હોટલમાં યુવક-યુવતીઓનું ગ્રુપ માણી રહ્યું હતું દારૂની મહેફીલ, અચાનક પોલીસ ત્રાટકી અને પછી...
અમદાવાદ શહેરમાં ફરી એક વાર દારૂની મહેફીલ ઝડપાઈ છે. રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ પોલીસે એક હોટલમાં દરોડા પાડીને દારૂની મહેફીલ ઝડપી હતી ત્યારે ફરી એક વાર હોટલમાં બેસીને બિયર- દારૂની મજા માણતા યુવક યુવતીઓ ઝડપાયા છે.કુટણખાનું ચાલતું હોવાનો મળ્યો હતો મેસેજઘટનાની વિગતવાર વાત કરીએ તો રાણીપ પોલીસ સ્ટેશનની ટીમ કોમ્બીંગ નાઈટમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસà
Advertisement
અમદાવાદ શહેરમાં ફરી એક વાર દારૂની મહેફીલ ઝડપાઈ છે. રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ પોલીસે એક હોટલમાં દરોડા પાડીને દારૂની મહેફીલ ઝડપી હતી ત્યારે ફરી એક વાર હોટલમાં બેસીને બિયર- દારૂની મજા માણતા યુવક યુવતીઓ ઝડપાયા છે.
કુટણખાનું ચાલતું હોવાનો મળ્યો હતો મેસેજ
ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાણીપ પોલીસ સ્ટેશનની ટીમ કોમ્બીંગ નાઈટમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે હોટલ રોયલ નાઈટમાં રૂમ નંબર 206મા કુટણખાનું ચાલે છે. જે બાતમીના આધારે પોલીસે તુરંત જ કાર્યવાહી કરીને હોટલમાં દરોડા પાડ્યા હતા.
દારૂ અને બિયરની બોટલો કબ્જે કરાઈ
હોટલના રૂમ નંબર 206મા પ્રવેશતા જ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, તેમજ રૂમમાં 2 યુવતીઓ તેમજ 6 યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે રાણીપ પોલીસે દરોડા પાડતા સુનુસિંગ રાજાવત, જીતેન્દ્રકુમાર યાદવ, ભૌમીક સોની, હર્ષવર્ધન ગૌર, હરિશંકર ગુપ્તા, વિકાસ ચૌહાણ સહિત બે યુવતીઓની ધરપકડ કરી છે.
9.29 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત
પકડાયેલા તમામ આરોપીઓ ન્યૂ રાણીપ, વાડજ, ચાંદખેડા વિસ્તારના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે 10 મોબાઈલ ફોન, એક ગાડી સહિત 9.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કોઈ બાબતની ઉજવણી માટે મહેફીલ માણી રહ્યા હતા કે કેમ તેમજ હોટલના કોઈ સ્ટાફની આરોપીઓ સાથે સંડોવણી છે કે કેમ તે દિશામાં રાણીપ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


