Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

10 વર્ષનું બાળક સોફ્ટ બોર્ડ પિન ગળ્યો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન

દાહોદના અંતરિયાળ વિસ્તારમાં રહેતો 10 વર્ષીય મોઈન રમતા રમતા એક વસ્તુ ગળી ગયો જેનો તેને પણ ખ્યાલ ન રહ્યો. માતા-પિતા તેને વઢશે તે બીકે બાળકે ત્રણ દિવસ સુધી પરિવાર સાથે કોઈ વાતચીત કરી નહીં. પણ અચાનક જ ત્રીજા દિવસે તેને છાતીમાં દુખાવો થતાં પરિવારને જાણ કરી. પરિવારને જાણ થતાં જ પરિવાર ચિંતામાં મુકાયો અને તાત્કાલિક હોસ્પિટલ દોડ્યા.એક્સ-રેમાં ખીલી જેવી વસ્તુ દેખાઈદાહોદની સ્થાનિક હોસ્પિ
10 વર્ષનું બાળક સોફ્ટ બોર્ડ પિન ગળ્યો  અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન
Advertisement
દાહોદના અંતરિયાળ વિસ્તારમાં રહેતો 10 વર્ષીય મોઈન રમતા રમતા એક વસ્તુ ગળી ગયો જેનો તેને પણ ખ્યાલ ન રહ્યો. માતા-પિતા તેને વઢશે તે બીકે બાળકે ત્રણ દિવસ સુધી પરિવાર સાથે કોઈ વાતચીત કરી નહીં. પણ અચાનક જ ત્રીજા દિવસે તેને છાતીમાં દુખાવો થતાં પરિવારને જાણ કરી. પરિવારને જાણ થતાં જ પરિવાર ચિંતામાં મુકાયો અને તાત્કાલિક હોસ્પિટલ દોડ્યા.
એક્સ-રેમાં ખીલી જેવી વસ્તુ દેખાઈ
દાહોદની સ્થાનિક હોસ્પિટલમાં છાતીનો એક્સરે પડાવ્યો જેમાં ખબર પડી કે આ બાળક કોઈ વસ્તુ ગળી ગયો છે બાળક શું ગયો છે તેની જાણ કોઈને ન હતી. એ વસ્તુને શું કહેવાય તે પણ બાળકને ખબર ન હતી. એક્સ રે મા એ વસ્તુ સ્પષ્ટ દેખાતી હતી કે તેના ફેફસામાં કંઈક ખિલ્લી જેવું છે. દાહોદની હોસ્પિટલે વડોદરા SSG હોસ્પિટલમાં રીફર કર્યા. ત્યાં પણ ડોક્ટરોએ કેસ હાથમાં લીધો નહીં અને બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો.
અમદાવાદ સિવિલમાં ઓપરેશન
બાળકનો અહીંયા ફરી વખત એક્સરે કાઢવામાં આવ્યો તેમાં પણ ડોક્ટરોને એ બાબત દેખાતી હતી કે ફેફસા પહેલા શ્વાસનળીમાં કંઈક ખિલ્લી જેવું દેખાય છે ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું તો જે એક કલાક ચાલ્યું . ઓપરેશન પૂર્ણ કરી એ વસ્તુ બહાર કાઢી ત્યારે ખબર પડી કે બાળક સોફ્ટ બોર્ડની પિન ગલી ગયો. દસ વર્ષીય મોઇનનું બ્રોન્કોસ્કોપી ઓપરેશન એક કલાક સુધી ચાલ્યું.
1 કલાક ચાલ્યું ઓપરેશન
જ્યારે દૂરબીન વડે ડોકટર પિન સુધી પહોંચ્યા ત્યારે પીને  શ્વાસનળીમાં કાણું પાડી દીધું હતું જેના કારણે પિનની ફરતે એક પરત જામી ગઈ હતી.  એ પરત હટાવતા પિન દેખાઈ..બહાર કાઢતા કાઢતા પિન શ્વાસ નળીમાં અન્ય કોઈ જગ્યાએ વાગે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું હતું. અંદાજે એક કલાકની જહેમત બાદ પીન જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે ખબર પડી કે આ સોફ્ટબોર્ડની પિન છે હાલ આ બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×