પરિવર્તનની ઝંખના સાથે કોંગ્રેસમાં હજું પણ ધબકતો સમય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. કોની સરકાર બનશે તે વિશે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વખતે કોંગ્રેસે (Congress) પરિવર્તનની ઝંખના સાથે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પરિવર્તનનો સમય બતાવતી ઘડિયાળ લગાવી હતી અને તે આજે 2 દિવસ અને 4 કલાક બતાવી રહી છે. કોંગ્રેસે પરિવર્તનની ઘડિયાળ લગાવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી ગઈ અને તે પૂર્ણ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. કોની સરકાર બનશે તે વિશે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વખતે કોંગ્રેસે (Congress) પરિવર્તનની ઝંખના સાથે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પરિવર્તનનો સમય બતાવતી ઘડિયાળ લગાવી હતી અને તે આજે 2 દિવસ અને 4 કલાક બતાવી રહી છે.
કોંગ્રેસે પરિવર્તનની ઘડિયાળ લગાવી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી ગઈ અને તે પૂર્ણ પણ થઈ ગઈ. પ્રથમ તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયુ તથા બીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયુ પરંતુ કોંગ્રેસ હજુ પણ રાજ્યના સત્તાના પરિવર્તન માટેનો સમય ગણી રહી છે. જી હાં અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી સમયની ઘડીયાળ લગાવામાં આવી છે. જે હજુ પણ યથાવત છે અને સમય ગણી રહી છે ચુંટણીના પરિણામનો..પરીણામ આવશે અને બદલાવ લાવશે.. 2 દિવસ,4 કલાક, 10 મીનીટ અને સેંકન્ડો ગણાઈ રહી છે અને સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ છે તેવી આશા કોંગ્રેસ રાખી રહ્યુ છે.
કોંગ્રેસને જીતની આશા
જો કે જે પ્રમાણે એક્ઝીટ પોલ આવ્યો તે પ્રમાણે કોંગ્રેસ પાસે ખુબ ઓછી સીટ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.. તેમ છતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે મોટી લીડથી કોંગ્રેસનો વિજય થશે... સાથે સાથે અમદાવાદમાં અલગ અલગ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારો પણ આશા રાખે છે કે તેમની જીત થશે અને તે બેઠકો તેમના નામે થશે
પરિણામ પર સૌની નજર
જો કે અત્યારે તો તમામ પક્ષના ઉમેદારોના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે. 8મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનુ પરિણામ છે.આગામી દિવસોમાં જોવુ રહયુ કે કઈ બેઠકો કોના નામે થશે અને કોની કેટલી લીડથી જીત થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


