નકલી પોલીસ બનીને આવેલા 2 શખ્સે મચાવી લૂંટ, હથિયાર બતાવી પડાવ્યા રૂપિયા...
અમદાવાદમાં ફરી નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે.. વેજલપુર વિસ્તારમાં એક યુવક પાસેથી 2 શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી છે. બંને શખ્સો પોલીસ ચોકીમાંથી આવ્યા હોવાનું લૂંટને અંજામ આપ્યો હતો.બાપુનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ માલી ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. 12 દિવસથી તેઓ વેજલપુરમાં આવેલી કોર્પોરેશનની કચેરીમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા છે. દરમિયાન 27 જાન્યુઆરીના રોજ બપોરનાં સમયે ધમેàª
Advertisement
અમદાવાદમાં ફરી નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે.. વેજલપુર વિસ્તારમાં એક યુવક પાસેથી 2 શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી છે. બંને શખ્સો પોલીસ ચોકીમાંથી આવ્યા હોવાનું લૂંટને અંજામ આપ્યો હતો.
બાપુનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ માલી ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. 12 દિવસથી તેઓ વેજલપુરમાં આવેલી કોર્પોરેશનની કચેરીમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા છે. દરમિયાન 27 જાન્યુઆરીના રોજ બપોરનાં સમયે ધમેન્દ્રભાઈ અને તેમનો ભત્રીજો ચા-નાસ્તો કરવા મ્યુનિ. કચેરીની બહાર નીકળ્યાં હતા. તે સમયે બે અજાણ્યા શખ્સ એક્ટિવા પર આવ્યા અને પોતે બાજુની પોલીસ ચોકીમાંથી આવ્યા હોવાનું જણાવ્યું.
બાદમાં એક પાકિટ મળતું નથી તમારું પાકિટ બતાવો તેમ કહીને ધર્મેન્દ્રભાઈના ભત્રીજાનું પર્સ જોવા માંગ્યું. જોકે તેણે પર્સ બતાવવાની ના પાડતા બંને શખ્સોએ છરી બતાવી પર્સ ઝૂંટવી લીધું, અને પર્સમાં રાખેલા રૂ. 18,500ની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા. સમગ્ર મામલે પોલીસને જાણ થતા વેજલપુર પોલીસે લૂંટ કરનાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.


