિયા માંથી બાકી રહેલા 50 લાખ રૂપિયા આરોપીઓ લેવા આવતા દહેગામ પોલીસે (Dahegam Police) બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ દહેગામ પોલીસે સમગ્ર ખંડણી વિથ અપહરણ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ
કોરીના ધંધામાં ખોટ જતાં  વેપારીનું અપહરણ કરીને રૂપિયા એક કરોડની ખંડણી માંગી
Advertisement
જમીન વેચવાનું કહીને દહેગામના (Dahegam) વેપારીનું અપહરણ (Kidnap) કરીને રૂપિયા એક કરોડની ખંડણી (Ransom) માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખંડણીના એક કરોડ રૂપિયા માંથી બાકી રહેલા 50 લાખ રૂપિયા આરોપીઓ લેવા આવતા દહેગામ પોલીસે (Dahegam Police) બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ દહેગામ પોલીસે સમગ્ર ખંડણી વિથ અપહરણ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
દહેગામના વેપારીના અપહરણનો મામલો
દહેગામ ખંડણી વિથ અપહરણનો કિસ્સો સામે આવતા પોલીસે હરકતમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ માંથી બે આરોપીઓ મુકેશ પટેલ મૂળ અમદાવાદના નરોડાનો રહેવાસી છે અને સંજય સિંહ જાટવ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે જે બંને આરોપીઓની દહેગામ પોલીસે ધરપકડ કરી લીધી છે સમગ્ર બનાવવાની હકીકતની મુજબની છે કે આરોપી મુકેશ પટેલને કોરોના ધંધામાં ખોટ અને દેવું થઈજતા તેણે આખો પ્લાન કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે અને તેની સાથે કોરીના ધંધામાં કામ કરનાર સંજય સિંહ જાટવ  દહેગામના ભરત પટેલ નામના વ્યક્તિ કે જે ટ્યુબવેલ ઇલેક્ટ્રિક પેનલ રિપેરીંગનું કામકાજ કરે છે તેમનું અપહરણ કરીને ખંડણી માંગવાનો પલાન મુકેશ પટેલ અને સંજય સિંહ જાટવ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

કોરોનાકાળમાં ધંધાની ખોટ પુરવા આચર્યું કારસ્તાન
વર્ષ 2017માં વૈષ્ણદેવી સર્કલ પાસેથી નવનીત એજ્યુકેશનને ટ્રસ્ટી નવનીત શાહના અપહરણ વિથ મર્ડરનો ચકચારી કેસ બન્યો હતો જેમાં આરોપીઓએ જે મોબાઈલ સિમ કાર્ડનો ઉપયોગ હતો તે મુકેશ પટેલ નામના વ્યક્તિનો હતો, સીમકાર્ડનો ઉપયોગ શિવા સોલંકી નામના આરોપીએ કર્યો હતો. ત્યારબાદ થોડા વર્ષો સુધી મુકેશ પટેલનો કોરીનો ધંધો બરોબર ચાલતો હતો પરંતુ કોરોના કાળ દરમ્યાન ધંધો પડી ભાંગતા મુકેશ પટેલને દેવું થઈ ગયુ હતી જેથી દેવું ભરપાઈ કરવા માટે થઈને મુકેશ પટેલ દ્વારા પૈસાદાર વેપારીનું અપહરણ કરીને ખંડણી માંગવાની શરૂઆત કરી દીધી હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી ચુકી છે
ગુનાહિત ઈતિહાસ
દહેગામ પોલીસની ગિરફતમાં આવેલા બંને આરોપીઓ મૂળ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે...આરોપી મુકેશ પટેલ અગાઉ કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં પણ ધાડના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે ઉપરાંત દહેગામ પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ ખંડણી માનગવાના ગુના નોંધાઈ ચુક્યા છે...ત્યારે હાલ દહેગામ પોલીસે આ કેસમાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×